December 17th 2014

.
.
.
. .માતાનો પ્રેમ
તાઃ૧૭/૧૨/૨૦૧૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પ્રેમ મળે મા તારો,આ જીવન ઉજ્વળ થાય
નિર્મળતાના સંગે,પાવનકર્મ જીવનમાં થાય
….એવી કૃપા તારી હુ પામી,જીવનમાં અખંડ શાંન્તિ માણી.
સુખદુઃખને મારા આંબી,જીવનમાં શાંન્તિ આપી
પરમકૃપાળુ છે દ્રષ્ટિ,જે સાચા સુખની રાહ દીધી
માનવતા પ્રસરે મારી,જ્યાં કૃપા મારા પર થાતી
સ્નેહાળ શાંન્તિ પામી,ઉજ્વળતા જીવનમાં આણી
…..એવી કૃપા તારી હુ પામી,જીવનમાં અખંડ શાંન્તિ માણી.
નામાગણી જીવનમાં રાખી,માપ્રેમથી શાંન્તિ આપી
દીધીસંતાનને શીતળકેડી,ઉજ્વળરાહ મેળવી લીધી
ભક્તિમાર્ગની સાચી રાહે,મા તારી અખંડકૃપા પામી
મોહમાયાના સ્પર્શી પ્રદીપને,મુક્તિમાર્ગની કેડીદીધી
……એવી કૃપા તારી હુ પામી,જીવનમાં અખંડ શાંન્તિ માણી.
================================
+++જય અંબેમા+++જય કાળકામા+++જય ચામુંડામા+++
December 17th 2014
. .પ્રભુપ્રેમ
તાઃ૧૭/૧૨/૨૦૧૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નિર્મળતાનો સંગ મળે જીવનમાં,જીવને શાંન્તિ મળી જાય
અંતરમાં આનંદ રહે અનેરો,જ્યાં સાચો પ્રભુપ્રેમ થઈ જાય
………………ભક્તિ ભાવને નિર્મળ રાખતા,સુખ શાંન્તિ મળી જાય.
માગણી મોહની માયા છુટતા,માનવ જીવન મહેંકી જાય
પરમાત્માનો પ્રેમ મળે દેહને.જીવને રાહ સાચી દઈજાય
સરળતાનીકેડીએ જીવતા,પાવનકર્મ જીવનમાં થઈજાય
જલાસાંઇની સાચી ભક્તિએ,પવિત્ર પળે પળ મળી જાય
………………ભક્તિ ભાવને નિર્મળ રાખતા,સુખ શાંન્તિ મળી જાય.
કરેલકર્મ એ બંધન જીવના,ના કોઇ જીવથી કદી છટકાય
નિર્મળ ભક્તિ ને નિર્મળ પ્રેમ,એ જ માનવતાએ સમજાય
પ્રેમ નિખાલસ રાખી જીવતા,સાચી ભક્તિએ જીવ દોરાય
અંતે દેહને મળે મુક્તિ,ત્યાં અવનીના આગમનથી બચાય
……………….ભક્તિ ભાવને નિર્મળ રાખતા,સુખ શાંન્તિ મળી જાય.
================================
December 11th 2014
. .પ્રેમની ગંગા
તાઃ૧૧/૧૨/૨૦૧૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભક્તિની શક્તિ છે નિરાળી,સાચી ભક્તિએ મળી જાય
મળે પ્રભુ પ્રેમની ગંગા જીવને,જે જન્મસફળ કરી જાય
…….જય જલારામ જય સાંઇરામથી પાવનકર્મ જીવનમાં થાય.
નિર્મળ ભાવથી ભક્તિ કરતા,પરમાત્મા રાજી થઇ જાય
શ્રધ્ધા રાખીને વંદન કરતા,જીવની પળે પળ સચવાય
જલાસાંઇના સ્મરણ માત્રથી,જીવપર પ્રભુકૃપા થઇ જાય
માગણી મોહની માયા છુટતા,પવિત્રકર્મ જીવનમાં થાય
…….જય જલારામ જય સાંઇરામથી પાવનકર્મ જીવનમાં થાય.
ભક્તિપ્રેમને સાચવી લેતા,જીવ પર પ્રેમનીવર્ષા થઇ જાય
માનવતાની મહેંક પ્રસરતા,પવિત્રજીવોનો સાથ મળીજાય
આંગળી પકડી જલાસાંઇની ચાલતા,આફતથીય છટકાય
મળે જીવને માનવતાની મહેંક જગે,એજ પ્રેમગંગા કહેવાય
……..જય જલારામ જય સાંઇરામથી પાવનકર્મ જીવનમાં થાય.
======================================
October 20th 2014

. .આંગળી ચીંધેલ
તાઃ૨૦/૧૦/૨૦૧૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જલારામની ચીંધેલ આંગળીએ,પાવનકર્મ જીવનમાં થાય
આંગણે આવી ઉભેલ જીવોને,અન્નદાન આપીને હરખાવાય
………… એવા જલારામની સાચી ભક્તિએ,ભગવાન ભાગી જાય.
માનવજીવનની મહેંક પ્રસરે,જ્યાં પ્રેમે માનવતા સચવાય
નિર્મળભાવનાએ ભક્તિ કરતાં,જીવને સાચીરાહ મળી જાય
વિરબાઇ માતાના સંસ્કારે,જલારામની જ્યોત પ્રગટી જાય
ઝોળી ને લાકડી આપીને ભાગતા,પરમાત્મા પણ છટકી જાય
…………. એવા જલારામની સાચી ભક્તિએ,ભગવાન ભાગી જાય.
લાગણીમોહને દુર રાખતા,જીવને પરમાત્માનીકેડી મળી જાય
કર્મનાબંધન એ જીવને સ્પર્શે,પણ સાચી ભક્તિએ દુર રહેવાય
શ્રધ્ધા ને વિશ્વાસ રાખીને ભજતા,જીવને કળીયુગના અથડાય
અન્ન્દાનની કેડીએ જીવતા,પરમાત્માની પરમકૃપા મળી જાય
…………… એવા જલારામની સાચી ભક્તિએ,ભગવાન ભાગી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++=
September 24th 2014

. .ખોડીયાર માતા
તાઃ૯/૮/૨૦૧૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માડી તારી અસીમ કૃપાએ,જીવને સાચી ભક્તિ મળી જાય
વંદન કરી ખોડીયાર માતાને,માડી તારા ગરબાઓ ગવાય
. …………………માડી તારી અસીમ કૃપાએ.
અખંડ પ્રેમની કૃપા મળેમા,તારા દર્શન કરવા આવ્યો આજ
ગરબે ઘુમી તાળી પાડતા,જીવને અનંત આનંદ મળી જાય
નવરાત્રીની પવિત્ર રાહે,માડી તારા પ્રેમે ગરબાઓ ગવાય
અજબકૃપા મા તારી મળતાજ,મળેલ જન્મસફળ થઈ જાય
. ……………………માડી તારી અસીમ કૃપાએ.
આરતી અર્ચન પુંજન કરતાં,ઘરમાં મા તારા પગલા પડી જાય
અનંતપ્રેમ મળતા મા તારો,આવતી આધી વ્યાધી ભાગી જાય
સુખ શાંન્તિનો સાગર મળતાં,માડી મારૂ જીવન ઉજ્વળ થાય
પ્રદીપ રમા પર માતારી કૃપા થતા,તારા ચરણનો સ્પર્શ થાય
. ……………………..માડી તારી અસીમ કૃપાએ.
———————————————————————-
August 20th 2014
. . પવિત્ર શ્રાવણ માસ
તાઃ૧૦/૮/૨૦૧૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર માસના પવિત્રદીને,પરમાત્માને પ્રેમથી ભજાય
શ્રાવણ માસની નિર્મળ સવારે,સુર્યદેવને અર્ચના થાય
………….એવી નિર્મળ સવારે ભક્તિ કરતા,માનો પ્રેમ મળી જાય.
સોમવારની શિતળ સવારમાં,શીંવલીંગનું પુંજન થાય
મંગળવારના પવિત્રદીવસે,માદુર્ગા,કાળકાને વંદનથાય
બુધવારની પ્રેમાળ જ્યોતે,ૐ બુમ બુધાય નમઃ સ્મરાય
ગુરૂવારની ઉજ્વળસવારે,જલાસાંઇની નિર્મળ ભક્તિથાય
શુક્રવારની શીતળ સવારે,માઅંબાની આરતી પ્રેમે થાય
શનિવાર શક્તિશાળી,બજરંગબલી સંગ શનિદેવ પુંજાય
રવિવારની પ્રેમાળ સવારે,માકાળકાને પુંજનઅર્ચન થાય
………….એવી નિર્મળ સવારે ભક્તિ કરતા,માનો પ્રેમ મળી જાય.
નિર્મળ ભાવથી કરેલ ભક્તિ,તનમનને શાંન્તિ આપી જાય
ભક્તિમાર્ગની શીતળકેડી,પ્રદીપરમાનુ જીવન ઉજ્વળથાય
મળે પ્રેમ મા કાળકાનો,ને સંગે માતા અંબાજી આવી જાય
માતા પાર્વતીના ચરણસ્પર્શે,પિતા ભોલેનાથ પણ હરખાય
આવીઆંગણે કૃપામળે પ્રભુની,જીવનમાં અનુભવે મેળવાય
મળે માની અસીમકૃપા જીવને,જ્યાં માલક્ષ્મીને વંદન થાય
સીતારામના સ્મરણ માત્રથી,મળેલ આ જીવન પવિત્ર થાય
………….એવી નિર્મળ સવારે ભક્તિ કરતા,માનો પ્રેમ મળી જાય.
=======================================
August 20th 2014

. .સાંઇ જ્યોત
તાઃ૧૪/૮/૨૦૧૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સાંઇબાબાના સતત સ્મરણથી,કૃપા બાબાની મળીજાય
નિર્મળભાવનાએ શ્રધ્ધા રાખતા,પવિત્ર રાહ મળી જાય
. …………….સાંઇબાબાના સતત સ્મરણથી.
ભક્તિપથની સાચી કેડીએ.ના કોઇ મોહમાયા અથડાય
મળે જીવને કૃપા સાંઇબાબાની,પ્રેમ જ્યોત પ્રગટી જાય
સ્નેહની પાવનકેડી મળતા,આમાનવજીવન મહેંકીં જાય
સાંઇસાંઇ અંતરથી સ્મરતા,બાબાનું આગમન થઈ જાય
. ……………સાંઇબાબાના સતત સ્મરણથી.
પરમાત્માની અસીમકૃપા.ભોલેનાથની કૃપાએ મેળવાય
મળે બાબાની કૃપાજીવને,જ્યાં ૐ શબ્દથી સ્મરણ થાય
માનવતાની મહેંક પ્રસરે,અવનીએઆગમન સફળ થાય
ભક્તિમાર્ગની સાચી રાહે,જન્મમરણના બંધન તુટી જાય
. ………………સાંઇબાબાના સતત સ્મરણથી.
=ૐૐૐ==ૐ શ્રી સાંઇનાથાય નમઃ++++ૐ નમઃ શિવાય==ૐૐૐ=
February 16th 2014
. કૃપા પરમાત્માની
તાઃ૧૬/૨/૨૦૧૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મનને મળેલ માર્ગ ભક્તિનો,જીવને શાંન્તિ આપી જાય
નિર્મળતાના વાદળ વરસે,જે જીવન પાવન કરી જાય
. …………………મનને મળેલ માર્ગ ભક્તિનો.
સાચી રાહ મળે જીવનની,જ્યાં પ્રેમથી પ્રભુ ભક્તિ થાય
સાચા સંતની ઉજ્વળરાહ મળતા, પાવનકર્મ થઈ જાય
મનમાં રાખી શ્રધ્ધાએ ભજતા,કર્મની કેડી શીતળ થાય
આવી આંગણે જ્યાં કૃપા રહે,ના આધીવ્યાધી અથડાય
. ………………….મનને મળેલ માર્ગ ભક્તિનો.
માગણી એ ના મળે કૃપા,કે ના માગણીએ મોહ મેળવાય
અંતરમાંથી જ્યાં નીકળેલાગણી,જે સૌને સાચી સમજાય
કુદરતની છે અસીમકૃપા ભક્તોપર,જન્મસફળ કરી જાય
કૃપા પરમાત્માની મળતા,જીવના માર્ગ સરળ થઈ જાય
. …………………… મનને મળેલ માર્ગ ભક્તિનો.
==================================
February 11th 2014
. નિર્મળ કેડી
તાઃ ૧૧/૨/૨૦૧૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પાવન પગલા ચાલે માનવ,સરળ જીવન એ જીવી જાય
નિર્મળકેડી જીવનમાં મળતા,માનવજન્મસફળ થઈજાય
. ………………….પાવન પગલા ચાલે માનવ.
કુદરતની કૃપા મળે જીવને,જ્યાં ભક્તિ માર્ગ મળી જાય
પ્રેમથીકરેલ પુંજા જલાસાંઇની,નિર્મળજીવન આપીજાય
અખંડ આનંદ જીવનમાં મળતા,અનેકનો પ્રેમ મળીજાય
માનવતાનીમહેંક પ્રસરતા,અનંત આનંદની વર્ષા થાય
. …………………..પાવન પગલા ચાલે માનવ.
અવનીપરનુ આગમન જીવને,કર્મનાબંધને બાંધી જાય
જન્મમરણની એકજ કેડીએ,જીવ અવનીએજકડાઇ જાય
મોહમાયાની ચાદર છોડવા,જીવને ભક્તિમાર્ગ મળીજાય
શાંન્તિનો સંગાથ મળે જીવને,જ્યાંનિર્મળ કેડીને પકડાય
. ……………………પાવન પગલા ચાલે માનવ.
+++++++++++++++++++++++++++++++++++
January 30th 2014

.
. .ભક્તિ દ્વાર
તાઃ૩૦/૧/૨૦૧૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નિર્મળ ભાવથી જલારામને ભજાય,પ્રેમથી જય જલારામ કહેવાય
શ્રધ્ધાભાવથી ભક્તિ કરતાં,જલારામનામથી ભક્તિદ્વાર ખુલી જાય
. …………………..નિર્મળ ભાવથી જલારામને ભજાય.
પ્રભાતે સુર્યદેવને અર્ચના કરી,જલારામની ભક્તિએ આરતી થાય
પ્રેમથી રામનામના સ્મરણ સંગે,સંત જય જલારામની માળા થાય
શ્રધ્ધા અંતરમાં રાખી જીવનમાં,પરમાત્માની પુંજા ઘરમાં જ થાય
આવી આંગણે કૃપા રહે જલાની,જે મળેલ આજન્મ સફળ કરી જાય
. ………………….નિર્મળ ભાવથી જલારામને ભજાય.
મોહમાયા છે આ કળીયુગની કેડી,જે નિર્મળ જીવનનેજ જકડી જાય
નિખાલસ પ્રેમને સંગે રાખીને જીવતા,સંત જલાસાંઇની કૃપા થાય
અવનીપરનુ આગમન જીવનુ,જે કર્મના બંધનની સાંકળ કહેવાય
ભક્તિનો સંગ રાખીને જીવતા,અંતે જન્મમરણના બંધન છુટી જાય
. ………………….નિર્મળ ભાવથી જલારામને ભજાય.
========================================