December 24th 2015

.
. . વિરપુરવાસી
તાઃ૨૪/૧૨/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
વિરપુરવાસી જલારામની ભક્તિ રાહે,પરમાત્મા રાજી થાય
આવી આંગણે જગતપિતા માગણીએ,શ્રધ્ધાને પારખી જાય
……….એ જ જલારામની સાચી ભક્તિ,જે વિરબાઈ સંગે સચવાઈ જાય.
પરમાત્માની કૃપા પામતા,જીવનમાં વિરબાઈનો સંગ થાય
શ્રધ્ધા રાખીને જીવન જીવતા,જીવને રાહ સાચી મળી જાય
અન્ન્દાનની પવિત્ર રાહે,અનેક જીવોને ભોજન આપી જાય
ના અપેક્ષા કદી રાખતા,જીવને નિખાલસ પ્રેમ જ મળી જાય
……….એ જ જલારામની સાચી ભક્તિ,જે વિરબાઈ સંગે સચવાઈ જાય.
વિરપુર ગામની જ્યોત પ્રગટી જગે,સાચી ભક્તિએ મેળવાય
પરમાત્માની માગણી એપરિક્ષા,વિરબાઈના સંસ્કારે સચવાય
જલારામની આંગળી પકડી જીવતા,સાધુની સેવા કરવા જાય
ઝોળીડંડો આપી ભાગતા, ભક્તિરાહે વિરપુરવાસીને વંદનથાય
……….એ જ જલારામની સાચી ભક્તિ,જે વિરબાઈ સંગે સચવાઈ જાય.
==========================================
October 27th 2015
.
. . કોણ આવે?
તાઃ૨૭/૧૦/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને મળે માનવદેહ અવનીએ,જ્યાં પરમાત્માની કૃપા થાય
કર્મનાબંધન જીવનો છે સંબંધ,જે અવનીપર આગમને દેખાય
………. પરમકૃપાળુ છે પરમાત્મા જગતમાં,જે સરળજીવનથી સમજાય.
માનવ જીવન મળે કર્મબંધને,જે અવનીપર સંબંધથી દેખાય
માનવતાનીમહેંક પ્રસરે જીવનમાં,જ્યાં નિર્મળજીવનજીવાય
ભક્તિભાવનો સંગ રાખતા માનવને,ના આફત કોઇ અથડાય
આવીઆંગણે પ્રભુકૃપા રહે,જેના આગમને જીવન ઉજ્વળ થાય
………. પરમકૃપાળુ છે પરમાત્મા જગતમાં,જે સરળજીવનથી સમજાય.
જીવને મળેળ જ્યોત જગતમાં,પવિત્ર રાહ જીવને આપી જાય
વડીલને વંદન પ્રેમથી કરતાં,આશીર્વાદે પાવનરાહ મળીજાય
પ્રેમની વર્ષા આંગણે આવતા,અદભુતરાહ જીવનમાં મળી જાય
કોણ આંગણે ક્યારે આવશે,ના કોઇ અપેક્ષા જીવને દેહથી રખાય
………. એજ પરમકૃપાળુ છે પરમાત્માની,જે સરળ જીવનથી મળી જાય.
———————————————————————
October 27th 2015
. . પાવન જીવન
તાઃ૨૭/૧૦/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવ જીવનની મહેંક પ્રસરે,જ્યાં સાચી રાહે જીવાય
અપેક્ષાના વાદળ તોડતા,જીવપર પ્રભુકૃપા થઈ જાય
…….એજ સાચી રાહ જીવનની,જ્યાં પાવનકર્મનો સંગ લેવાય.
દુઃખની દોરીતો સૌને જકડે,ઉજ્વળ રાહ પણ છુટી જાય
સુખનીએકજ અપેક્ષાએ,જીવનમાં અશાંન્તિ આપી જાય
પરમપ્રેમની રાહ મળે,જ્યાં શ્રધ્ધાએ સાચી ભક્તિ થાય મોહનીકેડી અંતરથી છુટતાં,જલાસાંઇની કૃપા થઈજાય
…….એજ સાચી રાહ જીવનની,જ્યાં પાવનકર્મનો સંગ લેવાય.
સુર્યદેવના આગમનથી અવની પર,સુપ્રભાત મળી જાય પ્રથમપુંજા સુર્યદેવનીકરતાં,જીવપરઅજબકૃપા થઈજાય પાવનદ્વારને ઉજ્વળ કરવા,,આંગણે આવીને અર્ચના થાય
મળી જાય જીવને પાવન જીવન,જે મુક્તિ માર્ગ દઈ જાય
……એજ સાચી રાહ જીવનની,જ્યાં પાવનકર્મનો સંગ લેવાય. =========================================== =
October 16th 2015
……….
. . માડીનો ગરબો
તાઃ૧૬/૧૦/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માડી તારા ગરબે ઘુમવા,મન મારુ આજ હરખાય
પાવનપ્રેમથી ડાંડીયા રમતા,તાલીઓ પડી જાય
………નવરાત્રીની પવિત્ર રાત્રીએ,માતાને પ્રેમે વંદન થાય.
અનંત પ્રેમ માતાનો મળે,જ્યાં નિર્મળતાએ ઘુમાય
તાલેતાલની અજબકેડીએ,માતાને શ્રધ્ધાએ પુંજાય
શબ્દસુરને સમજી રહેતા,તાલની કેડી ઉજ્વળ થાય
આરાસુરથી મા અંબે આવે,ને કાસોરથી મા કાળકા
……..એજ શ્રધ્ધા ભક્તિ છે,જે માતાના ગરબે ઘુમે મળી જાય.
પ્રેમ ભાવથી તાલી લેતા,મા દુર્ગાની કૃપા થઇ જાય
બહુચરમાને પ્રાર્થના કરતા,માતાનો પ્રેમ મળીજાય
પવિત્ર પ્રસંગને પારખતા,આસો માસે ગરબે ઘુમાય
ઉજ્વળ જીવનની રાહે મળે,જ્યાં નવરાત્રી ઉજવાય
………પરમપ્રેમની ગંગાએ,મળેલ જીવન પાવન થઈ જાય
=====================================
September 15th 2015
. .ભક્તિભાવના
તાઃ૧૫/૯/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભક્તિભાવના પકડી ચાલતા,મળેલ જન્મ પાવન થઈ જાય
અંતરમાં આનંદનીહેલી રહેતા,નામોહમાયા જીવને અથડાય
…………એજ જીવની જ્યોત છે,જે પરમાત્માની કૃપાએ મેળવાય.
લાગણી મોહ એ કળીયુગી ચાદર, અનંત જીવોથી ભટકાય
પરમાત્માની પરમકૃપા પામવા,નિર્મળભાવે જ ભક્તિ કરાય
સુખશાંન્તિ મળે જીવને સંસારમાં,જ્યાં સંસારીજીવન જીવાય
સંસારમાં રહીનેજ ભક્તિ કરતાં,જીવ અંતે મુક્તિમાર્ગે દોરાય
…………એજ જીવન જ્યોત છે,જે પરમાત્માની કૃપાએ મળી જાય.
માનવજીવનને સ્પર્શેદોષ,જ્યાં જીવનમાં અભિમાન અડીજાય
મનની મળેલ મુંજવણથી,જગતપર ના કોઇ જીવથી છટકાય
મારૂતારૂ એ વર્તન જીવનનુ,જે દરેક જન્મે જીવને મળીજાય
નામાગણી પ્રભુથી રાખતા,જીવ પર જલાસાંઇની કૃપા થાય
……….એજ ભક્તિભાવ જીવનો સાચો,જે માનવતા મહેંકાવી જાય.
========================================
September 1st 2015
. .શક્તિશાળી ભક્તિ
તાઃ૧/૯/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભક્તિમાં શક્તિ છે ન્યારી,જગતમાં ના કોઇથી અંબાય
આવી આંગણે કૃપા મળે છે,એજ નિર્મળ ભક્તિ કહેવાય
………….ના કળીયુગ કે માયા સ્પર્શે,જ્યાં જલાસાંઇને પુંજાય.
નિર્મળ ભાવથી ભક્તિ કરતાં,ના વ્યાધી કોઇ અથડાય
મળે પ્રેમ જીવનમાં સૌનો,ના અપેક્ષાય કોઈજ રખાય
પરમાત્માનો પ્રેમ પામતા,મળેલ જીવન ઉજ્વળ થાય
શ્રધ્ધાએ કરેલ ભક્તિએ,જીવનો મુક્તિમાર્ગ ખુલી જાય
………….એજ સાચી ભક્તિ છે ,જ્યાં પરમાત્માય રાજી થાય
માનવદેહ મળે જીવને અવનીએ,એજ પ્રભુ કૃપા કહેવાય
સમજી વિચારી પગલુભરતા,જીવને પવિત્રરાહ મળીજાય
અંતરમાંઆનંદ ત્યાં ઉભરે,જ્યાં નિખાલસ જીવન જીવાય
નામાગણી કે નાઅપેક્ષા રહેતા,પાવનકર્મ જીવનમાંથાય
………….મળે સંત જલાસાંઇની કૃપા,જ્યાં પ્રેમથી ભક્તિ થાય.
======================================
August 27th 2015

. .રામની માળા
તાઃ૨૭/૮/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
રામનામની માળા જપતા,માનવ જીવન ઉજ્વળ થાય
પ્રેમમળે પરમાત્માનો જીવને,ત્યાં પાવનરાહ મળીજાય
……..એજ લીલા અવિનાશીની,જે રાજા રાવણના દહનથી દેખાય.
કર્મના બંધન જગતમાં જીવને,ના કદી કોઇથી છટકાય
સત્કર્મનીકેડી મળે જીવને,જ્યાં રામનામની માળા થાય
સતયુગ કળીયુગ એછે લીલા,કર્મથીજીવોને સ્પર્શી જાય
મનથી કરેલ માળા રામની,આ જીવન પાવન કરી જાય
……..એજ લીલા અવિનાશીની,જે રાજા રાવણના દહનથી દેખાય.
રામનામની માળા જપતા,જલાની જ્યોત પ્રગટી જાય
પત્ની વિરબાઈનો સાથ મળતા,પરમાત્મા ભાગી જાય
નામોહ અડે કે કળીયુગ અડે,ત્યાં ઝોળી ઝંડો આપી જાય
માનવ જીવનની કેડી મળે,જે સંત સાંઇબાબાથી ચીંધાય
……..એજ લીલા અવિનાશીની,જે રાજા રાવણના દહનથી દેખાય.
===========================================
August 10th 2015
. . જીવનનીકેડી
તાઃ૧૦/૮/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અજબ શક્તિ છે પ્રેમની જગતમાં,નિર્મળ જીવન આપી જાય
અપેક્ષાના વાદળ ને ભગાડી,માનવજીવન ઉજ્વળ કરી જાય
………..એજ પાવનકેડી જીવની,જે જલાસાંઇની ભક્તિએ મળી જાય.
અવનીપરનુ આગમન જીવનુ,એ જ કર્મનાબંધન છેકહેવાય
મળેલ દેહ અવનીએ જીવને,સમયે મળતા અનુભવેસમજાય
લાગણી મોહને દુર રાખતા,મળેલ દેહની સમજણ આવી જાય
ભક્તિમાર્ગની ચીંધેલ આંગળીએ,પરમાત્માની કૃપા મળીજાય
………..એજ પાવનકેડી જીવની,જે જલાસાંઇની ભક્તિએ મળી જાય.
મહેંક પ્રસરે માનવ જીવનની,જે કરેલ કર્મની કેડીએ મેળવાય
નાઅપેક્ષા કોઇ જીવનમાં રહેતા,પ્રેમની પાવનકેડી મળી જાય
નિખાલસ પ્રેમ લઈ પ્રેમીઓ આવતા,આંગણુ પાવન કરી જાય
કર્મબંધનનીકેડી છુટતા જલાસાંઈ,જીવને મુક્તિમાર્ગે લઈજાય
………..એજ પાવનકેડી જીવની,જે જલાસાંઇની ભક્તિએ મળી જાય.
*******************************************************
August 6th 2015
. .ભક્તિ છે નિર્મળ
તાઃ૬/૮/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભક્તિભાવની નિમળ કેડી,જીવને પાવન કરાવી જાય
મળે પ્રેમ પરમાત્માનો જીવને,જે અનુભવથી સમજાય
………..એજ સાચી ભક્તિ જીવની,જે નિર્મળ પ્રેમ આપી જાય.
અપેક્ષાના ના વાદળ સ્પર્શે,કે ના મોહ કેમાયા અડી જાય
પરમકૃપાળુ પરમાત્મા જગે,માનઅપમાન ભગાડી જાય
ભક્તિની છે અજબ શક્તિ,જગતમાં ના કોઇથીય અંબાય
જીવને મળેલ રાહ સાચી,જીવને મુક્તિ માર્ગેજ દોરી જાય
………..એજ સાચી ભક્તિ જીવની,જે નિર્મળ પ્રેમ આપી જાય.
મનથી કરેલ ભક્તિ જીવનમાં,અનંત શાંન્તિ આપી જાય
તનથી કરેલ સેવા જગતમાં,સાચી ભક્તિ રાહ દઈ જાય
સંત જલાસાંઇની દીધેલ રાહે,પરમાત્મા પણ આવી જાય
લાકડી ઝોળી આપી મા વિરબાઈને,પરમાત્મા ભાગીજાય
………..એજ સાચી ભક્તિ જીવની,જે નિર્મળ પ્રેમ આપી જાય.
=====================================
July 28th 2015
. . ભક્તિનો રંગ
તાઃ૨૮/૭/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ઉંમર તો છે સમયની કેડી,સમય સમયે સમજાઈ જાય
પાવનરાહ મળે છે જીવને,જે ભક્તિ માર્ગ બતાવી જાય
……..એજ કૃપા જલાસાંઈની,જે ભક્તિનો નિર્મળ રંગ આપી જાય.
પ્રેમનિખાલસ પામવા જીવનમાં,શ્રધ્ધાએ જીવન જીવાય
મોહમાયાની કદમ છોડતા,જીવનમાં દરેક પળ સચવાય
સતત સ્મરણ કરતા જલાસાંઇનું,પરમાત્માની કૃપા થાય
આંગણે આવી કૃપામળે પ્રભુની,જીવને શાંન્તિ આપી જાય
……..એજ કૃપા જલાસાંઈની,જે ભક્તિનો નિર્મળ રંગ આપી જાય.
મનથી કરેલ ભક્તિ સાચી,એજીવને સાચીરાહ આપી જાય
તનથી કરેલ મહેનત જીવને,શાંન્તિનો સંગાથ આપી જાય
માગણીની ના કોઇ આશા રહે,જ્યાં જીવને સઘળુમળી જાય
સરળ જીવનની રાહ મળે,જ્યાં સાચો ભક્તિ રંગ મળી જાય
……..એજ કૃપા જલાસાંઈની,જે ભક્તિનો નિર્મળ રંગ આપી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++