October 11th 2009

શિયાળાની શીતળતા

                  શિયાળાની શીતળતા

 તાઃ૧૧/૧૦/૨૦૦૯                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

પવનની મીઠી લહેર મળે,ને ઉમંગ આનંદ વિભોર
હૈયે ઉભરે હેત કુદરતથી, એ છે  શિયાળાની પહોર
                         ……પવનની મીઠી લહેર મળે.
પંખીડાનો મીઠો કલરવ, ને ફરર ફરર ઉડતા જાય
ચકલીની ચીંચીં સંભળાય,ત્યાં કોયલનો ટહુકોથાય
મધુર પવન મહેંક લાવે,જે જીવનને મહેંકાવી જાય
કરુણા માનવીપરપ્રભુની,મહેનતથી જીવન હરખાય
                         ……પવનની મીઠી લહેર મળે.
પરમાત્માની  દ્રષ્ટિ નિરાળી,સુર્ય કીરણથી મેળવાય
કોમળતા કીરણોની અવનીએ,પ્રભાતે પામી લેવાય
ઠંડોપવન ને ઠંડી લહેર,જગતજીવને શાંન્તિ દેવાય
મળી જાય પ્રેમ કુદરતનો,ત્યાં જીવન પાવન થાય
                            ……પવનની મીઠી લહેર મળે.

@@@@@@@@@@@@@@@@@@@@@@@@

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment