July 30th 2013

ખોડીયાર મા

.                  . ખોડીયાર મા

તાઃ૩૦/૭/૨૦૧૩                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

ખોડીયાર માના ગરબે ઘુમતા,મન મારુ ખુબ હરખાય
માતાની અખંડ કૃપા મળતા,આ જીવન ઉજ્વળથાય
.                ………………….ખોડીયાર માના ગરબે ઘુમતા.
શ્રધ્ધા રાખીને ભક્તિ કરતાં,માતાનો  પ્રેમ મળી જાય
આંગણે આવીને પ્રેમ વર્ષાવે,જે જન્મ સફળ કરી જાય
કૃપાની સાચી કેડી મેળળતા,જીવથી કર્મો પાવન થાય
મળે માતાનો પ્રેમ પ્રદીપને,આ જન્મ સાર્થક થઈ જાય
.               ……………………ખોડીયાર માના ગરબે ઘુમતા.
ખોડીયાર ખોડીયાર મનથી કરતાં,માતાજી રાજી થાય
આશીર્વાદની  એક જ દ્રષ્ટિ એ,આ જીવન ઉજ્વળ થાય
માડી તારા અખંડ પ્રેમની,પ્રદીપના મનથી આશ રખાય
સતત સ્મરણથી ભક્તિકરતાં,કૃપાએજન્મસફળ થઈજાય
.                ……………………ખોડીયાર માના ગરબે ઘુમતા.

**********************************************
જય ખોડીયાર મા જય ખોડીયાર મા જય ખોડીયાર માતા
**********************************************

July 20th 2013

शेरडीके बाबा

.                      . शेरडीके बाबा

ताः२०/७/२०१३                      प्रदीप ब्रह्मभट्ट

शेरडी आके बाबाके चरणोमें आये,लेकर श्रध्धा और सबुरी
निर्मळ प्रेमसे भक्ति करते,अल्ला इश्वरको एक समझके
.                 ………………शेरडी आके बाबाके चरणोमें आये.
सांइ नामके एक ही स्मरणसे,जन्म सफल हो जाता है
निर्मल राह जीवनमे मीलती,सुखशांन्ति मील जाती है
प्रेममीले जहां बाबाका हमको,ना अभिलाषाभी रहती है
उज्वल जीवन मील जानेसे,ये जन्म सफल हो जाता है
.                 ………………शेरडी आके बाबाके चरणोमें आये.
एक आशा भक्ति प्रदीपकी,बाबा सदा साथ हमारे रहेना
कुटुंब परिवारकी रक्षा करना,उज्वल जीवन राह भी देना
ॐ सांइनाथका स्मरणकरते,श्रध्धा और विश्वासके साथ
मुक्ति जीवको प्रेमसे देना,ना जन्म मरण जीवसे बंधाय
.               ………………..शेरडी आके बाबाके चरणोमें आये.

ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐ ॐॐ ॐ

July 20th 2013

સંકટમોચક

Ram_hanuman

 

 

 

 

 

 

 

 

 

 

 

 

.                 . સંકટમોચક   

તાઃ૨૦/૭/૨૦૧૩                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

જય જય હનુમાન,બોલો જય જય શ્રી હનુમાન
છે પવનપુત્ર હનુમાન,સંકટમોચક શ્રી હનુમાન
.                 ……………….બોલો જય જય શ્રી હનુમાન.
સરળ ભક્તોના છે રખેવાળ,અજબશક્તિ એ ધરનાર
પ્રભુકૃપાના એ પાલનહાર,ઉજ્વળ જીવનએ કરનાર
ભક્તિમાર્ગ જગમાં દેનાર,જીવને શાંન્તિ મળે અપાર
અખંડ શાંન્તિ મળે જીવને,અંતે મુક્તિમાર્ગ મળીજાય
.                ………………….બોલો જય જય શ્રી હનુમાન.
સદા શ્રીરામનો પ્રેમ વર્ષે,મળે માસીતાના આશીર્વાદ
લક્ષ્મણજીને જીવનદીધુ,લાવી ભસ્મ મૃત્યુ પામર કીધુ
ગદા હાથમાં તાકાત લીધી,રાજા રાવણને મુક્તિ દીધી
ભક્તિ રાહ જીવોને દીધી,સંકટ મોચકની સિધ્ધિ લીધી
.              …………………..બોલો જય જય શ્રી હનુમાન.

=================================

July 16th 2013

જય ખોડીયાર મા

mata

 

 

 

 

 

 

 

 

 

 

 

.                . જય ખોડીયાર મા

તાઃ૧૬/૭/૨૦૧૩                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

માડી તારા ચરણ સ્પર્શથી,જીવને અનંત શાંન્તિ થાય
ઉજ્વળ જીવન દેજો માડી,એ જ પ્રેમથી માગણી થાય
.                      …………………માડી તારા ચરણ સ્પર્શથી.
પુષ્પગુચ્છના ચરણ સ્પર્શથી,મા તારી કૃપા મળી જાય
અંતરમાં આનંદ અનેરો,ને મનને  અનંત શાંન્તિ થાય
ખોડીયાર ખોડીયાર સ્મરણ કરતાંજ,સવાર સુધરી જાય
નિર્મળતાનો સંગ મળતા જીવને,સાચી કેડી મળી જાય
.                    …………………..માડી તારા ચરણ સ્પર્શથી.
મળે માના આશિર્વાદ પ્રદીપને,જ્યાં પ્રભાતે પુંજા થાય
ભક્તિભાવને પારખી માડી,અખંડ કૃપા પ્રેમ આપી જાય
મોહમાયાને દુર રાખી માતા,જીવન ઉજ્વળ કરતી જાય
પ્રેમની વર્ષા કરતી માડી,કૃપાનીકેડી પાવન કરતીજાય
.                  …………………….માડી તારા ચરણ સ્પર્શથી.

******************************************

July 9th 2013

આરાસુરી મા અંબા

Ambe Mataji

.              . આરાસુરી મા અંબા

તાઃ૯/૭/૨૦૧૩                               પ્રદીપ બ્રહ્મભટ્ટ

આરાસુરી મા અંબાની કૃપાએ,આ જીવન ઉજ્વળ થઇ જાય
મળેલજન્મને સાર્થક જોતા,માતાનીઅસીમકૃપા મળી જાય
.                       ………………..આરાસુરી મા અંબાની કૃપાએ.
પ્રભાત પહોરે શ્રી અંબે શરણં મમનું,સ્મરણ મનથી થઇ જાય
અંતરમાં આનંદ અનેરો લેતાં,માતાની અપારકૃપામળીજાય
આવી આંગણે મા હેત વર્ષાવે,અનુભવ અંતરમાં તેનો થાય
લાગણીમોહની માયાછુટતાં,જીવપર કૃપામાતાની થઇ જાય
.                       ………………..આરાસુરી મા અંબાની કૃપાએ.
આરાસુરથી મા અંબા આવે,ને માતા કાળકા કાસોર ગામથી
પ્રેમ ભક્તિ પારખી પ્રદીપ રમાની,માતા તકલીફો દુર કરતી
કૃપાનીવર્ષા પ્રેમે કરતી માતા,જે જીવને રાહ સાચીદઈ દેતી
બંધ આંખે સ્મરણ કરતાં માતાના,કૃપા આંગણે આવીમળતી
.                     ………………….આરાસુરી મા અંબાની કૃપાએ.

=======================================

July 8th 2013

આરાધના

.                  . આરાધના

તાઃ૮/૭/૨૦૧૩                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવને મળે છે શાંન્તિ ત્યાંથી,જ્યાં ભક્તિભાવને સમજાય
આરાધના જલાસાંઇની કરતાં,સંસારી જીવન મહેંકી જાય
.                       …………………જીવને મળે છે શાંન્તિ ત્યાંથી.
અવની પરના આગમનની કેડી,જન્મ મરણથી જ સંધાય
ઉજ્વળતાની કેડીને પામવા,સંસારના સંબંધને સચવાય
માયામોહની રાહ છોડવાને કાજે,ભગવા રંગને તરછોડાય
સંસારી જીવન ઉજ્વળ રાહ બને,આંગણે પ્રભુ આવી જાય
.                     ………………….જીવને મળે છે શાંન્તિ ત્યાંથી.
શાંન્તિનો સહવાસ મળતા,મળેલ આ જીવન મહેંકી જાય
કર્મની સાચી કેડીને પકડતા જગે,મોહમાયા  ભાગી જાય
અંતરમાં આનંદ ઉભરે કૃપાએ,સંત જલાસાંઇ રાજી થાય
જન્મ બંધન છુટે જીવના અવનીથી,મુક્તિ માર્ગ મેળવાય
.                       …………………જીવને મળે છે શાંન્તિ ત્યાંથી.

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

July 1st 2013

ઉજ્વળતાની કેડી

SitaRam3bal

 

 

 

 

 

 

 

 

 

 

 

 

.                       .ઉજ્વળતાની કેડી

તાઃ૧/૭/૨૦૧૩                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તિનો સંગાથ મળતા,જીવને અનંત  શાંન્તિ થઇજાય
સાચી ભક્તિ મનથી કરતાં,ઉજ્વળતાની કેડી મળી જાય
.                           ………………… ભક્તિનો સંગાથ મળતા.
સરળ જીવનની રાહ મળતા,જીવ અવની પર હરખાય
મળે પ્રેમ અવનીએજ સાચો,ના ભેદભાવ કદી મેળવાય
માનવતાનીમહેંક મહેંકતા,જીવના સદમાર્ગ ખુલી જાય
આવી કૃપા મળે પરમાત્માની,જીવને શાંન્તિ મળી જાય
.                           ………………….ભક્તિનો સંગાથ મળતા.
ભોળાનાથની સાચી ભક્તિએ,માતા પાર્વતી રાજી થાય
ગજાનંદનોપ્રેમ મળે જીવને,જે આ જન્મસફળ કરી જાય
ભક્તિ માર્ગની કેડી મળે જીવને,જ્યાં સંતની કૃપા થાય
જલારામનીજ્યોત પ્રગટે જીવે,ને સાંઇબાબા રાજી થાય
.                         …………………..ભક્તિનો સંગાથ મળતા.

++++++++++++++++++++++++++++++++++

June 26th 2013

ભક્તિનો સાથ

jalabapa's birthday

 

 

 

 

 

 

 

 

 

.               .  ભક્તિનો સાથ

તાઃ૨૬/૬/૨૦૧૩                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવતાની મહેંક પ્રસરે,ને જીવન પણ ઉજ્વળ થાય
પાવન કર્મ જીવનમાં થતાં,સાથ ભક્તિનો મળી જાય
.                         …………………માનવતાની મહેંક પ્રસરે.
જન્મની કેડી જીવન સંગે,જન્મ મળતા ચાલતી જાય
કર્મનામળેલ બંધન જીવને,એઅવનીએ લાવી જાય
સંબંધનો સથવારો વળગી ચાલે,ના કોઇથી છટકાય
આવી અવનીપર જીવતા,જન્મના બંધન મળી જાય
.                         ………………….માનવતાની મહેંક પ્રસરે.
મુક્તિ માર્ગને પકડી લેવા,સાચી ભક્તિ મનથી થાય
ભક્તિમાર્ગ છે જ્યોતનિરાળી,જીવ જન્મથી છુટી જાય
મળે પ્રેમ પરમાત્માનો,જ્યાં જલાસાઈની ભક્તિ થાય
આવી આંગણે મુક્તિ રહે,જે જીવને જન્મથી છોડી જાય
.                         ………………….માનવતાની મહેંક પ્રસરે.

*******************************************

June 24th 2013

શ્રી મહાદેવ

Pitaji Shivaji

 

 

 

 

 

 

 

 

 

 

 

.                   .શ્રી મહાદેવ

તાઃ૨૪/૬/૨૦૧૩                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભોળા છે ભગવાન  શિવજી,તેમને  ભોલેનાથ કહેવાય
પરમ કૃપાળુ  છે દયાળુ,તેઓ મહાદેવથીય ઓળખાય
.                 ………………..ભોળા છે ભગવાન શિવજી.
જગત જીવ પર અપાર કૃપા દઈ,ભક્તિ પારખી જાય
આવી આપે પ્રેમ પ્રદીપને,જીવને શાંન્તિ આપી જાય
મા પાર્વતીની કૃપા અનેરી,સાચી ભક્તિએ મળી જાય
ઉજ્વળતાની રાહ આપીને,જીવને મુક્તિએ દોરી જાય
.                ………………….ભોળા છે ભગવાન શિવજી.
ૐ નમઃ શિવાય ના સ્પંદનથી,દેહે ભક્તિ સાચી થાય
મોહ માયાની ચાદર છુટતાં,સાચી પ્રભુકૃપા થઈ જાય
પ્રેમ મળે મને માબાપનો,કૃપા મહાદેવની મળી જાય
આધી વ્યાધીથી મુક્તિ મળતા,માનવતા મહેંકી જાય
.                ………………….ભોળા છે ભગવાન શિવજી.

+++++++++++++++++++++++++++++++++++

June 16th 2013

ઉજ્વળ પ્રભાત

.                .ઉજ્વળ પ્રભાત

તાઃ૧૬/૬/૨૦૧૩                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

સરળ સફળતા મળતી જીવને,જન્મ સાર્થક થઈ જાય
ઉજ્વળ કીરણની કેડીએજ,પાવન કર્મ જીવનમાં થાય
.                 …………………સરળ સફળતા મળતી જીવને.
ના જીવને માયા વળગે,કે ના કાયાને વળગે કોઇ મોહ
સરળ જીવનની કેડીએ,ના મળી જાય જીવનેકોઇ લોભ
પરમકૃપા જલાસાંઇની,જીવને દેહ છોડતા  મળી જાય
મુક્તિમાર્ગના દ્વાર ખોલે પ્રભુ,ને સુખ શાંન્તિ થઈ જાય
.                 …………………સરળ સફળતા મળતી જીવને.
પ્રભાતની પહેલી કિરણે,માનવદેહે સુર્યોદય સહેવાય
મળે શાંન્તિ માનવદેહને,એનેજ પ્રભુકૃપા જ કહેવાય
માનવતાની મહેંક પ્રસરે,જ્યાં ભક્તિ માર્ગ પકડાય
ઉજ્વળ જીવનને ઉજ્વળરાહ,સાચી ભક્તિએજ થાય
.                    ……………….સરળ સફળતા મળતી જીવને.

=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=

« Previous PageNext Page »