July 9th 2010

પ્રસંગ પ્રેમ

                          પ્રસંગ પ્રેમ

તાઃ૯/૭/૨૦૧૦                                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

દુનિયાના દરબારમાં માનવી,અહીંતહીં ક્યાંક ઘુમ્યા કરે
આજે આવશે કાલે આવશે,તેમ પ્રસંગની રાહ જોયા કરે
                         ……….દુનિયાના દરબારમાં માનવી.
જન્મ મળેલા જીવને જગતમાં,જન્મ દીવસની  યાદરહે
આવતા પ્રસંગની ઉજ્વળતામાં,સદા હૈયે પ્રેમ રહ્યા કરે
                         ……….દુનિયાના દરબારમાં માનવી.
બારાખડીના બંધન છુટતાં,ભણતરના સોપાન મળી જશે
ઉજ્વળ જીવનના સોપાનને જોતાં,ગ્રેજ્યુએશન યાદ રહે
                        ………..દુનિયાના દરબારમાં માનવી.
જુવાનીના જોશને જોતાં,કળીયુગનો સહવાસ મળી જશે
સંગાથીની શીતળતાં લેતાં જીવ,લગ્નતીથીએ લહેર કરે
                         ………..દુનિયાના દરબારમાં માનવી.
મળીજાય જ્યાં માયામનથી ,કુટુંબ કબીલાનો સાથ મળે
 આશીર્વાદની લહેર સંતાને દેતાં,જન્મદીવસનો પ્રેમદીસે
                       ………….દુનિયાના દરબારમાં માનવી.
જીવનની સરગમમાં રહેતાં,ઘણા સોપાન જીવનમાં હશે
લહીયાની લાયકાત મેળવતાં,શબ્દજગતમાં પ્રસંગમળે
                          ………..દુનિયાના દરબારમાં માનવી.
ઉંમરમાં સહવાસ લાકડીનો,જે દેહનો સાચોસંગાથ બન્યો
મળ્યા સાહિત્યનાસોપાન,જ્યાં વિજયભાઇનો સાથમળ્યો
                           …………દુનિયાના દરબારમાં માનવી.

+++++++++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment