December 29th 2009

સહન શક્તિ

                               સહન શક્તિ

તાઃ૨૮/૧૨/૨૦૦૯                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

કુદરતની કારીગરી એતો છે જન્મમરણની ચેઇન
ના સમજે જન્મ ધારી, ક્યારે આવશે તેનો ટાઇમ
                        ………કુદરતની કારીગરી એતો.
સ્નેહપ્રેમની કેડી નાની,જીવને અમૃત આપી જાય
આનંદનાસાગરમાં રહેતા,દીલનોદરીયોછે ઉભરાય
માનવતાની તો મહેંકમળે,ને જન્મસફળ થઇ જાય
પવિત્ર પાવન જીવનની રાહે,પ્રભુ કૃપા મળી જાય
                          ……..કુદરતની કારીગરી એતો.
મનને શાંન્તિ મળી જાય,ને પુરણ થાય છે સૌ કામ
શ્રધ્ધારાખી જીવનમાં,જ્યાં પગલુ સાચવીને ભરાય
સફળતા સંગે રહે પળેપળ,ને ચઢે સિધ્ધિના સોપાન
સહનશીલતા સંગેરહેતા,જીવનમાં નાઆવે કોઇ થંભ
                         ……… કુદરતની કારીગરી એતો.
ધીરજ રાખી ધ્યેયમાં,ને મનથી સાચી મહેનત થાય
સફળતાના સોપાનપર,કદમ સાચવીને ચઢી જવાય
હિંમત ને મહેનત સંગેરહેતા,ના પાછો પડે કોઇ જીવ
શક્તિ સહન કરવાની મળે, ને હૈયે ટાઢક આવી જાય
                             ……. કુદરતની કારીગરી એતો.

૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭