December 22nd 2009

નવમુ નોરતુ

                      નવમુ નોરતુ

તાઃ૧૦/૧૦/૧૯૮૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ

માડીને ગરબે,દઇને બે તાળી
                ગરબે ઘુમતી,જગની આ નારી
ઓ મા,મારી અંબે,મારી કાળકા,માડી બહુચર
        રમવા આવોને મારે ગરબે રે ઓ માવડી
                       ………માડીને ગરબે,દઇને બે.
મા અંબા પધારે…(૨), રુમ ઝુમ કરતી
                   સાથે સહેલીઓ, ગરબે મારે
શોભા અનેરી,કહી શકાય ના
             નાકે છે નથણી,ને હાથે ગુલાલ છે
પગમાં….(૨)  ઝાંઝર ઝમકે રે
                        ……….માડીને ગરબે,દઇને બે.
પાવા તે ગઢથી…(૨) ઉતરી મા કાળકા
                       આંખે અનેરુ તેજ છે
શીતળ છે તારા, હાથની રે કૃપા
                        ભવસાગર તરનારને
જગની ઓ મા..(૨), તુ તારણહાર રે
                          ………માડીને ગરબે,દઇને બે.
મા બહુચર તારી ..(૨) ભક્તિ લાગી
                        ગરબે મારે પધારજે
ચુંદડી તારી, લાલ ગુલાલ છે
                       ભાલે તારે તેજ અનેરુ
તું આવી …(૨) ગરબે ઘુમજે માડી
                         ……..માડીને ગરબે,દઇને બે

…..જય જય અંબે,જય જય કાળકા,જય જય બહુચરમા…….
_______________________________________

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment