December 20th 2020

માતાની પાવનકૃપા

** importance-of-navratri-festival-in-gujarati - I am Gujarat**   

.          .માતાની પાવનકૃપા        

તાઃ૨૦/૧૨/૨૦૨૦                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 

શ્રધ્ધાનો સંગાથ રાખીને ભક્તિ કરતા,મળેલદેહ પર પરમાત્માની કૃપા થાય
પાવનરાહ મળે માનવદેહને જીવનમાં,જ્યાં દુર્ગામાતાની પાવનકૃપા થઈ જાય
....એ નિર્મળરાહે ભક્તિ કરવા,માતાના ચરણમાં વંદન કરી આરતી અંજનાય કરાય.
થયેલ કર્મનો સંબંધ છે ને,જે અવનીપરના આવનજાવનથીજ અનુભવાય
કુદરતની આકૃપા અવનીપર થઈજાય,જે પશુપક્ષીપ્રાણીમાનવદેહથીજ દેખાય 
ભારતમાં પરમાત્મા અનેક પવિત્રદેહ લઈ,જગતમાં એધરતીને પાવન કરીજાય
માતા દુર્ગાની પાવનકૃપામળે અવનીપર,જ્યાં શ્રધ્ધાભાવથી માતાની પુંજાથાય
....એ નિર્મળરાહે ભક્તિ કરવા,માતાના ચરણમાં વંદન કરી આરતી અંજનાય કરાય.
માયામોહનો સંબંધ અવનીપરના આગમાનથી,ના જગતમાં કોઈથીય છટકાય
કર્મનીકેડી જીવને જન્મ મળતા મળીજાય,જે જન્મમરણના બંધન આપી જાય
નિર્મળભાવનાથી ભક્તિ કરતા માનવદેહને,જીવપર પરમાત્માનીકૃપા થઈ જાય
જે જીવનમાં સુખસાગર વહાવી જાય,નાઅપેક્ષા નાઅભિમાન દેહને મળી જાય
....એ નિર્મળરાહે ભક્તિ કરવા,માતાના ચરણમાં વંદન કરી આરતી અંજનાય કરાય.
*******************************************************************

 

December 16th 2020

સરળતા મળે

#આ ૩ રાશિના જાતકોમાં આવશે ખુબ જ મોટું પરિવર્તન, સુખ અને સમૃદ્ધિ નો થશે વરસાદ#

.           સરળતા મળે
તાઃ૧૬/૧૨/૨૦૨૦           પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને મળેલ માનવદેહ અવનીપર,ગતજન્મના થયેલ કર્મથી મેળવાય
અનેકદેહનો સંબંધ જીવને જગતપર,જે કર્મસંબંધથી મળતો થઈ જાય
....પવિત્ર્રરાહે ભક્તિનો સંગાથ રાખતા,મળેલદેહના જીવને સરળતા મળી જાય.
ભારતદેશમાં પરમાત્માએ અનેકદેહ લીધા,દુનીયામાં દેશને વંદન કરાય
અજબશક્તિશાળી એ દેહ હતા,જે જીવના દેહને પવિત્રરાહ દઈ જાય
માનવદેહને એ પવિત્ર પ્રેરણા કરે,એ અનેક રાહે સરળતા આપી જાય
ભક્તિમાર્ગ એ જીવને પ્રેરણા આપે,જે દેહની માનવતા મહેંકાવી જાય
....પવિત્ર્રરાહે ભક્તિનો સંગાથ રાખતા,મળેલદેહના જીવને સરળતા મળી જાય.
મારુતારુ એ દેહનો સંબંધ જીવનમાં,જે સમય સંગે સમજણ આપી જાય
કુદરતની પાવનકેડીને પારખીને જીવન જીવતા,નાઆફત કોઇ અડી જાય  
સરળ જીવનનો સાથ મળે દેહને,જ્યાં પરમાત્માની પાવનકૃપા મળી જાય
માતા સરસ્વતીની કૃપા મળે દેહને,જે દેહના મગજને સત્કર્મેજ દોરી જાય
....પવિત્ર્રરાહે ભક્તિનો સંગાથ રાખતા,મળેલદેહના જીવને સરળતા મળી જાય.
*************************************************************

 

December 15th 2020

ગજાનંદ ગણપતિ

*****.GUJRATI BHAJAN: ગણપતિ આયો બાપા રિદ્ધિ - સિદ્ધિ લાયો*****

          .ગજાનંદ ગણપતિ     
  
તાઃ૧૫/૧૨/૨૦૨૦            પ્રદીપ બ્રહ્મભટ્ટ 
 
પવિત્રદેહ લીધો સંતાન થઈ,જે માતા પાર્વતી પિતા ભોલેનાથથી મેળવાય
જે માતાપિતાના આશિર્વાદથી,જગતમાં પરમાત્મા કૃપાએ ગજાનંદ કહેવાય
.....જે ભાગ્યવિધાતાથી ઓળખાય,જેમની કૃપાએ માનવદેહને શાંતિ મળી જાય.
મળેલ માનવદેહને પવિત્રરાહ મળે,જયાં જીવનમાં શ્રધ્ધાએજ ભક્તિ કરાય
માતા પાર્વતીની કૃપા મળતા શ્રીગણેશને,મળેલજન્મથી પાવનકૃપા દઈજાય
અનંતકૃપા મળી માબાપની,જે પરમાત્માની પાવનરાહે આંગળી ચીંધી જાય
ૐ શ્રી ગણેશાય નમઃથી સ્મરણ કરતા,ભક્તના જીવનમાં સુખ મળી જાય
.....જે ભાગ્યવિધાતાથી ઓળખાય,જેમની કૃપાએ માનવદેહને શાંતિ મળી જાય.
ત્રિશુળધારી ભોલેનાથ શંકર ભગવાન,ભારતમાં પવિત્રનદી ગંગા વહાવી જાય
પિતા હિંમાલય પુત્રી પાર્વતીને,સમયે શ્રીભોલેનાથની જીવનસંગીની કરી જાય
પવિત્રસંતાનથી દેહ મળ્યા,જે શ્રીગણેશ અને શ્રીકાર્તિકથી જગતમાં ઓળખાય
માનવદેહને ગજાનંદ શ્રીગણેશની,જીવનમાં પ્રસંગે પુંજાકરતા અનુભવ પણથાય 
.....જે ભાગ્યવિધાતાથી ઓળખાય,જેમની કૃપાએ માનવદેહને શાંતિ મળી જાય.
==============================================================

 

December 14th 2020

ભોલે ભંડારી

  ######100 Best Images, Videos - 2020 - જય ભોલે.....🙏 - WhatsApp Group, Facebook Group, Telegram Group######
.              .ભોલે ભંડારી                       
તાઃ૧૪/૧૨/૨૦૨૦               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

શક્તિશાળી પરમાત્મા ભોલેનાથ કહેવાય,જે ૐનમઃશિવાયથી પુંજાય
ઉમા પતિ મહાદેવથી ઓળખાય,સંગે પાર્વતીમાતાનાય પતિ કહેવાય
....અનેક નામથી પ્રેમ મળે ભક્તોને ભક્તિએ,જે ભોલે ભંડારીથીય ઓળખાય.
ભારતની ધરતીપર હિમાલયના પુત્રી,પાર્વતીનાએ જીવનસંગીની થાય
પરમાત્માથી પવિત્ર શક્તિમળી,જે પવિત્રગંગાને ભારતમાં વહાવીજાય
ડમરૂ વગાડી પાવનરાહ સંગે પ્રત્યક્ષ થાય,જે ભક્તિરાહ આપી જાય
એવા મારા વ્હાલા ભોલે ભંડારીને,પ્રેમથી સોમવારે પુંજાએ વંદનથાય
....અનેક નામથી પ્રેમ મળે ભક્તોને ભક્તિએ,જે ભોલે ભંડારીથીય ઓળખાય.
પવિત્રપ્રેમ લઈ સંસારમાં રહેતા,પાર્વતીમાતાને સુખશાંંતિ મળી જાય
પાવનજીવનની રાહેજીવતા,સંતાન શ્રીગણેશ અને કાર્તિક જન્મી જાય
સંતાન ગણેશજી ભાગ્યવિધાતા થતા,જીવોને પવિત્રરાહથી પ્રેરી જાય
અવનીપર પરમાત્માનો દેહ લઈ,ભારતની ભુમીનેએ પવિત્ર કરી જાય  
....અનેક નામથી પ્રેમ મળે ભક્તોને ભક્તિએ,જે ભોલે ભંડારીથીય ઓળખાય.
#############################################################

 

December 13th 2020

માતા દુર્ગા

##નવરાત્રી: માતાજીના નવ સ્વરૂપો, નવ ચક્રો, નવ ગ્રહો અને નવ વિકારોનું વિજ્ઞાન | Ravi-Purti-Columnists-29-September-2019-Bhaven-Kachhi-Horizon | Gujarati News - News in Gujarati - Gujarati ...##
.            માતા દુર્ગા     
તાઃ૧૩/૧૨/૨૦૨૦          પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમકૃપાળુ માતા છે ભારતદેશમાં,જે જગતમાં માતા દુર્ગાથી ઓળખાય
પવિત્રપ્રેમ મળે માતાનો જીવનમાં,એ માનવદેહને પાવનકર્મ કાઅવી જાય
....એ અજબશક્તિ માતાની ભક્તોપર,શ્રધ્ધાથી પુંજન કરતા નવદુર્ગાથીય ઓળખાય.
પાવનરાહે જીવન જીવતા દેહને ભક્તિથી,શક્તિશાળી માતાની કૃપા થાય
નાકોઇની તાકાત છે અવનીપર,કે નાકોઇ કળીયુગની કાતરથી બચી જાય
સમય સમજીને ચાલવા જીવનમાં,પવિત્ર દુર્ગામાતાની પરમકૃપા મળી જાય
ૐ હ્રીંમ દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાના સ્મરણથી,દેહને પાવનરાહ આપી જાય
....એ અજબશક્તિ માતાની ભક્તોપર,શ્રધ્ધાથી પુંજન કરતા નવદુર્ગાથીય ઓળખાય.
સુખશાંંતિનો સાથમળે જીવનમાં,એ મળેલદેહ પર માતાની પાવનકૃપા થાય
ભક્તિ માર્ગની પવિત્રરાહને પકડી ચાલતા,જીવને નિર્મળ પ્રેમથી અનુભવાય
હિંદુધર્મના નવરાત્રીના તહેવારમાં,ગરબેઘુમતાભક્તોપર નવદુર્ગાની કૃપા થાય
પાવનકૃપા અજબશક્તિશાળી માતાની મળે,જીવનમાં અનંતશાંંતિ મળીજાય
....એ અજબશક્તિ માતાની ભક્તોપર,શ્રધ્ધાથી પુંજન કરતા નવદુર્ગાથીય ઓળખાય.
*****************************************************************

	
December 12th 2020

અંજની પુત્ર

###રોજ કરો હનુમાનજી ના આ 12 નામોનો જાપ, આખું જીવન નહીં આવે કોઈ મુશ્કેલીઓ….. | હું ગુજરાતી###

.                         અંજની પુત્ર

તાઃ૧૨/૧૨/૨૦૨૦          પ્રદીપ બ્રહ્મભટ્ટ    

શ્રીરામના વ્હાલા ભક્ત હનુમાન,સંગે મહાવીર બજરંગબલી કહેવાય
પાવનકર્મની પવિત્રરાહે જીવતા,એ રામભક્ત મહાવીરથીય ઓળખાય
....અવનીપર આગમન માતા અંજનીથી થયુ,જયાં પવનદેવનો પ્રેમ મળી જાય.
કુદરતનીલીલા ભારતદેશ પર ન્યારી,જે પરમાત્માના અનેકદેહથી દેખાય
પવિત્ર હિંદુ ધર્મમાં ભગવાને જન્મ લઈ,માનવદેહથી એપવિત્ર કરી જાય
સમયને સમજી ચાલતા ધરતીપર,મળેલદેહને પવિત્રરાહ પણ મળી જાય
એજ કૃપા પ્રભુની મળે મળેલદેહને,જ્યાં શ્રધ્ધાભાવથીજઅ ભક્તિ કરાય
....અવનીપર આગમન માતા અંજનીથી થયુ,જયાં પવનદેવનો પ્રેમ મળી જાય.
રાજારાવણ રામની પત્ની સીતાજીનુ અપહરણ કરી શ્રીલંકામાં લાવીજાય
સમયને સમજી ચાલતા જીવનમાં,હનુમાનજી શ્રીરામને લંકામાં લઈ જાય
હનુમાનજી એમહાવીર થયા,માતા અંજનીનીકૃપા ને પિતા પવનનો પ્રેમ 
અજબશક્તિશાળી કૃપા મળી,જે પિતા પવનદેવનોજ અનંતપ્રેમ કહેવાય
....અવનીપર આગમન માતા અંજનીથી થયુ,જયાં પવનદેવનો પ્રેમ મળી જાય.
મળેલદેહને જગતપર કર્મનો સંબંધ મળે,જે જીવને સમજણથી પ્રેરી જાય
હનુમાનજીનુ અદભુત પાવનકર્મ થયુ,શ્રીરામ અને સીતાજીને મદદ કરાય
શ્રીલંકાના રાજાને અભિમાનનો સાથ થયો,એ તેમને ખોટારસ્તે લઈ ગયો
પાવનકર્મના સંગે જીવન જીવતા હનુમાનજીને,પરમાત્માનો પ્રેમ મળી જાય
....અવનીપર આગમન માતા અંજનીથી થયુ,જયાં પવનદેવનો પ્રેમ મળી જાય.
#############################################################
December 7th 2020

હરહર ભોલે

        ભોલેનાથ-hashtag på Twitter
.             .હરહર ભોલે

તાઃ૭/૧૨/૨૦૨૦               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

હરહર ભોલે મહાદેવ સંગે,શ્રધ્ધાએ ૐ નમઃ શિવાય પણ બોલાય
માતાપાર્વતીના એ જીવનસાથી,જગતમાં માતા પાર્વતીપતિ કહેવાય
....એ પવિત્રદેહ પરમાત્માએ લીધો ભારતમાં,જે શંકર ભગવાનથી ઓળખાય
હિમાલયનો સાથ મળ્યો જીવનમાં,જ્યાં પાર્વતી જીવનસંગીની થાય
અજબ શક્તિશાળી છે શ્રીભોલેનાથ,જે પવિત્ર ગંગાને વહાવી જાય
જન્મમરણનો સંબંધ જીવને,જે મળેલ દેહને સંબંધથી સમજાઈ જાય
હરહર મહાદેવ સંગે શીવલીંગપર,શ્રધ્ધાભક્તિથી દુધની અર્ચના થાય
....એ પવિત્રદેહ પરમાત્માએ લીધો ભારતમાં,જે શંકર ભગવાનથી ઓળખાય
ગજાનંદ ગણેશની ઓળખાણ થઈ,જે માતાપાર્વતીના સંતાન કહેવાય
મળેલ આશિર્વાદ ગણેશજીનો દેહને,એ જીવનમાં પાવનકર્મથી દેખાય
શ્રી શિવજીના બીજા સંતાન હતા,જેને જગતપર કાર્તિકભાઈ કહેવાય
પવિત્રકુળને આગળ લેતા,માતા પાર્વતીની અશોકસુંદરી દીકરી થાય
....એ પવિત્રદેહ પરમાત્માએ લીધો ભારતમાં,જે શંકર ભગવાનથી ઓળખાય
શ્રધ્ધાભક્તિની પવિત્રરાહ મળે દેહને,જ્યાં શ્રી ભોલેનાથની કૃપા થાય
માનવદેહ એ ગતજન્મે થયેલ કર્મનો સંબંધ,જે દેહ મળતા જ દેખાય
પવિત્ર ગંગા નદીને વહાવવા,ભગવાન શિવનો દેહ લઈને આવી જાય
જગતમાં પવિત્રભુમી ભારતનેકરવા,પરમાત્મા અનેકદેહે દર્શનઆપીજાય
....એ પવિત્રદેહ પરમાત્માએ લીધો ભારતમાં,જે શંકર ભગવાનથી ઓળખાય
************************************************************

	
December 2nd 2020

પાવનકૃપા મળે

.            . પાવનકૃપા મળે           

તાઃ૨/૧૨/૨૦૨૦                  પ્રદીપ બ્રહ્મભટ્ટ 
   
શ્રધ્ધાપ્રેમથી ભક્તિ કરતા જીવનમાં,લક્ષ્મીમાતાની પાવનકૃપા મળી જાય
પવિત્ર નિર્મળ જીવનનીરાહ મળે,જે જીવનમાં નાકોઇ અપેક્ષા અડી જાય 
....અનંતકૃપાળુ છે લક્ષ્મીમાતા અવનીપર,જે વિષ્ણુભગવાનની જીવનસંગીની કહેવાય.
પવિત્ર ભારતની ધરતીપર દેહ લઈને આવ્યા,જગતમાં લક્ષ્મીમાતા કહેવાય 
પરમાત્માની પ્રેરણાથી અવનીપર આવ્યા,ધરતીપર ધનલક્ષ્મીથી ઓળખાય
મળેલ માનવદેહને ધાર્મીક પ્રેરણા મળે,જે જીવનમાં સુખશાંંતિ આપી જાય
અદભુત કૃપા છે માતાની જગતમાં,એ તેમની પાવનકૃપા જેદેહને મળી જાય
....અનંતકૃપાળુ છે લક્ષ્મીમાતા અવનીપર,જે વિષ્ણુભગવાનની જીવનસંગીની કહેવાય.
સવારસાંજ પારખીને જીવતા કર્મઅડે દેહને,એ માનવીને સમયસંગે લઈજાય
અજબલીલા પરમાત્માની ધરતીપર,જે જીવને મળેલદેહના વર્તનથી સમજાય
પાવનકૃપા મળે મારા વ્હાલા લક્ષ્મીમાતાની,જે ભક્તોના કુટુંબને મળી જાય
પરમકૃપા મળી ભારતની ધરતીને,જે પરમાત્માના અનેકદેહથી સમજાઈ જાય
....અનંતકૃપાળુ છે લક્ષ્મીમાતા અવનીપર,જે વિષ્ણુભગવાનની જીવનસંગીની કહેવાય.
*****************************************************************
November 30th 2020

ભોલે મહાદેવ

 %%%%હર હર મહાદેવ.... - ગુજરાતી કલાકારો ની મોજેમોજ | Facebook%%%%   
.              .ભોલે મહાદેવ               
તાઃ ૩૦/૧૧/૨૦૨૦               પ્રદીપ બ્રહ્મભટ્ટ    

બમબમ ભોલે મહાદેવનુ સ્મરણ કરતા,પાર્વતીપતિ ભોલેનાથની કૃપા થાય 
અજબકૃપાળુ પરમાત્મા ભારતની ભુમી પર,જે પવિત્ર ગંગાને વહાવી જાય
....એવા પરમકૃપાળુ શંકર ભગવાન,જે વિઘ્નવિનાયક શ્રીગણેશના પિતા પણ કહેવાય.
પવિત્રદેહ લઈ અવનીપર આવ્યા,એ અજબશક્તિશાળી ભોલેનાથ કહેવાય
ભારતની ભુમીપર ગંગાજળ વહાવ્યુ,જે માનવદેહને અંતે મુક્તિ આપી જાય
પવિત્ર સંતાન શ્રી ગણેશનુ આગમન કર્યુ,જે માતા પાર્વતીની કૃપા કહેવાય
દુનીયામાં પુત્ર શ્રીગણેશ,માનવદેહના ભાગ્ય વિધાતા ગજાનંદથી ઓળખાય
....એવા પરમકૃપાળુ શંકર ભગવાન,જે વિઘ્નવિનાયક શ્રીગણેશના પિતા પણ કહેવાય.
શ્રધ્ધાભાવનાથી ભક્તિ કરતા ભોલેનાથની,જીવને મળેલદેહને સુખ મળીજાય
શિવલીંગ પર દુધથી અર્ચના કરતા,ભોળાનાથની પાવનકૃપા જીવ પર થા ય
મળેલદેહને પાવન પવિત્રરાહ મળે જીવનમાં,જે અનંતકૃપાએ શાંંતિ દઈજાય
ના કોઈજ અપેક્ષારહે જીવનમાં,એ જીવને જન્મમરણના બંધનથી છોડીજાય 
....એવા પરમકૃપાળુ શંકર ભગવાન,જે વિઘ્નવિનાયક શ્રીગણેશના પિતા પણ કહેવાય.
*********************************************************************
November 29th 2020

પરમકૃપાળુ માતા

*****.માં દુર્ગા માતાનાં ૧૦૮ નામ ….. | જય મહાકાળી માં !*****

           . પરમકૃપાળુ માતા      
તાઃ૨૯/૧૧/૨૦૨૦               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

મળેલ માનવદેહના જીવને પાવનરાહ મળે,જ્યાં નિર્મળરાહે ભક્તિ થાય
પરમકૃપાળુ માતા દુર્ગાની કૃપા મળે,જ્યાં શ્રધ્ધાભાવનાથીજ પૂજન કરાય
.....એજ માતા છે જગતમાં,જેના નવરાત્રીમાં માતાના નવ સ્વરૂપના દર્શન થાય.
ભારતની ભુમીને પવિત્ર કરવા,અનેક સ્વરૂપ લઈ પરમાત્મા દેહ લઈજાય
અવનીપર આગમન કરી મળેલદેહને,ભક્તિમાર્ગની પાવનરાહ આપી જાય
નવદુર્ગાના સ્વરૂપને પવિત્રરાહે પગે લાગતા,માતાની પરમકૃપા મળી જાય
ૐ હ્રીં દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાનુ સ્મરણ કરતા,મળેલદેહ પર કૃપાથઈ જાય
.....એજ માતા છે જગતમાં,જેના નવરાત્રીમાં માતાના નવ સ્વરૂપના દર્શન થાય.
કુદરતની પાવનકૃપા ભારત પર,જ્યાં અનેકદેહ લઈ પરમાત્મા આવી જાય
પવિત્રરાહે જીવન જીવવા,અનેક ધાર્મીક મદીર હીંન્દુધર્મના પણ થઈ જાય
આશિર્વાદ મળે વ્હાલા માતા દુર્ગાના,જે મળેલદેહના જીવને અનુભવ થાય
અનેક સ્વરૂપ માતાના હતા,જે પવિત્રનવરાત્રીએ ભક્તોને દર્શનથી દેખાય 
.....એજ માતા છે જગતમાં,જેના નવરાત્રીમાં માતાના નવ સ્વરૂપના દર્શન થાય.
****************************************************************
« Previous PageNext Page »