December 22nd 2009

નવમુ નોરતુ

                      નવમુ નોરતુ

તાઃ૧૦/૧૦/૧૯૮૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ

માડીને ગરબે,દઇને બે તાળી
                ગરબે ઘુમતી,જગની આ નારી
ઓ મા,મારી અંબે,મારી કાળકા,માડી બહુચર
        રમવા આવોને મારે ગરબે રે ઓ માવડી
                       ………માડીને ગરબે,દઇને બે.
મા અંબા પધારે…(૨), રુમ ઝુમ કરતી
                   સાથે સહેલીઓ, ગરબે મારે
શોભા અનેરી,કહી શકાય ના
             નાકે છે નથણી,ને હાથે ગુલાલ છે
પગમાં….(૨)  ઝાંઝર ઝમકે રે
                        ……….માડીને ગરબે,દઇને બે.
પાવા તે ગઢથી…(૨) ઉતરી મા કાળકા
                       આંખે અનેરુ તેજ છે
શીતળ છે તારા, હાથની રે કૃપા
                        ભવસાગર તરનારને
જગની ઓ મા..(૨), તુ તારણહાર રે
                          ………માડીને ગરબે,દઇને બે.
મા બહુચર તારી ..(૨) ભક્તિ લાગી
                        ગરબે મારે પધારજે
ચુંદડી તારી, લાલ ગુલાલ છે
                       ભાલે તારે તેજ અનેરુ
તું આવી …(૨) ગરબે ઘુમજે માડી
                         ……..માડીને ગરબે,દઇને બે

…..જય જય અંબે,જય જય કાળકા,જય જય બહુચરમા…….
_______________________________________

December 22nd 2009

જીવનનો સહારો

                       જીવનનો સહારો

તાઃ૯/૯/૧૯૮૩                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રભુજી,મને છે સહારો,એક તમારો,હું છુ એકલો
તુજ સહારે, હું જીવુ છુ,તુજ વીના મારુ કોણ છે
                            ……..પ્રભુજી,મને છે સહારો.
જગના આમિથ્યા સંબંધો,ભાસે મને આજ અળગા
કેમ જીવ્યો હું, જીવી રહ્યો છું, તનના આ વમળમાં
જાગ્યો જ્યારે, આ વમળથી, માગું છુ હું,દો સહારો
                          ………..પ્રભુજી,મને છે સહારો.
સાચી માયા,શરણે તમારે,ના માન્યુ મેં આજ સુધી
કોણ કોનું છે,એ નાજાણ્યુ,જીવન જીવતા આ જગમાં
લો ઝાલો,હાથ મારો,હું પુકારુ,દો સહારો જીવનેઉગારો
                           ………..પ્રભુજી,મને છે સહારો.
દોષ ભોગના મેંતો જાણ્યા,સાચી સગાઇ છે તમારી
સુખદુઃખ શાને લાગેજગમાં,મેં જાણ્યુછે સંગ તમારે
આવ્યો છું હું,શરણે તારે,ના વિચારુ દો મને સહારો
                              ……..પ્રભુજી,મને છે સહારો.

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

December 22nd 2009

દેહના આ બંધન

                      દેહના આ બંધન

તાઃ૨૧/૧૨/૨૦૦૯                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

જન્મ મળ્યો જ્યાં અવનીએ,ત્યાં દેહના બંધન છે
માનવદેહને ઉજ્વળકરવા,પવિત્ર ધર્મનાબંધન છે
                    ………જન્મ મળ્યો જ્યાં અવનીએ.
સકળજગતના સર્જનહારની,જગમાંએકજ દ્રષ્ટિ છે
પ્રેમથી જીવન પાવન કરવું,એ જીવની શક્તિ છે
રામકૃષ્ણ ને ભોલે શંકર,એ હિન્દુ ધર્મમાં દર્શન છે
મનથીકરતાં ભક્તિન્યારી,કૃપાએઉજ્વળ જીવન છે
                     ………જન્મ મળ્યો જ્યાં અવનીએ.
જન્મ મળતાં જીવનેજગમાં,ઉત્તમ માનવ જન્મ છે
પવિત્ર પાવન વર્તન લેતા,જીવની મુક્તિ નક્કી છે
મોહમાયાના બંધન છુટતાં,સાર્થક જીવન માણી લે
અવનીના સ્પંદનને છોડવા,મનથી ભક્તિતું કરી લે
                    ………..જન્મ મળ્યો જ્યાં અવનીએ.
મનથી ભજતાં પ્રભુ કૃપાએ,મોહના બંધન દુર છે
શાંન્તિ જીવને મળી જતાં,દેહ સુખદુઃખને  છોડે છે
લાગણી કે માગણીનીઅપેક્ષા,તનમનથી ભાગી છે
નિત્ય જીવનની કેડી પર,જ્યાં પ્રભુ કૃપા આવી છે
                     ………..જન્મ મળ્યો જ્યાં અવનીએ.

???????????????????????????????????????????

December 22nd 2009

માળાનું મહત્વ

                   માળાનું મહત્વ

તાઃ૨૧/૧૨/૨૦૦૯                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

રામનામની માળા કરતાં,મળી ગયા જલારામ
સાંઇબાબાનું સ્મરણ કરતાં,જન્મ સફળ દેખાય
                         ………રામનામની માળા કરતાં.
સંસાર થકી સહવાસમાં,ભક્તિ પ્રેમથી કરી લીધી
ઉજ્વળકુળના સંતાન થતાં,પરમાત્મા આવ્યા દ્વારે
વિરબાઇમાતાના સંસ્કાર,ને પવિત્રજીવનો સંગાથ
માગણી આવી જગત પર,ત્યાં પ્રભુને જીતી લીધા
                         ………રામનામની માળા કરતાં.
ભક્તિ પ્રેમથી કરતાંકરતાં,માનવજીવન જીવીગયા
ના માયા મોહના બંધન,વળગે આવતા અવનીપર
અલ્લાહ ઇશ્વરની એક કડી,જે શ્રી સાંઇબાબાએ દીધી
પ્રેમની પાવક જ્વાળા પણ,શેરડી ગામે જાણી લીધી
                        ……….રામનામની માળા કરતાં.
સાંઇબાબાની જીવન કડી, ના સંસારમાં કોઇને મળી
અવનીપર અવતારધર્યો,ના માબાપને કોઇએ દીઠા
દેહધરી માનવીનોઅવનીએ,રામરહીમને એક કીધા
ભક્તિસાચી કરતાંદેહથી,આત્માએ જગથી મુક્તિદીઠી
                         ……….રામનામની માળા કરતાં.

@@@@@@@@@@@@@@@@@@@@@@@