June 3rd 2010

પ્રેમની શોધ

                          પ્રેમની શોધ

તાઃ૩/૬/૨૦૧૦                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

કેવો મળશે ને કેટલો મળશે,ક્યારે મળશે ને ક્યાંથી મળશે
સમજ મને નાઆવી શકશે,ક્યારે જીવની આવ્યાધી ટળશે
                              ……….કેવો મળશે ને કેટલો મળશે.
માગું મનથી પ્રેમ હ્રદયનો,ડરુ છુ હું કે નામળે મને ઉપરનો
દુનીયાદારી મેં જાણી લીધી,ત્યારથી જીવની સમજુ સ્થીતી
અતિ મળે જ્યાં ઉભરો દેહથી,સમજી લેવુ ત્યાં ગયો કામથી
                               ……….કેવો મળશે ને કેટલો મળશે.
સંતાનના સહવાસ નો પ્રેમ,તરસે માબાપ જીવનમાં એમ
લાગણીપ્રેમ ને સદાચાર રહે,જ્યાં સંસ્કારનીગંગા વહ્યા કરે
ઉજ્વળજીવન ને સાર્થકજન્મ,જ્યાં માબાપનોપ્રેમમળી રહે
                              ………..કેવો મળશે ને કેટલો મળશે.
જીવ આ ઝંખે પ્રભુની પ્રીત,માનવ શોધે જગે તેની રીત
માળાથી મળશે કે મંદીરથી,ના સમજમાં આવે એ કોઇથી
આશિર્વાદથી  કે દંડવતથી,ના સમજાય અહીં માનવીથી
                           …………કેવો મળશે ને કેટલો મળશે.

===============================

June 3rd 2010

નિરાળી ભક્તિ

                       નિરાળી ભક્તિ

તાઃ૩/૬/૨૦૧૦                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રભુની ભક્તિ,મળે છે શક્તિ
પ્રભુની ભક્તિ નિરાળી,જીવેમળે છે શક્તિ ન્યારી
કરેલા કર્મો,સંગે વહે છે
કરેલા સતકર્મો જીવનમાં,ગંગા જેમ સંગે વહે છે.
                           ………પ્રભુની ભક્તિ નિરાળી.
મોહ માયા છે જગતમાં સૃષ્ટિ પ્રભુની
મળેલી મમતા માની જીવને જકડી ચાલે
છુટે ના તનમનથી એ,જન્મથી  દેહે વળગે
જલાસાંઇની જ્યોત જ્યાંછે,લાગે સાર્થકજીવન ત્યાંછે.
                       ………….પ્રભુની ભક્તિ નિરાળી.
મુક્તિ ના દે માનવી જીવને
મિથ્યા આપે માળા,જ્યાં દર્શન માટે માનવ તરસે
શ્રધ્ધાસાથે જીવચાલે,નાવ્યાધી જગમાં કોઇ આવે
મુક્તિ દ્વાર પ્રભુ ખોલી આવે,સંગે સાથે કરુણા લાવે
                            ……….પ્રભુની ભક્તિ નિરાળી.

 ++++++++++++++++++++++++++++++++