December 21st 2009

સોહિણી

                      સોહિણી

તાઃ૨/૬/૧૯૭૭                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

સામે બેઠા છો છતાં,આંખ મળતી નથી
            મનમાં છે પ્રેમ પણ, હોઠ હલતા નથી
      સોહે છે તું જાણે, શોભે સોહિણી સમી
      શ્યામ સુંદર ને કામણગારું મારું મન
      તુજને પામીગયુ તેમ કલ્પી મેં લીધુ
      શું કલ્પના માની સ્વપ્નને ઘેરી લીધુ
      ને જીવનની મહેંકમાં આવીને મળીશ
કે કલ્પનાની આંખોમાં સમાઇને સાકાર બનીશ
                          ………..સામે બેઠા છો છતાં.
સર્જનહારની સર્જનતાનો,કોઇ આરો દેખાતોનથી
છતાં આ ગુલાબી સ્વપ્નમાં, ક્યાંક સફેદાઇ  દીસે
       સામા તમે છો ને સામે બેઠો છું હું
       સામાસામી દ્રષ્ટિથાય આંખોનામળે
       આંખો આંખો છુપાઇને દીસે છે જેને
       સામે જુએ છો ને જગત બેઠેલ સારું
      પ્રેમ મળ્યો જો પ્રેમ કરશો મને તો
મળ્યાઆમ તો મળશુંતેમ જગને લાગે છોને જેમ
                           ………સામે બેઠા છો છતાં.

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment