December 9th 2009

મા તારા ગુણલાં

                    મા તારા ગુણલાં

તાઃ૧૭/૯/૨૦૦૯                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રેમથી તારી ભક્તિ કરતો,ને ગુણલાં ગાતો મનથી
મા અંબે તારા આંગણે આવી,સ્નેહે ભજન હુ કરતો
                   ……….પ્રેમથી તારી ભક્તિ કરતો.
કરુણા તારી કૃપામાં છે મા,ને સ્નેહ છે તારા હૈયે
માગણી   મારી સ્વીકારી લેજે,દર્શન મને તુ દેજે
                    ………પ્રેમથી તારી ભક્તિ કરતો.
મળતીમાયા જગમાં મા તારી,પ્રેમ હું ખોબે લેતો
ભક્તિની શક્તિ મેં માણી, જગમાં આવીને જાણી
                    ……….પ્રેમથી તારી ભક્તિ કરતો.
સુખદુઃખ તો સંસારી સરગમ,ના જીવથી એ છુટે
કૃપાતારી પામી પામર જીવ,મુક્તિ મનથી ઝંખે
                   ……….પ્રેમથી તારી ભક્તિ કરતો.
અંતરમાં આનંદ અનેરો,જ્યારે દર્શન તારા કરતો
માડીતારા પ્રેમને કાજે,ભક્તિ સાંજસવાર હુ કરતો
                   ……….પ્રેમથી તારી ભક્તિ કરતો.
લહેર ભક્તિની એવી અનેરી,જે જીવને જ્યોતી દે
મહેર પામી તારીમાડી,દેજે મુક્તિનો અણસારમને
                    ……….પ્રેમથી તારી ભક્તિ કરતો.
કરુ ભજનનેઆરતી પ્રેમે,જ્યોત જીવની મહેંકી રહે
આવી આંગણે માડી જ્યારે,પ્રેમે આંખ મારી પલળે
                       ……..પ્રેમથી તારી ભક્તિ કરતો.

************************************

December 9th 2009

દીનબંધુ ભગવાન

               દીનબંધુ ભગવાન

તાઃ૨૮/૯/૨૦૦૯                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

અવની  પરના અંધકારમાં, ઉજાસ જ્યાં મળી જાય
જગતપિતાની સૃષ્ટિ એવી,અપંગ પર્વત ચઢી જાય
                         ……….અવની પરના અંધકારમાં.
ભક્તિનો સંગાથ મળતાંજ, અજવાળા પથરાઇ જાય
જીવજગતમાં પામરમટી,સ્નેહના વાદળે ઘેરાઇ જાય
આંધીનો અણકાર નામળે,ને વ્યાધીપણ  છુપાઇ જાય
એકમેકના સંબંધ ભાગતા,જગમાં દીનબંધુ મળી જાય
                          ……….અવની પરના અંધકારમાં.
જન્મ મૃત્યુ તો જગમાં સાચું, ના માનવ મને હું વાંચુ
સફળ સ્નેહની ઘેરી છાયામાં,માનવ બની ને હું નાચું
મળી જાય માબાપનો પ્રેમ,સાથે ભાઇભાંડુનો સહવાસ
અકળ જગતમાં પ્રેમ પ્રભુનો,જ્યાં દીનબંધુ થઇ જાય
                            ………અવની પરના અંધકારમાં.

=====================================