June 7th 2010

દૌલત

                                  દૌલત

તાઃ૭/૬/૨૦૧૦                                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

શબ્દેશબ્દનો અર્થ સમજતાં જ,સાચી સમજ આવી જાય
દૌલત શબ્દની અનેકસમજ,કઇ છે સ્પર્શે ત્યારે સમજાય
                             ……….શબ્દે શબ્દનો અર્થ સમજતાં.
માનવદેહની મહેનતે મેળવેલ,મુડીને દૌલત છે  કહેવાય
જે સહવાસે દેહને માયામળે,જગતમાં મિલ્કત તે મનાય
અતિમિલ્કતની દૌલત મળતાંજ,તમારીમાનવતા હણાય
અભિમાનના વાદળઘેરાતાં,આ માનવજન્મ વેડફાઇજાય
                          ………..શબ્દે શબ્દનો અર્થ સમજતાં.
માબાપનાપ્રેમને સંતાનમેળવે,તે પ્રેમની દૌલત કહેવાય
સમજી વિચારી કરેલપ્રેમે,સંતાનના જીવન ઉજ્વળ થાય
અતિ પ્રેમનીવર્ષા થાય ત્યાં,તેમની જીંદગી વકરી જાય
જીવનનાસાદાસોપાનોએ,તકલીફોની વણઝારઆવીજાય
                          ………..શબ્દે શબ્દનો અર્થ સમજતાં.
ભક્તિમાં પણ આરીતનિરાળી,અતિ તેનેપણ સ્પર્શી જાય
મનમાં શ્રધ્ધારાખી ભક્તિકરતાં,સંસારે પ્રભુકૃપામળીજાય
ઉજ્વળ જીવન મળીજાય જીવને,ને સંતાનો પણ હરખાય
અતિભક્તિ મળી જાયતો,દેહનુ ભાન જીવપોતે ભુલીજાય
                         …………શબ્દે શબ્દનો અર્થ સમજતાં.

       +++++++++++++++++++++++++++

June 7th 2010

મારી ભક્તિ

                             મારી ભક્તિ

તાઃ૭/૬/૨૦૧૦                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

શ્રધ્ધા રાખી ભક્તિ કરુ હું,મનથી સ્મરણ કરુ પ્રભુનુ
મોહ માયાથી દુરજરાખી,ઉજ્વળ જન્મ માગુ પ્રભુથી
                          ……….શ્રધ્ધા રાખી ભક્તિ કરુ હું.
પ્રભાતઉજ્વળ જોવારોજની,સુર્યદેવનુ પુંજન કરુ છું
આગમને જેમ પૃથ્વીઉજાસે,જીવનમારું રહે સહવાસે
પ્રભુભક્તિ દે મનનેશાંન્તિ,ના મળે જીવને અશાંન્તિ
જલાસાંઇને શરણે હું રહેતાં,ભક્તિ મારી શાંન્તિ દેછે
                         ………..શ્રધ્ધા રાખી ભક્તિ કરુ હું.
માસરસ્વતીની કૃપામળી,ત્યાંજીવનેસાચીરાહમળીછે
મહેનતતનથીકરતાંઆજે,સંસારનીસૌ વ્યાધી ટળીછે
સમયપારખી ભક્તિ કરતાં,ઉજ્વળ પ્રભુકૃપા લીધીછે
સરળજીવન નેસાચીરાહ,સહવાસીઓથી આજેમળીછે
                           ……….શ્રધ્ધા રાખી ભક્તિ કરુ હું.
જગની માયા દુર રહીછે,ભક્તિ પ્રભુની મનથી કરી છે
માયાપ્રભુની મેળવી લીધી,શાંન્તિજીવને મળી ગઇ છે
ભક્તિનો અણસાર જલાથી,જીવને મુક્તિ દેશે જન્મથી
સાચીભક્તિની અજબશક્તિ છે.જીવે જગે જાણીલીધીછે
                           ………… શ્રધ્ધા રાખી ભક્તિ કરુ હું.

       ============================