December 19th 2009

દુઃખના ડુંગર

                       દુઃખના ડુંગર

તાઃ૧૮/૧૨/૨૦૦૯                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

જગતપિતાની જગતલીલા,મળી જાય છે જન્મ
સુખદુઃખનો સાગર જોતાં,લીલા સાથે જેવા કર્મ
                         ……….જગતપિતાની જગતલીલા.
પારખી જીવની ભક્તિ જગે,કરુણા સાગર ફરી લખે
આવી આંગણે પ્રેમ મળે, ને સફળ જીવન બની રહે
કર્મનાબંધન કોઇનાજાણે,લખ્યા લલાટે લેખના જાણે
પ્રભુ ભક્તિનો ટેકો મળતા,દુઃખના ડુંગર દેહથી ભાગે
                          ……….જગતપિતાની જગતલીલા.
સુખદુઃખની સાંકળ છેએવી,હદય શ્વાસના સંબંધ જેવી
પળપળને જો પકડીચાલો,ઉજ્વળ જીવન માણી હાલો
સંસ્કારના સિંચનનેમેળવતા,આશીર્વાદની વર્ષા લેતા
ભાગે દુઃખના ડુંગરત્યાંથી,સુખનાસોપાન મળે જ્યાંથી
                           ……….જગતપિતાની જગતલીલા.

==================================