June 21st 2010

જીવનો સહારો

                      જીવનો સહારો

તાઃ૨૧/૬/૨૦૧૦                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

કળા કુદરતની અતિ નિરાળી,જીવથી એ સમજાય
જન્મ મળતાં અવનીપર તેને,દેહથી પરખાઇ જાય
                   ……….કળા કુદરતની અતિ નિરાળી.
માનવ જન્મ મળતાં જીવને,અનેક સોપાનો દેખાય
જન્મને સાર્થક કરવા તેને,માર્ગ ઘણાય મળી જાય
ભક્તિમાર્ગને પકડી લેતાં,તો જન્મ સફળ થઇ જાય
કળીયુગની ભક્તિને છોડતાં,મનથી જ એ મેળવાય
                  ………..કળા કુદરતની અતિ નિરાળી.
દેહ મળે જ્યાં પ્રાણીનો,જીવને વ્યાધીઓ મળીજાય
ભુખતરસની ચિંતા એવી,નાબહાર તેનાથી અવાય
ડગલે પગલે  શોધરાખતાં,ડગમગ જીવનને જીવાય
ચેતનતાનો સંગછુટે ત્યાં,કોઇ માળો પણ તોડીજાય
                  ………..કળા કુદરતની અતિ નિરાળી.
ભક્તિનો એક સંગસાચો,જે માનવ દેહથી સમજાય
પળપળ પારખીચાલતાં,વ્યાધીઓ પણ અટકીજાય
મળીજાય સાચા સંતનો સંગ,તો પ્રભુકૃપા મેળવાય
જલાસાંઇની રાહ મેળવતાં,જીવને સહારો મળીજાય
                  ………..કળા કુદરતની અતિ નિરાળી.

============================

June 21st 2010

મધર,ફાધર ડે

                    મધર,ફાધર ડે

તાઃ૨૧/૬/૨૦૧૦                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

સંતાનોને જ્યાં સ્નેહ મળે,ત્યાં તો મધર ડે વખણાય
મળે જ્યાં લાયકાત જીવનમાં,ત્યાં ફાધર ડે ઉજવાય
                          ………..સંતાનોને જ્યાં સ્નેહ મળે.
કઇ કેડી ક્યારે મળશે જીવનમાં,નાકોઇથી બતાવાય
ચણતર જીવનના સમજાય,જ્યાં સોપાનો છે દેખાય
મળી ગયો જ્યાં હેતપ્રેમનો,ના અડચણ કોઇ અડાય
ઉજ્વળતાની ત્યાં રાહમળે,જ્યાં માનોપ્રેમ મેળવાય
                           ………..સંતાનોને જ્યાં સ્નેહ મળે.
લાગણીના દરીયામાં રહેતાં,જીવન નૈયા ડોલતી જાય
હલેસા બને સંતાન સહવાસે,ત્યાં આખો તરીજ જવાય
સથવાર પતિપત્નીનો સંગેરહે,જ્યાં સંસ્કારને સહવાય
આગલી વ્યાધી ભાગી જાય,જ્યાં ભુતકાળને સચવાય
                             ……….સંતાનોને જ્યાં સ્નેહ મળે.
મળે મહેનતને ખંત લગનથી, સરળતા મળતી જાય
આંગળી ચીંધી સંતાનને,પકડતાં ફાધર ખુબ હરખાય
મળે સિધ્ધિનાસોપાન જગે,જ્યાં લાયકાત મળી જાય
સંતાનને બારણે સફળતાજોતાં,ફાધર ડે ઉજવાઇજાય
                             ……….સંતાનોને જ્યાં સ્નેહ મળે.

……$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$……