December 10th 2009

શરમ કેવી?

                       શરમ કેવી?

તાઃ૯/૯/૨૦૦૯                                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

ના કાનો ના માત્ર કે ના રસ્વઉ દીર્ઘઉ
                         તો ય જગમાં  જેનો છે ક્ષોભ 
આવે જ્યારે એ આ માનવ દેહને 
                ખુણો ખાંચરો શોધે,મનમાં રાખી લોભ
                              ………..ના કાનો ના માત્ર કે ના.
શીતળ સ્નેહ માબાપનો જગમાં, પૃથ્વી એ પરખાય
આશીશઆવે જ્યાંહૈયેથી,જે મળતાં જીવન હરખાય
કરુણાસાગર પરમાત્માની,પડી જાય જ્યાં કૃપાદ્રષ્ટિ
કર્મ કરતાં જગમાંએવાં,જ્યાંશરમ દુરજ ભાગીજાય
                              …………ના કાનો ના માત્ર કે ના.
જગનાજીવને માયા વળગે,ત્યાં માણસાઇ દુર જાય
સગા સંબંધી મટી જાય,જ્યાં દ્વેષઇર્ષા વળગી જાય
મનમાં મુંઝવણ વળગી રહે,ને ઉમંગને લાગે આગ
ના રસ્તાનો અણસાર રહે,ત્યાં શરમ પણ છુટી જાય
                             …………ના કાનો ના માત્ર કે ના.
વાતો મોટી જ્યાંપડતી લાતો,ત્યાં શરમ ભાગી જાય
નીચી મુંડી સરળ થાતી,ના આરો કે ઓવારો દેખાય
નાના મોટા અલગ જ ભાસે,નેસાચી દ્રષ્ટિ પણ થાય
ના મળે શરમ જીવનમાં,ને જીવન પણ ઉજ્વળથાય
                             …………ના કાનો ના માત્ર કે ના.

 —————————————————————–