June 19th 2010

થયેલ ભુલ

                         થયેલ ભુલ

તાઃ૧૯/૬/૨૦૧૦                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

પહેલી ભુલને હું માફ કરું,બીજીને કરે ભગવાન
ત્રીજી ભુલે થાપટ પડે,જ્યાં ધાવણ આવે યાદ
                   ………..પહેલી ભુલને હું માફ કરું.
ભુલાય જ્યાં સાંકળ સીધી,ત્યાં ભુલ શરૂ થાય
માને જ્યાં તે સાચીકેડી,ત્યાં વ્યાધી વધીજાય
                    ……….પહેલી ભુલને હું માફ કરું.
કરતાં કામ જીવનમાં,જ્યાં શ્રધ્ધાને સચવાય
ધીમી ગતીએ ચાલતાં,જીવન સરળ થઇજાય
                   ………..પહેલી ભુલને હું માફ કરું.
આગમન અવનીપર,માબાપની કૃપાએ થાય
વર્ષે એકવાર વ્હાલ કરી,ના તેમને તરછોડાય
                   ………..પહેલી ભુલને હું માફ કરું.
સંસ્કાર સાચવી પકડુ પાની,ભુલબધી સમજાય
આશીર્વાદ મળે હેતથી,ત્યાં જીંદગી સુધરીજાય
                    ……….પહેલી ભુલને હું માફ કરું.
માનવજીવન મહેંકીરહે,જ્યાં સમયને સચવાય
મતીનેમળે રાહજીવનની,ત્યાં ભુલ કદીનાથાય
                    ……….પહેલી ભુલને હું માફ કરું.

++++++++++++++++++++++++++++