March 20th 2021
++
++
. .પવિત્ર શ્રધ્ધા ભક્તિ
તાઃ૨૦/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુ ધર્મમાં પાવનરાહ મળે જીવને,જે શ્રધ્ધાભાવથી ભક્તિ કરાવી જાય
મળેલ માનવદેહને સમયસંગે ચાલતા,જીવનમા સત્કર્મનો સાથ મળી જાય
.....જગતમાં પવિત્રભુમી ભારત છે,જ્યાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મી જાય.
કર્મનો સંબંધ છે જીવને મળેલ દેહથી,જે અવનીપર આવનજાવનથી દેખાય
હિંદુ ધર્મમાં અનેકદેહથી પરમાત્મા આવ્યા,જે દેહને પાવનરાહ બતાવી જાય
જગતમાં ભારતની ધરતીને પવિત્ર કરી,જે માનવદેહને ભક્તિથી જ પ્રેરી જાય
ધુપદીપથી ભગવાનને પ્રાર્થના કરતા,જીવ પર પરમાત્માની પાવન કૃપા થાય
.....જગતમાં પવિત્રભુમી ભારત છે,જ્યાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મી જાય.
પવિત્ર દેહ લીધા છે ભારતમાં,જે ભગવાન અને માતાના નામથીજ ઓળખાય
અનેક ભક્તિરાહ મળે માનવ દેહના જીવને,જે ગતજન્મે કરેલ કર્મથી મેળવાય
શ્રધ્ધા રાખીને ધરમાં ભક્તિ કરતા,ના કોઇ મંદીર કે મસ્જીદમાંય જવાનું થાય
પાવનકૃપા મળે મળેલદેહના જીવને,પવિત્રકૃપાએ જીવતા નાજન્મમરણ મેળવાય
.....જગતમાં પવિત્રભુમી ભારત છે,જ્યાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મી જાય.ં
*****************************************************************
March 18th 2021
**
**
. .જય જલારામ
તાઃ૧૮/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
વિરપુરમાં એ પવિત્ર પરિવાર હતો,જે જલારામની પ્રેરણાએ પવિત્ર થાય
મળે માનવ જીવનમાં કુદરતની કૃપા થઈ,એ દેહને પવિત્રમાર્ગે લઈ જાય
....ના મોહમાયા કે કોઇ અપેક્ષા રાખી,મળેલ જીવના દેહને પાવન કરી જાય.
પરમાત્માનો પ્રેમમળ્યો જીવનમાં,જે દેહનેપવિત્રકર્મની આંગળી ચીંધી જાય
પવિત્ર શ્રધ્ધાભાવથી ભક્તિ કરતા,સત્કર્મનો સંગાથ પરમાત્મા આપી જાય
આંગળી ચીંધી પવિત્ર ભોજનની,જે મળેલ માનવદેહને અન્નદાન કરી જાય
જન્મથી મળેલ માનવદેહને કર્મનીકેડી મળે,જે જીવનમાં સુખશાંંતિથીદેખાય
....ના મોહમાયા કે કોઇ અપેક્ષા રાખી,મળેલ જીવના દેહને પાવન કરી જાય.
મળ્યો માબાપનો પ્રેમ જલારામને,જે જીવનમા સત્કર્મનો સંગાથ આપી જાય
પાવનકૃપાથી પરમાત્માએ પ્રેરણા કરી,સંગે પત્નિવીરબાઈનો સાથ મળીજાય
જલારામને પ્રેરણા મળી જે ભુખ્યાને ખવડાવી જાય,એજ પાવનકર્મ કહેવાય
શ્રધ્ધાની પરખ કરવા પધાર્યા પરમાત્મા,જે વિરબાઈને સેવા કરવા લઈ જાય
....ના મોહમાયા કે કોઇ અપેક્ષા રાખી,મળેલ જીવના દેહને પાવન કરી જાય.
==============================================================
March 17th 2021
ૐૐ
ૐૐ.
.માતાની કૃપા
તાઃ૧૭/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને મળેલ માનવદેહને સંબંધનો સ્પર્શ,જીવનમાં કર્મ કરાવી જાય
પવિત્રધર્મ હિંદુ છે અવનીપર,જે નિમીત્તે પરમાત્માદેહથી આવી જાય
....ભારતની ધરતીને પવિત્ર કરી અવનીપર,એ માતાની પાવનકૃપા કહેવાય.
વિષ્ણુ ભગવાનનો દેહ લીધો પરમાત્માએ,તેમની પત્નિ લક્ષ્મી કહેવાય
માનવદેહ પર માતાની કૃપા થાય,જ્યાં શ્રધ્ધાથી માતાજીને વંદન થાય
માતાને ધનલક્ષ્મીપણ કહેવાય,જે મળેલદેહ પર ધનની વર્ષા કરી જાય
માનવજીવનમાં શ્રધ્ધા ભાવનાથી,પુંજન કરતા માતાની પાવનકૃપા થાય
....ભારતની ધરતીને પવિત્ર કરી અવનીપર,એ માતાની પાવનકૃપા કહેવાય.
પરમાત્મા પર શ્રધ્ધા રાખીને જીવન જીવતા,માનવજીવનમાં શાંંતિ થાય
શ્રીલક્ષ્મીમાતાની પુંજા કરતા,ૐ મહાલક્ષ્મીએ નમો નમઃથી વંદન કરાય
કૃપામળે માતાની.સંગે શ્રી વિષ્ણુ ભગાવાનની પણ કૃપા દેહને મળીજાય
જીવને મળેલદેહને પવિત્રરાહ મળે,જે જીવને અંતે મુક્તિમાર્ગ મળી જાય
....ભારતની ધરતીને પવિત્ર કરી અવનીપર,એ માતાની પાવનકૃપા કહેવાય.
ૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐ
March 14th 2021

. .પાવન કૃપા
તાઃ૧૪/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમકૃપાળુ પરમાત્મા જગતમાં,જે જીવને મળેલ દેહને સ્પર્શી જાય
પાવનરાહ મળે અવનીપર,દેહને પવિત્ર કર્મનો સંગાથ આપી જાય
.....શ્રધ્ધારાખીને પુંજન કરતા,મળેલદેહ પર પરમાત્માની પાવનકૃપા થાય.
સમય સમજીને ચાલતાજ જીવનમાં,મોહમાયાને દુર રાખીને જીવાય
નાઅપેક્ષા કે ના માગણી કોઇ રાખતા,જીવને પવિત્રરાહ મળી જાય
ભારતની ધરતીપર પવિત્રદેહલઈ,પરમાત્મા હિંદુધર્મને પવિત્રકરી જાય
મળેલ માનવદેહને જીવનમાં,સુખ સંગે પવિત્ર ભક્તિરાહ મળી જાય
.....શ્રધ્ધારાખીને પુંજન કરતા,મળેલદેહ પર પરમાત્માની પાવનકૃપા થાય.
સુર્યદેવના દર્શનથી અવનીપર સવાર થાય,અસ્તથતા રાત્રી મળી જાય
સવાર સાંજને પારખીને મળેલ દેહથી,પરમાત્માની પાવન પુંજા કરાય
પવિત્ર માતાજીની પુંજા કરતા,પરમપ્રેમની પાવનકૃપા માતાની મેળવાય
જન્મ મળેલ દેહના જીવને પાવનરાહથી જીવતા,અંતે મુક્તિ મળી જાય
.....શ્રધ્ધારાખીને પુંજન કરતા,મળેલદેહ પર પરમાત્માની પાવનકૃપા થાય.
***********************************************************
March 13th 2021
. .અંજનીપુત્ર હનુમાન
તાઃ૧૩/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર બજરંગબલી છે મહાવીર,જગતમાં શ્રીરામ ભક્ત કહેવાય
માતા અંજનીના લાડલાસંતાન,અવનીપર પવનપુત્રથી ઓળખાય
.....એવા પરમ શક્તિશાળી હનુમાન,જે પવિત્ર શ્રી રામને મદદ કરી જાય.
નિર્મળશ્રધ્ધાથી જીવન જીવતા,પરમાત્મા કૃપાએ સત્કર્મ કરી જાય
માતા પિતાના આશિર્વાદે દેહથી,પાવનરાહથી મહાવીર થઈ જાય
પવિત્રદેહ લીધો અયોધ્યામાં શ્રીરામથી,જે પ્રભુએદેહ લીધો કહેવાય
પત્નિ તરીકે સીતાજી મળ્યા જીવનમાં,સંગે ભાઈ લક્ષ્મણ મળીજાય
.....એવા પરમ શક્તિશાળી હનુમાન,જે પવિત્ર શ્રી રામને મદદ કરી જાય.
સમયની સાથે ચાલતા અનેક સ્પર્શ દેહને થાય,જે કર્મથી સમજાય
લંકાના રાજા રાવણને કુદરતની કેડી મળી,જે સીતાને ઉપાડી જાય
શ્રીરામને નાકોઇ રાહમળી,જે પરમભક્ત હનુમાન ઉડીને શોધી જાય
શ્રી લક્ષ્મણને સંજીવનીથી બચાવી,સીતામાટે રાવણનુ દહન કરીજાય
.....એવા પરમ શક્તિશાળી હનુમાન,જે પવિત્ર શ્રી રામને મદદ કરી જાય.
############################################################
March 12th 2021
####
####
. .કૃષ્ણ કનૈયા
તાઃ૧૨/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ગોવિંદબોલો સંગે ગોપાલબોલો,દ્વારકામાં એ કૃષ્ણ કનૈયાથી ઓળખાય
પવિત્ર વ્હાલાસંતાન માતા યશોદાના,જગતમાંએ ભગવાન કૃષ્ણ કહેવાય
....પરમકૃપા મળે પરમાત્માએ લીધેલ દેહની,જે વાંસળી વગાડી કૃપા કરી જાય.
યશોદા માતાના લાડલા દીકરા,ભારતમાં એ દ્વારકાધીશથીય ઓળખાય
પવિત્રપ્રેમથી વાંસળી વગાડતા,સંગે પરમપ્રેમથી પાવનરાહ આપી જાય
પરમપ્રેમથી ભક્તો કહે મિત્ર રાધા સંગે,રાધેકૃષ્ણ રાધેકૃષ્ણ બોલી જાય
જીવનમાં પવિત્રપ્રેમ મળ્યો પત્નિ રૂક્ષ્મણીનો,નાઆફત કોઇ અડી જાય
....પરમકૃપા મળે પરમાત્માએ લીધેલ દેહની,જે વાંસળી વગાડી કૃપા કરી જાય.
પવિત્રજીવને દેહ મળે અવનીપર,એ ભારતમાં ભગવાનથીજ ઓળખાય
દ્વારકામાં માતા યશોદાને પાવનકર્મ આપવા,સંતાનથી એ આવી જાય
રાધાબેનનો સંગાથ મળ્યો જીવનમાં,સંગે અનંત બહેનોનો પ્રેમ મેળવાય
ભારતનીધરતીને પવિત્રકરી પરમાત્માએ,જે અનેકદેહથી દર્શન આપીજાય
....પરમકૃપા મળે પરમાત્માએ લીધેલ દેહની,જે વાંસળી વગાડી કૃપા કરી જાય.
################################################################
March 11th 2021
***
***
. ભોલેનાથની જય
તાઃ૧૧/૩/૨૦૨૧ (મહાશિવરાત્રી) પ્રદીપ બ્રહ્મભટ્ટ
બમ બમ ભોલેનાથની જય,સંગે એ પાર્વતી પતિ મહાદેવ પણ કહેવાય
પવિત્ર શક્તિશાળી એ દેવ છે,જે જગતમાં શંકરભગવાનથીય ઓળખાય
....શ્રધ્ધાભાવથી ભક્તિ કરતા જીવનમાં,ૐ નમઃ શિવાયથીજ ઘરમાં પુંજન થાય.
અજબ કૃપાળુ શંકર ભગવાન છે,અને સાથે માતા પાર્વતીનેય વંદન કરાય
ભોળાનાથથીજ તેમની પુંજા થાય,શ્રધ્ધાથી શિવલીંગપર દુધની અર્ચના થાય
પવિત્ર ગંગાનદી વહાવીભારતમાં,સંગે હિમાલયની દીકરીપાર્વતીને પરણીજાય
મહાશિવરાત્રીના પવિત્ર દીવસે,શ્રી શંકરભગવાનની કૃપાપામવા પુંજન કરાય
.....શ્રધ્ધાભાવથી ભક્તિ કરતા જીવનમાં,ૐ નમઃ શિવાયથીજ ઘરમાં પુંજન થાય.
ભારતની ધરતીને પવિત્ર કરવા પરમાત્મા,અનેકદેહથી જન્મ લઈ આવી જાય
જગતમાં પવિત્ર ભુમી ભારતની કરી,જેહિંદુધર્મની ભક્તિજ્યોત પ્રગટાવી જાય
પવિત્રસંતાન શંકર ભગવાનના થયા,એ એમના કુળની પવિત્રરાહથી દેખાય
પાર્વતી માતાના લાડલાસંતાન શ્રીગણેશ,જગતમાં ભાગ્યવિધાતાથી ઓળખાય
.....શ્રધ્ધાભાવથી ભક્તિ કરતા જીવનમાં,ૐ નમઃ શિવાયથીજ ઘરમાં પુંજન થાય.
મળેલદેહના કુળને આગળ લઈ જવા,માબાપના પ્રેમથી સંતાનથી આવી જાય
પવિત્રસંતાન શ્રીગણેશ તેમને જીવનમાં,રિધ્ધી અને સિધ્ધી પત્નિથી મળી જાય
ભોલેનાથના કાર્તિકેય બીજા પુત્ર થયા,અને અશોકસુંદરી દીકરીથી આવી જાય
શંકર ભગવાન સંગે પત્નિ પાર્વતી,ભારતમાં દેહલઈ હિંદુધર્મને પાવન કરી જાય
.....શ્રધ્ધાભાવથી ભક્તિ કરતા જીવનમાં,ૐ નમઃ શિવાયથીજ ઘરમાં પુંજન થાય.
#################################################################
March 9th 2021
###
###
. .પાર્વતી નંદન
તાઃ૯/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર શક્તિશાળી દેહલઈ પધાર્યા,જે પવિત્રભારતમાં શ્રીભોલેનાથ કહેવાય
પવિત્રકૃપાળુ પરમાત્મા કહેવાય,જેમના શિવલિંગને દુધથી અર્ચનાપણ કરાય
.....એવા વ્હાલ શંકર ભગવાન કહેવાય,જે હિમાલયની પુત્રીના પતિદેવ થઈ જાય.
અવનીપરના આગમનને દેહ કહેવાય,જે સમયને સાચવીને દેહથી આવીજાય
ભારતની ભુમીને પવિત્ર કરવા જન્મ લીધો,જે માતા પાર્વતી નંદનથી પુંજાય
ગજાનન ગણપતિ ભાગ્ય વિધાતા કહેવાય,સંગે વિઘ્નવિનાયકથીય ઓળખાય
પવિત્રપ્રેમથી ભોલેનાથ પવિત્રગંગા વહેવરાવી જાય,જે જીવને મુક્તિ દઈ જાય
ભારતદેશમાં સોમવારે શ્રધ્ધાથી પુંજન કરતા,પાવનકૃપા માનવ્દેહને મળી જાય
.....એવા વ્હાલ શંકર ભગવાન કહેવાય,જે હિમાલયની પુત્રીના પતિદેવ થઈ જાય.
માતાપાર્વતીના દીકરા શ્રીગણેશ શ્રીકાર્તિકેય,અને દીકરી અશોકસુંદરી કહેવાય
ગણપતિના દેહપર પ્રભુની કૃપા,એ પત્નિ રીધ્ધી સિધ્ધીના પતિદેવ થઈ જાય
શ્રધ્ધાભાવથી ભક્તિ કરતા ભક્તોપર,પિતા ભોલેનાથની કૃપાએ દયા કરીજાય
મળેલ માનવદેહપર પાવનક્ર્પા મળે પરમાત્માની,જે નિર્મળશાંંતિ આપી જાય
પાર્વતી પતિ મહાદેવને ૐ નમઃ શિવાય,સંગે પુત્ર ગણેશને ગજાનંદથી પુંજાય
.....એવા વ્હાલ શંકર ભગવાન કહેવાય,જે હિમાલયની પુત્રીના પતિદેવ થઈ જાય.
****************************************************************
March 8th 2021
. .મહાદેવ ભંડારી
તાઃ૮/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપાળુ ભોલેનાથ કહેવાય,જગતમાં શંકર ભગવાનથીય ઓળખાય
હિંદુધર્મમાં માતા પાર્વતીના પતિદેવ છે,જેમને ભોલેભંડારી પણ કહેવાય
.....પવિત્ર શક્તિશાળી દેહ લઈને ભારતમાં આવ્યા,જે પવિત્રગંગા વહાવી જાય.
શ્રધ્ધાભાવનાથી ભક્તિ કરતા જીવનમાં,ૐ નમઃ શિવાયથી પુંજન કરાય
શિવલીંગપર દુધ અર્ચનાકરતા,શ્રી ભોલેનાથ ભગવાનની પાવનકૃપા થાય
પવિત્રકૃપા મળે જીવનમાં,જ્યાં પવિત્ર શ્રધ્ધાથીજ માળા કરી પુંજા કરાય
ભારતમાં હિમાલયની પુત્રી પાર્વતી,શંકર ભગવાનની જીવનસંગીની થાય
.....પવિત્ર શક્તિશાળી દેહ લઈને ભારતમાં આવ્યા,જે પવિત્રગંગા વહાવી જાય.
અજબ શક્તિશાળીદેવ છે,જે શ્રધ્ધાએ ભક્તિકરતા દેહોપર કૃપા કરીજાય
પવિત્રસંતાનથી શ્રીગણેશ,સંગેકાર્તીક,અને દીકરી અશોકસુંદરી જન્મીજાય
પુત્ર ગણેશ ગજાનન શ્રી ગણેશથી ઓળખાય,જે ભાગ્યવિધાતાય કહેવાય
પવિત્રદેહર્થી ભારતદેશમાં જન્મ લઈને,દુનીયામાં પવિત્ર હિંદુધર્મ કરી જાય
.....પવિત્ર શક્તિશાળી દેહ લઈને ભારતમાં આવ્યા,જે પવિત્રગંગા વહાવી જાય.
###############################################################
March 4th 2021
###
###
. .પવિત્ર ભક્તિરાહ
તાઃ૪/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રદેહથી જન્મ લીધો ભારતમાં,જે ધર્મકર્મની સમજણ આપી જાય
શેરડીગામથી શ્રધ્ધા સબુરી મળી,અને વિરપુરથી ભોજનરાહ મેળવાય
.....એવી પવિત્ર ભક્તિરાહ આપવા,માનવદેહને સત્કર્મની પ્રેરણા આપી જાય.
વિરપુરમાં જન્મ લીધો,જે પિતા પ્રધાન ને રાજબાઈના સંતાન કહેવાય
પાવનરાહે જીવનજીવતા જલારામને,પત્ની વિરબાઈનો સંગાથ મળીજાય
મળેલ દેહથી સત્કર્મની કેડીને પકડીને,એ કાકાની દુકાનને ચલાવી જાય
પવિત્રકૃપા થતા અન્નદાનની રાહ મળી,જે ભુખ્યાને ભોજન કરાવી જાય
.....એવી પવિત્ર ભક્તિરાહ આપવા,માનવદેહને સત્કર્મની પ્રેરણા આપી જાય.
પાથરીગામમાં જન્મ લીધો,ને સમયે શેરડીમા એસાંઇબાબાથી આવી જાય
મળેલદેહને પરમાત્માની કૃપા પામવા,શ્રધ્ધાસબુરીની સમજણ આપી જાય
ધર્મકર્મનો સંબંધ છે માનવદેહને,જે મળેલ દેહની માનવતા પ્રગટાવી જાય
સાંઇબાબાને સાથ મળ્યો દ્વારકામાઈનો,જે શેરડીમાં પાવનકર્મ કરાવીજાય
.....એવી પવિત્ર ભક્તિરાહ આપવા,માનવદેહને સત્કર્મની પ્રેરણા આપી જાય.
=============================================================