June 1st 2010

કરુણા કુદરતની

                      કરુણા કુદરતની

તાઃ૧/૬/૨૦૧૦                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

શિયાળાનો શીતળ વાયરો,શીતળતા દઇ જાય
વાયરાની એકજ ઝલકથી,હૈયે ટાઠક મળી જાય
               ………..શિયાળાનો શીતળ વાયરો.
ઉદયઅસ્તનો વાયરો એવો,માનવમન મલકાય
કુદરતની આ કરુણાન્યારી,ના જગતમાં સમજાય
એકલહેર જેમ પ્રેમની મળે,ને મનડુ હરખાઇ જાય
વાયરાની શીતળલહેરમાં,આ જીવન ઉજ્વળથાય
                     ………..શિયાળાનો શીતળ વાયરો.
ઉનાળાના ઉજાસનેલેતાં,માનવી પરસેવે લબદાય
ઉકળાટ મનને ત્યાં મળે,જ્યાં દેહનેગરમી અડીજાય
અકળામણના આશરે રહી,માનવી દીવસે અકળાય
સુર્યદેવના અતુટકિરણો,સુર્યાસ્તથી સૌ જગે હરખાય
                        ………શિયાળાનો શીતળ વાયરો.
ચોમાસાના કાળા વાદળ જોઇ,જગે ખેડુતો મલકાય
આગમનની વર્ષાને મેળવી,અવનીપર  ટાઠક થાય
અન્નદાનની આ શીતળશૈલી,ના માનવથી સમજાય
વરસી ગયેલા મેધની દેન,જગે અનાજ આપી જાય
                        ………શિયાળાનો શીતળ વાયરો.

       +++++++++++++++++++++++++

June 1st 2010

શબરીના રામ

                        શબરીના રામ

તાઃ૧/૬/૨૦૧૦                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

રામનામની અજબ શક્તિ,જે ભક્તિએ જ મેળવાય
જન્મની સાર્થકતા જ એમાં,જ્યાં પ્રભુ પરીક્ષા થાય
                       ……….રામનામની અજબ શક્તિ.
શબરી જેની ભક્તિ સાચી,ઝુંપડીએ પ્રભુ આવી જાય
શ્રધ્ધા સાચી પ્રભુમાં રાખી,ત્યાં મીઠા બોર થઇ જાય
પરમાત્માને મોંએ પહોંચતા,સાચી ભક્તિએ હરખાય
આંગણે આવી કર્તાર માગે,ત્યાં સાચો સ્નેહ મેળવાય
                     …………રામનામની અજબ શક્તિ.
મમતા મોહ ને માયા પ્રભુથી,ત્યાં દુનીયા દુર જાય
મંદીર,મસ્જીદ ના મહેલેમળે,પ્રભુ જંગલમાં પણજાય
તાંતણો ભક્તિનો છે મજબુત,જે રામનામથી ભજાય
પ્રેમ પામી પરમાત્માનો,શબરીનુ જીવન ધન્ય થાય
                     ……….. રામનામની અજબ શક્તિ.
અયોધ્યાપતિ શ્રીરામને,મળ્યો તો જંગલમાં વસવાટ
મહેલની માયા પાછળ રહેતા,દીધા જન્મોના સોપાન
રાવણનો સંહાર કરી જગતમાં,દીધો સત્કર્મોનો મુકામ
હનુમાનની ભક્તિબતાવી,કર્યો છે ભક્તોનો જ ઉધ્ધાર
                          ………રામનામની અજબ શક્તિ.

===========================