December 30th 2009

હેરા ફેરી

                     હેરા ફેરી

તાઃ૨૯/૧૨/૨૦૦૯                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

આનુ આને  અને આનુ તેને,મને કહી જવાની ટેવ
સમજના આવે શબ્દની,તો ય બબડી જવાથી હેત
                      ………આનુ આને  અને આનુ તેને.
અમથાલાલને ઘર આંગણે,આંબા પર આવ્યો મૉર
ઉમંગ ઉત્સાહની ના હદ રહી,ખુશી ખુશી ચારે કોર
લાગ્યુ પ્રેમની સાંકળપકડી,ગામમાં ફરી ચારે ઓર
કહેતો ગામમાં હું કે અમથાલાલને ઘેર આવ્યો ચોર
                       ………આનુ આને  અને આનુ તેને.
સવિતાબાની પ્રેમનીવાણી,ગામમાં આજે ખુશીલાવી
દીકરી વ્હાલી સ્નેહ વાળી,આજે તેની માગણી આવી
ખુશીખુશીના વાદળછાયા,ને ઉમંગઆનંદ હૈયેલાવ્યા
જીભ ફરી ગામમાં,સવિતાબાનેત્યાંમહેમાન નાઆવ્યા
                        ………આનુ આને  અને આનુ તેને.
ડાહ્યાકાકા ગામમાં એવા,સૌ ને પ્રેમથી સહવાસ દેતા
તકલીફના વાદળ જ્યાંજોતાં,જલ્દી તેઓ દોડી જાતા
ઉંમરની તો અસર સૌ ને,આવ્યુ આજે મૃત્યું દ્વારે લેવા
આંખમાંઆસુંસાથેકહેતો,ડાહ્યાકાકાનેત્યાંઆજે મંગળફેરા
                         ………આનુ આને  અને આનુ તેને.

+++++++++++++++++++++++++++++++++++