June 7th 2010

દૌલત

                                  દૌલત

તાઃ૭/૬/૨૦૧૦                                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

શબ્દેશબ્દનો અર્થ સમજતાં જ,સાચી સમજ આવી જાય
દૌલત શબ્દની અનેકસમજ,કઇ છે સ્પર્શે ત્યારે સમજાય
                             ……….શબ્દે શબ્દનો અર્થ સમજતાં.
માનવદેહની મહેનતે મેળવેલ,મુડીને દૌલત છે  કહેવાય
જે સહવાસે દેહને માયામળે,જગતમાં મિલ્કત તે મનાય
અતિમિલ્કતની દૌલત મળતાંજ,તમારીમાનવતા હણાય
અભિમાનના વાદળઘેરાતાં,આ માનવજન્મ વેડફાઇજાય
                          ………..શબ્દે શબ્દનો અર્થ સમજતાં.
માબાપનાપ્રેમને સંતાનમેળવે,તે પ્રેમની દૌલત કહેવાય
સમજી વિચારી કરેલપ્રેમે,સંતાનના જીવન ઉજ્વળ થાય
અતિ પ્રેમનીવર્ષા થાય ત્યાં,તેમની જીંદગી વકરી જાય
જીવનનાસાદાસોપાનોએ,તકલીફોની વણઝારઆવીજાય
                          ………..શબ્દે શબ્દનો અર્થ સમજતાં.
ભક્તિમાં પણ આરીતનિરાળી,અતિ તેનેપણ સ્પર્શી જાય
મનમાં શ્રધ્ધારાખી ભક્તિકરતાં,સંસારે પ્રભુકૃપામળીજાય
ઉજ્વળ જીવન મળીજાય જીવને,ને સંતાનો પણ હરખાય
અતિભક્તિ મળી જાયતો,દેહનુ ભાન જીવપોતે ભુલીજાય
                         …………શબ્દે શબ્દનો અર્થ સમજતાં.

       +++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment