June 6th 2010

એ આવ્યો

                         એ આવ્યો

તાઃ૬/૬/૨૦૧૦                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

પવનની શીતળ લહેર સંગે,મધુરમીઠી સુવાસ લઇને
એ આવ્યો મેધનાદ લઇને,વરસી રહ્યો વરસાદ આજે
                        …………પવનની શીતળ લહેર સંગે.
અવનીપરના આગમને,જગત જીવ હેત પ્રેમે હરખાય
વરસાદની એક બુંદજ મળતાં,પૃથ્વી મહેંકીજાય આજે
શીતળ વાયરો દેહને સ્પર્શે,માનવદેહ જગત પર હરખે
મળતાં સહવાસ શાંન્તિલાવે,માનવદેહે ઉજ્વળતાઆવે
                        …………પવનની શીતળ લહેર સંગે.
હૈયે ટાઢક,દેહે ટાઢક,મળે જગતના જીવને સાચી ટાઢક
મહેર અવની પર સુગંધ લાગે,શબ્દ મળેના તેના માટે
પવનનીલહેર શીતળતાલાવે,ઉજ્વળ જીવનત્યારે લાગે
મળી જાય શાંન્તિ મનને,એ આવ્યો આ વરસાદ ત્યારે
                          ………પવનની શીતળ લહેર સંગે.

============================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment