June 29th 2010

જીવની જીદ

                        જીવની જીદ

તાઃ૨૯/૬/૨૦૧૦                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

જન્મ મળતાં જીવને  જગમાં,આનંદ આનંદ થાય
મળેલ દેહને માયા મળતાં, જીદમાં  જકડાઇ જાય
                    ………જન્મ મળતાં જીવને  જગમાં.
ઘોડીયું મળતાં જ બાળકને,માતાનો પ્રેમ મળીજાય
ઝુલતુ ઘોડીયુ અટકે જરા,ત્યાં ઉંઆ ઉંઆ થઈ જાય
માની મમતાની જીદની માગણી,મોં ખુલતા દેખાય
ઝુલણું માતાનુ સાંભળી દેહને,ઉંઘ પણ આવી જાય
                    ………જન્મ મળતાં જીવને  જગમાં.
જુવાનીના સોપાનો ચઢતાં,અનેક રસ્તાઓ દેખાય
મહેનત મનથી સમજતાં,આવતી કાલ ખુલી જાય
જીદ ભણતરની મનથી કરતાં,મહેનત સાચી થાય
ઉજ્વળતાની મહેર મળતાં,જીવન પણ મહેંકીજાય
                  ………. જન્મ મળતાં જીવને  જગમાં.
મળેલ દેહની સાર્થકતા, જીવની લાયકાત કહેવાય
મળે જીવને લકીર ભક્તિની,જે સંતથીજ મેળવાય
મનમાં રાખતા જીદ કૃપાની,જે શ્રધ્ધાએ મળીજાય
મુક્તિનો માર્ગ મોકળો,જે જીવની જીદથી થઇ જાય
                    ……….જન્મ મળતાં જીવને  જગમાં.

============================