August 1st 2010
Home is Home
Dt:1/8/2010 pradip Brahmbhatt
If you go any where, to enjoy the day
to the hotel or to the motel;
to the garden or any big river
You will feel,you are wasting your day.
you spend your time, without using mind.
………..If you go any where.
If you eat cake in the kitchen
you will love the situation
seating in the chair near the table
you will feel that you are enjoying time
It’s really nice when you are sharing it twice
………If you go any where.
When you pray at your Home
You don’t need to go to the temple
it’s not necessary to show prayer
because it is for you and for your soul
Prayer comes from heart will stay with it too.
………..If you go any where.
================================
July 15th 2010
મળેલી પ્રેરણા
તાઃ૧૫/૭/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
લહીયાઓના લેખ વાંચતાં,ભઇ લખાઇ ગયુ છે કંઇક
માનવીની આ માનવતાએ,સર્જન થઇ રહ્યુ છે અહીં
……….. લહીયાઓના લેખ વાંચતાં.
બારાખડીના ભણતરમાં,ક ખ બોલતાં ગ ને ભુલતો તઇ
માસ્તર સાહેબની લાકડી પડતાં,હું અંગુઠા પકડતો ભઇ
……….. લહીયાઓના લેખ વાંચતાં.
એકબે પછી ત્રણચાર શીખ્યો,ત્યાં મારી મમ્મી ખુશ થઇ
મને ભણતો જોતા મારા પિતાને,હૈયે ટાઢક આવીજ ગઇ
……….લહીયાઓના લેખ વાંચતાં.
જીંદગીની આ ચાલતી ગાડી,હવે પાટા પર દોડતી થઇ
ભણતરની સીડી જોતાં વિચાર્યુ,મારે સોપાન ચઢવાભઇ
………..લહીયાઓના લેખ વાંચતાં.
સંસ્કાર સિંચન માબાપથી,ને મહેનતથી ભણતર મળ્યુ
આવી ઉભા અમે મુકામપર,જ્યાં પરદેશીનુ નામ મળ્યું
………. લહીયાઓના લેખ વાંચતાં.
સમયને નાપકડાય કોઇથી,પણ મહેનતે થોડો સાથ દે
સોપાન જીવનના સરળજોતા,મન લખવાનુવિચારી લે
………..લહીયાઓના લેખ વાંચતાં.
કદમ કદમને સમજતાં,તો ચાલી ગાડી નાઅટકી અહીં
એક એકની સરળતા મળતા,સૌનો સાથ લેતી એ થઇ
……….લહીયાઓના લેખ વાંચતાં.
લેખન વાંચનની નાની ટેવ,આવી સાથે મારી એ છેક
સાથમળતાં લહીયાઓનો,જીવને મળીગઇ જ્યોત એક
………લહીયાઓના લેખ વાંચતાં.
એક બે ગણતાં વિશાળ કુટુંબ,સર્જનતાય મળી ગઇ
મોહમાયાના બંધન છોડી,GSSનેમજબુત કરતી થઇ
……….લહીયાઓના લેખ વાંચતાં.
===============================
July 12th 2010
પારકી પાંખો
તાઃ૧૦/૭/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
વાદળ વાદળ જોતાં જોતાં,વિમાનમાં બેઠો ભઇ
પાંખોની ના જરૂર પડી,તોય ઉડવા લાગ્યો અહીં
……….વાદળ વાદળ જોતાં જોતાં.
પૃથ્વી પર ચાલવાને,સૌને પગની જરૂર પડે છે ભઇ
ના તાકાત કોઇની જગે,કે તેના વગરએ ચાલે અહીં
નાપંખી કહેવાય કે દેખાય,તોય ઉડી શકે અહીં તહીં
એવી શોધ માનવીની જગે,જે કરે સાગર પાર જઇ
……….વાદળ વાદળ જોતાં જોતાં.
પંખીને પ્રીત પાંખોથી,જે તેને જ્યાં ત્યાં લઇને જાય
પાંખ પ્રસારી ઉડતાં જગે,મુકામ પણ મેળવી લેવાય
માનવીને બે હાથછે,જે મહેનતે દે જીવનને એકમહેંક
પારકીપાંખોનો સહવાસ તો,ના સાથ દે જીવનમાંછેક
………વાદળ વાદળ જોતાં જોતાં.
==============================
July 9th 2010
પ્રસંગ પ્રેમ
તાઃ૯/૭/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
દુનિયાના દરબારમાં માનવી,અહીંતહીં ક્યાંક ઘુમ્યા કરે
આજે આવશે કાલે આવશે,તેમ પ્રસંગની રાહ જોયા કરે
……….દુનિયાના દરબારમાં માનવી.
જન્મ મળેલા જીવને જગતમાં,જન્મ દીવસની યાદરહે
આવતા પ્રસંગની ઉજ્વળતામાં,સદા હૈયે પ્રેમ રહ્યા કરે
……….દુનિયાના દરબારમાં માનવી.
બારાખડીના બંધન છુટતાં,ભણતરના સોપાન મળી જશે
ઉજ્વળ જીવનના સોપાનને જોતાં,ગ્રેજ્યુએશન યાદ રહે
………..દુનિયાના દરબારમાં માનવી.
જુવાનીના જોશને જોતાં,કળીયુગનો સહવાસ મળી જશે
સંગાથીની શીતળતાં લેતાં જીવ,લગ્નતીથીએ લહેર કરે
………..દુનિયાના દરબારમાં માનવી.
મળીજાય જ્યાં માયામનથી ,કુટુંબ કબીલાનો સાથ મળે
આશીર્વાદની લહેર સંતાને દેતાં,જન્મદીવસનો પ્રેમદીસે
………….દુનિયાના દરબારમાં માનવી.
જીવનની સરગમમાં રહેતાં,ઘણા સોપાન જીવનમાં હશે
લહીયાની લાયકાત મેળવતાં,શબ્દજગતમાં પ્રસંગમળે
………..દુનિયાના દરબારમાં માનવી.
ઉંમરમાં સહવાસ લાકડીનો,જે દેહનો સાચોસંગાથ બન્યો
મળ્યા સાહિત્યનાસોપાન,જ્યાં વિજયભાઇનો સાથમળ્યો
…………દુનિયાના દરબારમાં માનવી.
+++++++++++++++++++++++++++++++++++
July 6th 2010
સંત પુ.મોરારી બાપુના

ચરણે વંદન.
તાઃ૭/૭/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની અસીમકૃપા મળે,એવું જીવથી વિચારી ચાલુ
આશીર્વાદે આશા પુરણ થાય,એવા સંતછે પું. મોરારીબાપુ
………પરમાત્માની અસીમ કૃપા મળે.
અવનીપરના આગમને આ સંતના.પિતા છે પ્રભુદાસ બાપુ
શિવરાત્રીએ જન્મતા માતાસાવિત્રીબાને મળ્યુતેમનુ માગ્યુ
દાદાના આશીર્વાદ મળતા,મળ્યા ભક્તિથી ઉજ્વળ સંસ્કાર
શિક્ષકનો વ્યવસાય મુકી,૧૯૬૬થી ખોલ્યા મુક્તિતણાએ દ્વાર
…………પરમાત્માની અસીમ કૃપા મળે.
કુદરતની કૃપા ગુજરાતપર,મળ્યા જલારામ ને મોરારીબાપુ
સંસારની કેડી પર ચાલતાં,રાહ બતાવી જીવન જીવવું સાચું
ભક્તિભાવને સંગે રાખી,કર્મબંધનથી જીવને મુક્તિએ દેનારુ
પધારજો મોરારીબાપુ ઘેરઅમારે,જીવોની મુક્તિરાહ હું માગુ
……….પરમાત્માની અસીમ કૃપા મળે.
લેણદેણની સાંકળ જીવ સાથે,જ્યાં કર્મ તણા બંધનનો રંગ
પ્રદીપ,રમા,રવિ,દિપલ ને નિશીત,વંદે ભક્તિભાવને સંગ
કૃપા પરમાત્માનીમળે જીવે,જ્યાં સાચા સંતને વંદન થાય
ઉજ્વળ જીવનની લકીર લેવા,વિનંતી કરીએ બાપુને આજ
………..પરમાત્માની અસીમ કૃપા મળે.
ૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐ
હિન્દુ ધર્મના સંત પુ.મોરારી બાપુને આ કાવ્ય અમારી પ્રભુ ભક્તિ
અને સાચી શ્રધ્ધાથી વંદન સહિત તેમના ચરણોમાં યાદગીરી રૂપે અર્પણ.
લી.પ્રદીપ,રમા,રવિ,દીપલ,નિશીતકુમાર.પુ.શકુબેનતથા પુ.સુરેશકુમારના વંદન.
હ્યુસ્ટન,ન્યુ જર્સી,યુ.એસ.એ. તાઃ૭મી જુલાઇ,૨૦૧૦
July 3rd 2010

રમાનો જન્મદીવસ
તાઃ૩/૭/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ઉમંગ આવે હૈયે ત્યારે,નીજ આંખમાં અશ્રુ ઉભરાય
ત્રીજી જુલાઇઆવેત્યારે,રમાનો જન્મદીવસ ઉજવાય
……….ઉમંગ આવે હૈયે ત્યારે.
બારાખડીથી બહાર નીકળતાં,ભણતર પકડાઇ જાય
પેન કાગળ હાથમાં આવતાં,જીવન ઉજ્વળ દેખાય
મેળવી પ્રેમ માબાપનો,રમાએ મેળવ્યા છે સોપાન
જીવન સાથી મારી બનતાં,સંત જલાસાંઇ હરખાય
………ઉમંગ આવે હૈયે ત્યારે.
રવિ,દિપલને સંસ્કારદીધા,ને લીધો ભક્તિનોસંગાથ
જન્મ અમારો સાર્થક થશે,ને મળશે સતકર્મોની દોર
આણંદ છોડી હ્યુસ્ટન આવ્યા,આ છે લેણદેણની જોડ
ભક્તિનો સંગાથ મળતાં,લાગે ખુલતાં મુક્તિના ડોર
……….. ઉમંગ આવે હૈયે ત્યારે.
જન્મદિનની શુભભાવના,લાવ્યા જલાસાંઇને શરણે
માગણી પરમાત્માનેચરણે,જીવને ભક્તિસાચી દેજો
માનવ જીવનની વ્યાધીઓને,ભક્તિથીજ ઉલેચીએ
ને આશીર્વાદમળે વડીલોના,જે જીવન ઉજ્વળ દઇદે
……….. ઉમંગ આવે હૈયે ત્યારે.
***************************************
June 21st 2010
મધર,ફાધર ડે
તાઃ૨૧/૬/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સંતાનોને જ્યાં સ્નેહ મળે,ત્યાં તો મધર ડે વખણાય
મળે જ્યાં લાયકાત જીવનમાં,ત્યાં ફાધર ડે ઉજવાય
………..સંતાનોને જ્યાં સ્નેહ મળે.
કઇ કેડી ક્યારે મળશે જીવનમાં,નાકોઇથી બતાવાય
ચણતર જીવનના સમજાય,જ્યાં સોપાનો છે દેખાય
મળી ગયો જ્યાં હેતપ્રેમનો,ના અડચણ કોઇ અડાય
ઉજ્વળતાની ત્યાં રાહમળે,જ્યાં માનોપ્રેમ મેળવાય
………..સંતાનોને જ્યાં સ્નેહ મળે.
લાગણીના દરીયામાં રહેતાં,જીવન નૈયા ડોલતી જાય
હલેસા બને સંતાન સહવાસે,ત્યાં આખો તરીજ જવાય
સથવાર પતિપત્નીનો સંગેરહે,જ્યાં સંસ્કારને સહવાય
આગલી વ્યાધી ભાગી જાય,જ્યાં ભુતકાળને સચવાય
……….સંતાનોને જ્યાં સ્નેહ મળે.
મળે મહેનતને ખંત લગનથી, સરળતા મળતી જાય
આંગળી ચીંધી સંતાનને,પકડતાં ફાધર ખુબ હરખાય
મળે સિધ્ધિનાસોપાન જગે,જ્યાં લાયકાત મળી જાય
સંતાનને બારણે સફળતાજોતાં,ફાધર ડે ઉજવાઇજાય
……….સંતાનોને જ્યાં સ્નેહ મળે.
……$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$……
June 10th 2010
दीलमें दर्द
ताः१०/६/२०१० प्रदीप ब्रह्मभट्ट
जीवनकी ये राहो पर,कहीं कभी कोइ मील जाता है
सबके साथ यु चलनेमें,वक्तपे पताभी चल जाता है
………..जीवनकी ये राहो पर.
अपनोका समझके प्यारमीले,खुशी बहोत आ जाती है
दीलको मेरे जब चैन मिले,तब प्यार उभरभी आता है
दीलसे सभीको चाहत है,ओर नालगता कोइ पराया है
अनजान समझके कोइखेले,तब दीलमें दर्द ही होता है
……….जीवनकी ये राहो पर.
समयने मुझको समझा दीया,कौन अपना कौन पराया
मानवताकी महेंक को लेके,समझ रहा सबको सथवारा
आया आज समझ में मेरे,कीसका बसेरा मेरे दीलमे है
मेरे है जो मेरेसाथ ही चलते,ना उससे कोइ बटवारा है
……….जीवनकी ये राहो पर.
==============================
June 6th 2010
એ આવ્યો
તાઃ૬/૬/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવનની શીતળ લહેર સંગે,મધુરમીઠી સુવાસ લઇને
એ આવ્યો મેધનાદ લઇને,વરસી રહ્યો વરસાદ આજે
…………પવનની શીતળ લહેર સંગે.
અવનીપરના આગમને,જગત જીવ હેત પ્રેમે હરખાય
વરસાદની એક બુંદજ મળતાં,પૃથ્વી મહેંકીજાય આજે
શીતળ વાયરો દેહને સ્પર્શે,માનવદેહ જગત પર હરખે
મળતાં સહવાસ શાંન્તિલાવે,માનવદેહે ઉજ્વળતાઆવે
…………પવનની શીતળ લહેર સંગે.
હૈયે ટાઢક,દેહે ટાઢક,મળે જગતના જીવને સાચી ટાઢક
મહેર અવની પર સુગંધ લાગે,શબ્દ મળેના તેના માટે
પવનનીલહેર શીતળતાલાવે,ઉજ્વળ જીવનત્યારે લાગે
મળી જાય શાંન્તિ મનને,એ આવ્યો આ વરસાદ ત્યારે
………પવનની શીતળ લહેર સંગે.
============================
June 6th 2010

જન્મદીને પ્રાર્થના
તાઃ૫/૬/૨૦૧૦ (૫/૬/૧૯૪૯) પ્રદીપ બ્રહ્મભટ્ટ
જન્મ મળ્યો માનવીનો,આજીવ પર પ્રભુ કૃપા કહેવાય
માબાપ,ભાઇ બહેનની સાથે,સ્નેહાળપ્રેમીઓ છે હરખાય
અવનીપર આવતાંદેહને,નામ પ્રદીપ બ્રહ્મભટ્ટ મળીજાય
………..જન્મ મળ્યો માનવીનો.
બાળપણમાં મળ્યોપ્રેમ,જે સંતાન બની મેં માણી લીધો
ઘોડીયામાં આનંદ મળ્યો,મા જશોદાનો મળ્યો કનૈયાને
પ્રાર્થના અને પ્રેમ સ્વીકારી,પ્રભુએ કર્યો ઘણો જ ઉપકાર
ભણતરના સોપાને સિધ્ધી દીધી,મને મળીગયા સોપાન
……….જન્મ મળ્યો માનવીનો.
જન્મ જીવના બંધન છોડી પ્રભુ,આજીવને મુક્તિ જ દેજો
અખંડ ચરણની સેવા હું માગી,કર્મના બંધનથી જ નીકળુ
માનવતાની મહેંક પ્રસરે,ને નારહે આ જીવનની અપેક્ષા
દેહના બંધનથી દુરજ રહેતા,જીવ રહે જલાસાંઇને શરણે
………..જન્મ મળ્યો માનવીનો.
=================================