June 4th 2010

શ્રધ્ધાંજલી…..

 

 

 

 

 

 

 

 

                      શ્રધ્ધાંજલી…..

તાઃ૪/૬/૨૦૧૦                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

હસતા મુખેજ મૃત્યુને ભેટ્યાં,મુકી ગયાછે એ પ્રેમની સુવાસ
આદિલભાઇની ગઝલન્યારી,જેમાં મા સરસ્વતીનો સહવાસ
                                 ………હસતા મુખેજ મૃત્યુને ભેટ્યાં.
ગઝલમાં એ ગણનાયક જેવા,જીવન ઉષ્મા ભર્યુ કરીજાય
શબ્દે શબ્દની કેડી પણ ન્યારી,જે નાનામોટાથી સમજાય
ઉમંગ શોકને પારખી લઇને,શબ્દોના સજાવે એ શણગાર
કૃપામાની આંગળીએ રહેતી,જે કલમથકી કાગળ પરજાય
                            …………હસતા મુખેજ મૃત્યુને ભેટ્યાં.
દેહ ત્યજો એ જીવના બંધન,ના કોઇથી અવનીએ છોડાય
યાદ બને સંભારણા જગતમાં,જે કલમ લેખકની કહેવાય
ગઝલ તમે આજે વાંચી,કાલે વાંચસો ને ભવિષ્યે વંચાય
જીવને શાંન્તિ પ્રભુ પણ દેશે,જે વાંચીને હજારોછે હરખાય
                             ………….હસતા મુખેજ મૃત્યુને ભેટ્યાં.

===============================

          ગુજરાતી ભાષાના મહાન લેખક અને ગઝલકાર સદગત
શ્રી આદિલભાઇને હ્યુસ્ટન હંમેશાં યાદ કરે કારણ તેમણે અહીં આવી
ગુજરાતી સાહિત્ય સરિતાને પગથીયા આપ્યા છે.તે મહાન અને
પવિત્ર આત્માને અમારા સૌ તરફથી શ્રધ્ધાંજલી રુપે લખેલ કાવ્ય
અર્પણ. ……..પ્રદીપ બ્રહ્મભટ્ટ.