December 28th 2009

વિરહના વાદળ

                   વિરહના વાદળ

તાઃ૨૭/૧૨/૨૦૦૯                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવને જગતમાં પ્રેમ મળે,જ્યાં દેહ મળી જાય
કુદરતની આઅપારલીલા,ના જગતમાં સમજાય
                    ………જીવને જગતમાં પ્રેમ મળે.
મળે દેહ માનવનો જગમાં,સગાવ્હાલા મળી જાય
પ્રેમ મળે માબાપનો જ્યાં, ત્યાં હૈયુ ઉભરાઇ જાય
કુદરતની આ લીલા અનેરી,કોઇથી  ના પરખાય
સમયસમય ને પારખીલેતા,પાવનજન્મથઇજાય
                   ……… જીવને જગતમાં પ્રેમ મળે.
પશુ,પક્ષીકેપ્રાણીમાં જ્યાં,જીવને જન્મ મળીજાય
આધારરહે પરમાત્માનો,ના સહારો કોઇનોલેવાય
અમરજીવના આબંધન,જેને કર્મનામળેછે સ્પંદન
છુટીજાય આ બંધનદેહના,જ્યાં જીવનીકળી જાય
                      ……..જીવને જગતમાં પ્રેમ મળે.
માનવદેહની માયા એવી,જગે જીવને મળી જાય
એકમેકના પ્રેમ નિરાળા,જે વળગી ચાલે પળપળ
વિરહના વાદળ ઘેરીવળે,જ્યાં જીવદેહ છોડી જાય
પ્રભુભક્તિએ કૃપામળે,ને માનવજન્મસફળથઇજાય
                    ……… જીવને જગતમાં પ્રેમ મળે.

===============================