December 21st 2009

प्यार चाहीए

                    प्यार चाहीए

ताः१९/१२/२००९                प्रदीप ब्रह्मभट्

जींदगीके हर कदमपें हमें  मुश्कान मिलती ह
दीलसे लेलो प्यार जहां,तब मंझील दीखती है
                       ………..जींदगीकी हर कदमपें.
जीवनकी हरपलमें भी, सोचसंभलके चलना है
आंधीऔर तुफानमेंभी,हमे मंझीलपाके रहेना है
धर्म कर्मकी राहों पे,मुझे भक्ति जीवन पाना है
सच्चाइके सहारे मे,अब पावन जीवन करना है
                          ……… जींदगीके हर कदम.
कलीयुगकी एक लहेरमें,बीखरा है प्यारा संसार
महेंक जीवनकी चलीगइ,जो उज्वलप्रेम लाइथी
आइ एकलहेर जींदगीमें,जीसमें खुशीओकाभंडार
मीलजाये सच्चाप्यार होजाये जीवनमें मुश्कान
                            ……….जींदगीके हर कदम

=२=२=२=२=२=२=२=२=२=२=२=२=२=२=२=२=२=२=२=

December 21st 2009

સોહિણી

                      સોહિણી

તાઃ૨/૬/૧૯૭૭                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

સામે બેઠા છો છતાં,આંખ મળતી નથી
            મનમાં છે પ્રેમ પણ, હોઠ હલતા નથી
      સોહે છે તું જાણે, શોભે સોહિણી સમી
      શ્યામ સુંદર ને કામણગારું મારું મન
      તુજને પામીગયુ તેમ કલ્પી મેં લીધુ
      શું કલ્પના માની સ્વપ્નને ઘેરી લીધુ
      ને જીવનની મહેંકમાં આવીને મળીશ
કે કલ્પનાની આંખોમાં સમાઇને સાકાર બનીશ
                          ………..સામે બેઠા છો છતાં.
સર્જનહારની સર્જનતાનો,કોઇ આરો દેખાતોનથી
છતાં આ ગુલાબી સ્વપ્નમાં, ક્યાંક સફેદાઇ  દીસે
       સામા તમે છો ને સામે બેઠો છું હું
       સામાસામી દ્રષ્ટિથાય આંખોનામળે
       આંખો આંખો છુપાઇને દીસે છે જેને
       સામે જુએ છો ને જગત બેઠેલ સારું
      પ્રેમ મળ્યો જો પ્રેમ કરશો મને તો
મળ્યાઆમ તો મળશુંતેમ જગને લાગે છોને જેમ
                           ………સામે બેઠા છો છતાં.

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

December 21st 2009

જનતા કાજે

                      જનતા કાજે

તાઃ૨૫/૨/૧૯૭૭                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

જનતા કાજે જુથ બનાવી,જાગ્યા આજ જુવાનીયા
વેરણ થાતી આ નગરીમાં,સ્વપ્નાઓ સાકાર થશે
                      ………જનતા કાજે જુથ બનાવી.
ગુજરાતની ગરવી આ પ્રજા,થઇ એક નિશ્વાર્થ થશે
ઉજ્વળ નેતાના સહકારથી,આજનતા આબાદ થશે
હોય ભલે દુશ્મનના સાથી,સૌ હાથ અમારાસાથે છે
                     ……….જનતા કાજે જુથ બનાવી.
વેરણ બનતી ભારતની,આ શાનનું કોઇને ભાન નથી
ક્યાં જશે આ બરબાદી,જેનુ દેશમાં કોઇનેધ્યાન નથી
કરી કામથી માન કમાવો,જગે એ જ દેશની શાન છે
                       ………જનતા કાજે જુથ બનાવી.
લુંટફાટ જો ચાલતી આવે,આ જીવતર એળે જાય છે
કેમ કરી એ ચાલી શકશે,હવે જાગી જનતા આજ છે
આદેશની જનતાજાગી છે,હવે કોઇનુંકાંઇ નહીંચાલશે
                       ……..જનતા કાજે જુથ બનાવી.

૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮

December 21st 2009

પ્રેમની આગ

                       પ્રેમની આગ

તાઃ૨૯/૮/૧૯૭૫                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રગટે એ જ્યારે જ્યારે,
                   પ્રકાશ છે ભઇ ત્યારે ત્યારે
એના વિના બધે છે કાળુ,
                    જગમાં હોય અષાઢ છોને
                    ………..પ્રગટે એ જ્યારે જ્યારે.
પ્રેમની આગમાં બળી જતાં,
                    જીવન જીવ્યા ના ગમતા
મળે એ જ્યારે પ્રેમની જ્યોતીને….(૨)
                 કામના પ્રેમે વણાતી ભાઇ…(૨)
                       ………પ્રગટે એ જ્યારે જ્યારે.
વેરની જ્વાળા લાગી જેને
                 કર્મો મનગમતા કરેએ ખોટા
આગ સમાઇ જ્યારે મનમાં…(૨)
              શીતળચંદન જેવાભાસે ભાઇ…..(૨)
                       ……….પ્રગટે એ જ્યારે જ્યારે.

+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+