June 23rd 2010

વ્હાલુ બાળપણ

                 વ્હાલુ બાળપણ

તાઃ૨૩/૬/૨૦૧૦                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

મને વ્હાલુ મારું બાળપણ,ના તકલીફ વ્યાધી કોઇ
ઘોડીયામાં હું ઝુલ્યા કરું,હિંચકાવે મારી વ્હાલી ફોઇ
                       ……….મને વ્હાલુ મારું બાળપણ.
મમ્મીની સૉડ મને મળે,આખી રાત હું નિંદર લઉ
ભુલથી જો મારી આંખ ખુલે,તો ટહુકો હું માને દઉ
ચાદરભીની થતાં રડુ,મા કોરામાં સુવાડી હેતે બહુ
જીવને અખંડ શાન્તિ મળે,ને વ્હાલ કરે ઘરમાં સૌ
                      ………. મને વ્હાલુ મારું બાળપણ.
ઘોડીયે પથારીએ રહ્યા કરું,ઝુલવાની લાગી માયા
રાજા શાહી નો લાભ મળે,ને  વ્હાલ કરે મને મારા 
દેહને શાંન્તિ જીવને પણ,ના ફીકર ને ચિંતા કોઇ
આરામ હરામ મોટાઓને,એ મને ના સ્પર્શે અહીં
                       ……….મને વ્હાલુ મારું બાળપણ.
ઉંમર થી હુ દુર રહું,તો મળી જાય મને સન્માન
દીવા ની ના જરુર પડે,એ સામેથી આવી જાય
મળી જાય તનમનને વિશ્રામ,બાળપણે લેવાય
ઉંમરવધતા ઓળખાય,જ્યાં વ્યાધીઓ શરૂથાય
                      ………..મને વ્હાલુ મારું બાળપણ.

(((((((=====)))))))(((((((======))))))