June 13th 2010

સમયની શોધ

                    સમયની શોધ

તાઃ૧૩/૬/૨૦૧૦                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

સમયને ક્યારનો શોધુ છું,પણ મને મળતો નથી
અહીંતહીં ક્યારનો ફરુ છું,છતાંય એ જડતો નથી 
                   …………સમયને ક્યારનો શોધુ છું.
બાળપણમાં બારાખડીમાં,હું ઘુમતો રહ્યો પળવાર
એકડો બગડો શીખી જતાં,પાસ થઇ ગયો હું બાર
                      ……….સમયને ક્યારનો શોધુ છું.
આગળ પગલું માંડવા,હું ચાલ્યો પછી કૉલેજ કાજ
મનમાં એમકે સમયમળશે,પણ નાઆવ્યો એ દ્વાર
                     ………..સમયને ક્યારનો શોધુ છું.
ભણતરની સીડીમેળવી,સોપાને મળી જીંદગીસાથ
પ્રેમની પકડી કેડીજીવનમાં,મળીગયો મને સંસાર
                       ……….સમયને ક્યારનો શોધુ છું.
સંસારીની સાંકળમાં જાતાં,સમય ના પકડાયો ભઇ
મનમાં એમકે આજેકેકાલે મળશે,પણ દેખાયો નહીં
                       ……….સમયને ક્યારનો શોધુ છું.
જીંદગીની ચાલતી ગાડીએ,ઘડપણની અસર થઇ
પ્રભુ ભજવાનો સમયગયો,નાપકડી શક્યો હું અહીં
                     …………સમયને ક્યારનો શોધુ છું.

=============================