June 16th 2010

મેળવેલી લાયકાત

                         મેળવેલી લાયકાત

તાઃ૧૬/૬/૨૦૧૦                                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

દેહને જ્યારે સમયનુ ભાન થાય ત્યારે એ તેને પકડવા પ્રયત્ન કરે.
સમય તો કોઇથી પકડાતો નથી જ,હા તેની સાથે ચાલી શકાય પણ તે માટે મન,લગન, 
મહેનત  અને વિશ્વાસનો સહારો લેવો જ પડે.
માબાપનો પ્રેમ અંતરથી લેવા માટે તેમની સેવા મન,કર્મ અને વચનથી થાય તો મળવાની
શક્યતા છે.
સંતાન થવુ એ લાયકાત નથી પણ તે વર્તનથી સાર્થક થઇ શકે છે.
ભાઇબહેનનો પ્રેમ એ દેખાવથી નથી મળતો એ તો એક બીજાની આંખોથી જણાઇ આવે છે.
મનથી મહેનત કરતાં ભણતરની લાયકાત મેળવાય છે.
તનથી મહેનત કરતાં ઉજ્વળ સોપાન મેળવવાની લાયકાત મળે છે.
પતિપત્નીના પ્રેમમાં અન્યો અન્યના નિશ્વાર્થ પ્રેમની સાંકળ એ પાયો છે.
કોઇપણ કાર્યની સફળતામાં મળેલા સહકારની સરળતા ઉત્તમ ટેકો છે.
લખવું એ તો નાના બાળકનુ કામ છે પણ તમારા લખાણને કોઇ વાંચે તેમાં તો પ્રેમાળ લહીયાઓનો
સાથ છે જે પર મા સરસ્વતીનો હાથ છે.
              અને અંતે ……..
………..સાચી લાયકાત ન મેળવાય તો તે લ્હાય છે જેનાથી જીવનમાં કાતર મુકાય છે.

                       =====================================

June 16th 2010

માનવીની દોસ્તી

                  માનવીની દોસ્તી

તાઃ૧૬/૬/૨૦૧૦                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

કનુ,મનુની ચર્ચા ગામ આખામાં,ચૉરે ચબુતરે થાય
પ્રેમપ્રસંગ કે આધીવ્યાધી,તોય હાથ પકડી હરખાય
                             ………..કનુ,મનુની ચર્ચા ગામ.
આવે છોને ઘેરા વાદળ,કે પછી વાદળધોળા દેખાય
પ્રેમસાંકળ તેમણે જકડી,ગામમાં ના કોઇથી છોડાય
પડખે આવી ઉભા રહે ત્યાં,જ્યાં આવે અડચણ દ્વાર
સુળીનો ઘા સોયે સરવા,અડધી રાતે એ દોડી જાય
                             ………..કનુ,મનુની ચર્ચા ગામ.
મંજીરાના તાલસાંભળે,કે પછી તાલીઓના ગડગડાટ
ના ફેર તેમને પડે સાંભળી,એતો દુરના ડુંગર દેખાય
પ્રાણી,પશુ કે માનવીનીઆંખે,જ્યાં અશ્રુ વહેતા થાય
આવે દોડી વિશ્વાસ,શ્રધ્ધાએ,જે દુઃખને હળવુ કરીજાય
                             ……….. કનુ,મનુની ચર્ચા ગામ.
જન્મ તો જીવ મેળવે જગત પર,એ કર્મ જ કહી જાય
ભક્તિપ્રેમની સંગે જીવતાં,જીવપર પ્રભુ કૃપાથઇ જાય
ગામમાં ગુંજન કનુમનુનું,જે માનવીની દોસ્તી મનાય
સફળજન્મ ને સાર્થકજીવન,ના દેખાવથી કદીએ થાય
                                 ………..કનુ,મનુની ચર્ચા ગામ.

+++++++++++++++++++++++++++++++