December 22nd 2009

દેહના આ બંધન

                      દેહના આ બંધન

તાઃ૨૧/૧૨/૨૦૦૯                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

જન્મ મળ્યો જ્યાં અવનીએ,ત્યાં દેહના બંધન છે
માનવદેહને ઉજ્વળકરવા,પવિત્ર ધર્મનાબંધન છે
                    ………જન્મ મળ્યો જ્યાં અવનીએ.
સકળજગતના સર્જનહારની,જગમાંએકજ દ્રષ્ટિ છે
પ્રેમથી જીવન પાવન કરવું,એ જીવની શક્તિ છે
રામકૃષ્ણ ને ભોલે શંકર,એ હિન્દુ ધર્મમાં દર્શન છે
મનથીકરતાં ભક્તિન્યારી,કૃપાએઉજ્વળ જીવન છે
                     ………જન્મ મળ્યો જ્યાં અવનીએ.
જન્મ મળતાં જીવનેજગમાં,ઉત્તમ માનવ જન્મ છે
પવિત્ર પાવન વર્તન લેતા,જીવની મુક્તિ નક્કી છે
મોહમાયાના બંધન છુટતાં,સાર્થક જીવન માણી લે
અવનીના સ્પંદનને છોડવા,મનથી ભક્તિતું કરી લે
                    ………..જન્મ મળ્યો જ્યાં અવનીએ.
મનથી ભજતાં પ્રભુ કૃપાએ,મોહના બંધન દુર છે
શાંન્તિ જીવને મળી જતાં,દેહ સુખદુઃખને  છોડે છે
લાગણી કે માગણીનીઅપેક્ષા,તનમનથી ભાગી છે
નિત્ય જીવનની કેડી પર,જ્યાં પ્રભુ કૃપા આવી છે
                     ………..જન્મ મળ્યો જ્યાં અવનીએ.

???????????????????????????????????????????

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment