June 8th 2010

માન્યતા

                       માન્યતા

તાઃ૮/૬/૨૦૧૦                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

કળા કળીયુગની જીવ સંગે,ના માનવીથી સમજાય
મળે દેહને સમયઆવતાં,જગમાં કોઇથી ના રોકાય
                        ……….કળા કળીયુગની જીવ સંગે.
એક કામના અનેક રસ્તા,સાચો કોઇથી ના પકડાય
શાંન્ત ચિત્તે મનથીવિચારે,કામે સરળતા મળી જાય
માનવતામાં મોહ વળગતાં,અનેક કેડીઓ છે દેખાય
મળીજાય સંગેસફળતા,જ્યાં માન્યતા પ્રભુમાં રખાય
                         ……….કળા કળીયુગની જીવ સંગે.
મારુ તારુ સંસારી બંધન,આપણુ એ સમાજનું કહેવાય
છુટીજાય જ્યાં જગનાબંધન,જીવને મુક્તિએ લઇજાય
મનની એવી સૃષ્ટિ પ્રભુની,એ મોહમાયામાં  લબદાય
શ્રધ્ધાને માન્યતાપ્રભુથી,જે જીવને સ્વર્ગતરફ લઇજાય
                        ………..કળા કળીયુગની જીવ સંગે.

++++++++++++++++++++++++++++++++