July 1st 2012
. પ્રાસંગીક પ્રેમ
તાઃ૧/૭/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
લાવજો પ્રેમ અંતરનો સાચો,જે પ્રસંગને સ્પર્શી જાય
જીવનેઆનંદ થાયઅનંત,જ્યાં સાચોસ્નેહ મળી જાય
. ………………..લાવજો પ્રેમ અંતરનો સાચો.
આજે આવજો કાલે આવજો, હૈયે શીતળ સ્નેહ રાખજો
નાઅપેક્ષા કોઇ રહે મનમાં,એવી સુખશાંન્તિને લાવજો
અનંતસ્નેહ નાઉભરેહૈયે,જીવને માયામોહથી બચાવજો
આવી પ્રાસંગીક પ્રેમ મેળવજો,જીવનમાં રાહ મેળવજો
. …………………લાવજો પ્રેમ અંતરનો સાચો.
વાણી વર્તન સાચવી આવજો,મનથી સ્નેહ તમે પામશો
કુદરતનીકૃપા એતો છે કેડી,જીવને શાંન્તિ સદાય મળશે
શ્રધ્ધાએ તો મનથી રહેતી,જલાસાંઇની ભક્તિથી ફળશે
અંત દેહનો આઉજ્વળ બનશે,જ્યાં તમોને શ્રધ્ધા મળશે
. …………………લાવજો પ્રેમ અંતરનો સાચો.
======================================
June 28th 2012
. .વિદાયની પળ
તાઃ૨૮/૬/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આવ્યો જગમાં જીવ દેહ ઘરી,એ કર્મની કેડી કહેવાય
નાસમજ આવે જગે કોઇને,ક્યારે મળે વિદાયની પળ
. …………………આવ્યો જગમાં જીવ દેહ ઘરી.
જીવને વળગે માયા દેહે,જગતમાં નાકોઇથી છટકાય
શાંન્તિનો સહવાસરાખીને,મળતી કેડીએજ છે ચલાય
મળે શાંન્તિ જીવને ત્યારે,જ્યારે દુઃખ દુર ભાગી જાય
દુઃખ દારિદ્રને વિદાય મળતાં,જીવ અવનીએ હરખાય
. …………………આવ્યો જગમાં જીવ દેહ ઘરી.
દુઃખનીકેડી ન્યારીજીવનમાં,જ્યાં કર્મ વંદનથી સંધાય
દેહનો સંબંધ એ કુદરતનીકૃપા,જગે સૌને એ સમજાય
સ્નેહાળજીવની માયાલાગતા,વિદાયે દુઃખ અનુભવાય
મુક્તિમાર્ગનીરાહ માગતા પ્રભુથી,જીવનો ઉધ્ધારથાય
. …………………..આવ્યો જગમાં જીવ દેહ ઘરી.
—-__—-_–__-_—–_—–__—__—___–_—_—-
June 21st 2012

.
.
.
.
.
.
.
.
.
.
.
.
. ચી.હીમાનો જન્મદીવસ
તાઃ૨૧/૬/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પુર્ણ કરે આશા જીવનની,એ અમારી જન્મદીવસની ભેંટ
જલાસાંઇની કૃપા મળે હીમાને,અંતરથી નીકળે એ વ્હેણ
. ………………..પુર્ણ કરે આશા જીવનની.
સદા સ્નેહ મળે રવિનો,ને મળે અમારા દીલથી આશીર્વાદ
નિર્મળ જીવનમાં સૌનોપ્રેમમળે,ને ઉજ્વળજીવનનો સાથ
અંતરમાં ઉભરે ઉમંગ અમારે,જે હીમાને દઈદે સદાય હેત
તન મન ધનથી સુખી રહે,એ જ અમારા અંતરના આદેશ
. …………………પુર્ણ કરે આશા જીવનની.
સંસ્કારની કેડી મળે જલાસાંઈથી,જે જીવનને દઈ દે મહેંક
પ્રેમ મળે જીવનમાં સૌનો હીમાને,નેઅંતરથી નીકળે સ્નેહ
વર્ષોવર્ષની સરળકેડી મેળવી લે,સુખ શાંન્તિય મળી જાય
આજકાલના સમયની સરળ રાહે,વર્ષોવર્ષ એ જીવી જાય
. ………………….પુર્ણ કરે આશા જીવનની.
*************************************************************
. મારા પુત્ર ચી.રવિની જીવનસંગી ચી. હિમા નો આજે જન્મદીવસ છે.
સંત પુજ્ય જલાસાંઇને હ્ર્દયથી પ્રાર્થના કે તેને સુખ શાંન્તિ અને ભક્તિ આપી
જીવને સર્વ રીતે પવિત્ર જીવનમાં સુખી રાખે એવા અમારા આશીર્વાદ છે.
લી.પ્રદીપ,રમા,બહેન દીપલ અને નિશીતકુમારના જય જલારામ,જય સાંઇરામ.
=============================================
June 17th 2012

.
.
.
.
.
.
.
.
. શિવરાત્રી
તાઃ૧૭/૬/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પ્રભુ ભોલેનાથની ભક્તિ કરતાં,મન મારુ હરખાય
શિવરાત્રીનો આનંદ માણતાં,સૌ ભક્તો રાજી થાય
. …………………પ્રભુ ભોલેનાથની ભક્તિ કરતાં.
ૐ નમઃ શિવાયના એક જાપથી,જીવને આનંદ થાય
માતા પાર્વતીનો પ્રેમ મળતાં,શાંન્તિ સદા મળી જાય
ગજાનંદનીકલમ ચાલતાં,જીવનોજન્મસફળથઈજાય
મોહમાયાની ચાદર છુટતાં,દેહે પાવન કર્મ મળી જાય
. ………………….પ્રભુ ભોલેનાથની ભક્તિ કરતાં.
ભક્તિનો સંગાથ જીવનમાં,જીવની પળે પળ સચવાય
અંતરમાં આનંદ અનેરો ,ના જગતે ક્યાંયથી મેળવાય
શિવપિતા ને માતા પાર્વતીની,કૃપાએ સ્નેહ મળી જાય
જન્મસફળની કેડીમળતાં,જીવના ભવોભવ સુધરીજાય
. …………………પ્રભુ ભોલેનાથની ભક્તિ કરતાં.
=====================================
June 12th 2012
. .બચાવજો
તાઃ૧૧/૬/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આવતી જગતની આંટીધુંટી,ને આવતી મોહમાયાની જાળ
કરજો કૃપા કરુણાધારી ભોલે,મળેલ જન્મ સાર્થક થઈ જાય
. ……………………આવતી જગતની આંટીધુંટી.
ભક્તિભાવને રાખી હૈયે સવાર સાંજ,પુંજન અર્ચન થાય
મનની શાંન્તિ પકડી રાખજો.ને હૈયાને રાખજો હેમખેમ
કર્મનીકેડી દેજો પ્રેમભાવની,સૌનો પ્રેમ મેળવી હરખાય
આવજો અંતરમાં પળેપળ,ને જીવનમાં મળે દેહને પ્રેમ
. …………………..આવતી જગતની આંટીધુંટી.
મોહમાયાને રાખજો દુર,ને ભક્તિ પ્રેમની વર્ષા મેળવાય
સોમવારનીશીતળસવારે,મનથી ૐનમઃશિવાયબોલાય
કરુ સ્મરણહુંભોલેનાથનું,કરીકરુણા જીવનો કરજો ઉધ્ધાર
અંત દેહનો ઉજ્વળ કરજો,ને ખોલજો જીવના મુક્તિદ્વાર
. ……………………આવતી જગતની આંટીધુંટી.
============================
June 6th 2012
૬+૬=૧૨
તાઃ૬/૬/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
એક અંકમાં એજ અંક ઉમેરો,તો બમણુ તે થઇ જાય
માનવતામાં માનવતાં ઉમેરતાં,સાચો પ્રેમ મળી જાય
. …………………એક અંકમાં એજ અંક ઉમેરો.
કલમની કેડી પકડી ચાલતાં,કલમધારી જ મળી જાય
એક કલમને બીજી મળતાં,માતાસરસ્વતી રાજી થાય
શબ્દ સ્પર્શે દેહને જીવનમાં,ત્યાં ઉમંગો ઉભરાઇ જાય
માનવીની આમહેંકજગે,દીવસવાર મહીનાથી દેખાય
. ……………….એક અંકમાં એજ અંક ઉમેરો.
મળ્યો જન્મ અવનીએ,ના સાતવારથી બહાર જવાય
મહીનાની પણ એજ રીત,એજ જગતમાં પ્રભુનો ખેલ
અવનીપર જે આવ્યો જીવ,મૃત્યુ તેની સાથેજ છે છેક
કુદરતની આ અજબ લીલાથી,નાછટકી શકે કોઇ એક
. ……………….એક અંકમાં એજ અંક ઉમેરો.
++++++++++++++++++++++++++++++++++++++=
June 5th 2012
.
.
.
.
.
.
.
. .જન્મની તારીખ
તાઃ૫/૬/૨૦૧૨ (૫/૬/૧૯૪૯) પ્રદીપ બ્રહ્મભટ્ટ
જન્મ મળ્યો અવનીએ જીવને,એને જન્મ તારીખ કહેવાય
અવનીપર મળે દેહમાનવીનો,ત્યાં સગાસંબંધી મળીજાય
. ………………..જન્મ મળ્યો અવનીએ જીવને.
મળ્યો મને દેહ અવનીએ આજે,જ્યાં તારીખને સચવાય
બાળક હતો હું ત્યારે માબાપનો,જ્યાંઉંઆ ઉંઆ સંભળાય
આણંદ નામ હતુ એજ ગામનું,જ્યાં જીવને દેહ મળી જાય
માતાપિતાની લાગણી મેળવી,મળી રાહ ભક્તિની સંગાથ
. ………………જન્મ મળ્યો અવનીએ જીવને.
કેડી પકડી ભણતરની મનથી,ત્યાં રાહ જીવને મળી જાય
આજ કાલને ઉજ્વળ રાખવા,જલાસાંઇનો સંગ થઈ જાય
વિદેશની ધરતી પર આવી,મહેનતનો સંગ દેહથી બંધાય
સંતાનોને સાચી રાહમળી,પરમાત્માની અઢળક કૃપા થાય
. ………………..જન્મ મળ્યો અવનીએ જીવને.
મળ્યો સંગ રમાનો મને જીવનમાં,ઉજ્વળ રાહ મળતી જાય
દીપલ રવિને સંસ્કાર દીધા રમાએ,સુખ શાંન્તિનીવર્ષા થાય
મહેનતનો સંગ રાખી જીવનમાં,ભક્તિનો લીધો નિર્મળ સંગ
મુક્તિનીકૃપા માગી શ્રીજલાસાંઇથી,ના લાગે બીજો કોઇ રંગ
. ………………… જન્મ મળ્યો અવનીએ જીવને.
*****************************************************
. .મારા જન્મ દીવસે પુજ્ય જલારામ બાપા અને પુજ્ય વ્હાલા સાંઇબાબાને
પ્રભાતે દીવો આરતી અને વંદન કરીને પ્રાર્થના કરુ છું કે મારા જીવને દેહ આપનાર
મારા માતાપિતા તથા મારી પત્ની રમા,મારા સંતાન દીપલ,રવિ સાથે નિશીતકુમાર
અને અ.સૌ.હિમાના જીવને દેહ મુકે ત્યારે જીવને મુક્તિ આપી તમારા ચરણની સેવામાં
સ્થાન આપશોજી.
લી.આપના સંતાન પ્રદીપની જન્મદીને પ્રાર્થના.
June 3rd 2012
. .રાવણયાત્રા
તાઃ૩/૬/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
લંકેશ્વરની અજબ ભક્તિએ,ભોલેનાથની અખંડ કૃપા થાય
સતયુગની એક અજબકેડીએ,નાકોઇ માનવીથી પહોંચાય
. ………………લંકેશ્વરની અજબ ભક્તિએ.
સાચી ભક્તિ મનથી કરતાં,શીવજીની દયા દ્રષ્ટિ થઈ જાય
ભોલેનાથના આશિર્વાદ મળતાં,ના કોઇથીય તેને અંબાય
માગી લીધી અજબશક્તિ પ્રભુથી,જેને ના કોઇથી પહોંચાય
એવા લંકેશ્વરનોડંકો ભક્તિનો,આખીદુનીયામાં વાગતોજાય
. ……………….લંકેશ્વરની અજબ ભક્તિએ.
અહંકારને નાઆંબી શકેકોઇ,એ જીવની જીંદગી બગાડીજાય
સમયની કેડી સંકેલાતા,રાજા રાવણની મતિ ભ્રષ્ટ થઈ જાય
સીતાજીનાઅપહરણની કેડીને લેતાં,પ્રભુરામને મળ્યોપડકાર
પરમાત્માના એસ્વરૂપે,રાવણની જીવનયાત્રા પુરી થઈ જાય
. ………………..લંકેશ્વરની અજબ ભક્તિએ.
**********************************************************
May 20th 2012

ઉજ્વળ કેડી
તાઃ૧૮/૫/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અભિનંદનના વાદળ ઘેરાતા,સુગરલેન્ડે પ્રેમની વર્ષા થઇ
ગાંધી હિમેશભાઇને સફળતા દેવા,સૌના પ્રેમે વૉટીંગ થઈ
મળતાં પ્રેમ પિતા મુકુન્દભાઇનો,ભણતરની કેડી મળી ગઈ
સરળતાની કેડી મળી ગઈ,જ્યાં સાચા મનથી મહેનત થઇ
ઉજ્વળતા આવી છે બારણે આજે,જે લાયકાતે જ મળી ગઈ
અભિનંદન છે પ્રદીપ રમાના આજે,સંગે રવિ હિમાનો સ્નેહ
સરળ જીવનનીકેડી સાચવી,સૌના દીલને જીત્યા તમે અહીં
આદર,માન ને સન્માન મળ્યા,જ્યાંસૌની હિંમત ભેગી થઈ
પ્રીતપ્રેમની સાંકળ હિમેશભાઇની,સાચા સ્નેહથી ભરાઇ ગઈ
મળી ગઈ સફળતા તેમને,એજ તેમની સિધ્ધી કહેવાઇ ગઈ
******************************************
. .શ્રી હિમેશભાઇ સુગરલેન્ડ સીટી કાઉન્શીલર તરીકે ચુંટાતા ગુજરાતીઓ
માટે એ ગૌરવ છે કે સાહિત્ય પ્રેમી અને એક ઉત્તમ કલાકાર શ્રી મુકુન્દભાઇ
ગાંધીના દીકરા સૌ જનતાનો પ્રેમ મેળવી ચુંટણીમાં જીત મેળવી અમેરીકામાં
અભિનંદન ને પાત્ર થતાં સૌ સાહિત્ય પ્રેમીઓના પ્રેમ રૂપે આ કાવ્ય અર્પણ
કરુ છુ. સ્વીકારી મને રૂણ મુક્ત કરશોજી. લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ.
May 20th 2012

.
.
.
.
.
.
.
.
.
.
.
.
. ચી.રાહુલની કેડી
તાઃ૧૯/૫/૨૦૧૨ હ્યુસ્ટન …..પ્રદીપ બ્રહ્મભટ્ટ
અભિનંદનની વર્ષા વરસતા,દીકરો રાહુલ હરખાઇ જાય
એન્જીનીયરીંગની ડીગ્રી મેળવતાં,પપ્પામમ્મી રાજી થાય
. ………..અભિનંદનની વર્ષા વરસતા.
પાળજ ગામને પાછળ મુકી,પ્રકાશભાઇ હ્યુસ્ટન આવી જાય
હીનાની હૈયા લાગણી લઈને,બંન્ને અહીંયા મહેનત કરી જાય
માબાપની મહેનતુ કેડી જોતાં,રાહુલને સાચી રાહ મળી જાય
ભણતરની સાચી લાગણી રાખતાં,જીવનમાંસફળતા મળી જાય
. ……….અભિનંદનની વર્ષા વરસતા.
નિર્મળ પ્રેમની ગંગા લઈને,મમ્મી હીના આજે ખુબ હરખાય
પતિ પ્રકાશની સાચીરાહે,બંન્નેના જીવન ભક્તિએ ઉજ્વળ થાય
આનંદનો આ પ્રસંગ અનેરો,કાકા કૌશિકભાઇ ખુશ થઇ જાય
ફોઇ પ્રેમીલાબેન પણ આવ્યા,જોઇ પ્રકાશ હીના ખુબ હરખાય
. ……….અભિનંદનની વર્ષા વરસતા.
પ્રદીપ રમાને પ્રીત પ્રકાશહીનાથી,સમયના સાથથી સમજાય
આજકાલને દુર મુકતાં હ્યુસ્ટન આવ્યાને,નવ વર્ષ પુરા થાય
ભક્તિની સાચી કેડીને સંગે,જીવનમાં રાત દિવસ ના દેખાય
શ્રધ્ધારાખી મહેનતકરતાં,આજે રાહુલને સાચીરાહ મળી જાય
. ……….અભિનંદનની વર્ષા વરસતા.
+++++++++++++++++++++++++++++++++++++++++++++