June 17th 2010

મંજીરાના તાલ

                     મંજીરાના તાલ

તાઃ૧૭/૬/૨૦૧૦                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

મંજીરાના તાલ સાંભળતાં,મનમાં કંઇ કંઇ થાય
ઉમંગ આવે અંતરમાં અનેરો,ના કોઇથી કહેવાય
                        …………મંજીરાના તાલ સાંભળતાં.
ઉગમણી ઉષાને નિરખવા,બંધ આંખો જ્યાં ખુલી જાય
પ્રભાતના સોનેરી કિરણોની,ત્યાં મહેંક પણ મળી જાય
લહેર પવનની શીતળમળતાં,જગે આનંદઆનંદ થાય
શબ્દોનીય સમજ મળે,જ્યાંમંજીરાના તાલ મળી જાય
                           ………..મંજીરાના તાલ સાંભળતાં.
ભક્તિનો અણસાર એવો,જગતમાં કોઇથીય ના કહેવાય
મનથી કરેલ ભક્તિમાં તો,પરમાત્માનો પ્રેમ મળી જાય
ખંજરીના ખણખણાટની સાથે,મળીજાય મંજીરાના તાલ
ભક્તિના શબ્દોની જીવને,જીવનમાંવણઝાર મળી જાય
                           …………મંજીરાના તાલ સાંભળતાં.
આવી આંગણે મળે ભક્તિ,જીવને મળે જ્યાંસાચી શક્તિ
મળે માનવતા સંગે જીવનમાં,નેઆધી વ્યાધીથી મુક્તિ
સરળતાનો સહવાસ રહેતા,આમાનવ જન્મેજીવ હરખાય
અંત નિરાળો લાગેજીવને,ને અંતે જીવને મુક્તિમળીજાય
                            ………..મંજીરાના તાલ સાંભળતાં.

================================