July 21st 2011
સાંકળ શ્રધ્ધાની
તાઃ૨૧/૭/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધા એતો સાંકળ છે,જે જીવને સદમાર્ગે દોરી જાય
ભક્તિ ભાવના પ્રથમ પગથીએ,જીવને આનંદ થાય
…………શ્રધ્ધા એતો સાંકળ છે.
માયા છે કળીયુગના બંધન,જન્મ મળતાં મળી જાય
કોટી કરતાં ઉપાય જગતમાં,કોઇથીય એ ના છોડાય
રાહભક્તિની સાચીમળતાં,જીવને શાંન્તિમળતી થાય
મળે પ્રભુની ભક્તિ જીવને,ત્યાં મનની મુંઝવણ જાય
……….શ્રધ્ધા એતો સાંકળ છે.
ડગલુભરતાં ભક્તિરાહ પર,કળીયુગી વ્યાધી ભટકાય
શ્રધ્ધાનીસાંકળ મળીજતાં,જીવને પ્રભુપ્રેમ મળીજાય
મનનેશાંન્તિ તનનેરાહત,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ થાય
સુખમળે જ્યાં સ્વર્ગનુ જીવને,મુક્તિ માર્ગ મળી જાય
…………શ્રધ્ધા એતો સાંકળ છે.
===============================
July 17th 2011

.
. વ્હાલા હનુમાન
તાઃ૧૭/૭/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જાણી લીધી ભક્તિસાચી,જ્યાં મળ્યા ભક્ત હનુમાન
શ્રધ્ધા રાખી કર્મકરતાં,રાજી કરી લીધા પ્રભુ શ્રીરામ
………..જાણી લીધી ભક્તિ સાચી.
રામનામનુ રટણ કરતાં,દરીયાના પત્થર તરી જાય
શ્રધ્ધા રાખી રામનામમાં,કરી ગયા એ સાર્થક કામ
મોહ માયાને દુર રાખતા,કૃપાળુની કૃપાને મેળવાય
અજબ શક્તિ ભક્તિની છે,જે કર્મ થકીજ મળી જાય
………..જાણી લીધી ભક્તિ સાચી.
મુખમાં સુરજ ગળી જતાં તો, જગે અંધારુ થઇ જાય
દેવોને પણ નમવુ પડ્યૂં,જે શક્તિ ભક્તિની કહેવાય
સાગર પાર કરી લંકામાં,સીતાજીને અંગુઠી દઈ જાય
સિંદુરતેલની સમજઆપીને,વિશ્વાસુ વહાણ દોરીજાય
…………જાણી લીધી ભક્તિ સાચી.
++++++++++++++++++++++++++++++++
July 16th 2011

સાંઇનામની જ્યોત
તાઃ૧૬/૭/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સાંઇનામની જ્યોત પ્રગટાવી,સાંઇ પ્રેમને પામી લઉ
સફળજન્મની કેડી મેળવી,દેહથી હું મુક્તિ માગી લઉ
……….સાંઇનામની જ્યોત પ્રગટાવી.
ભક્તિપ્રેમને સમજી લેતાં,રાહ જીવનમાં ઉજ્વળ જોઉ
સફળતાનો સહવાસ મેળવી,સાંઇનામથી શાંન્તિ લઉ
આંગણે આવતાં મળેપ્રેમ,માનવ જીવન હું જાણી લઉ
જ્યોતજલાવી સાંઇબાબાની,ચરણોનીભક્તિ માગીલઉ
……….. સાંઇનામની જ્યોત પ્રગટાવી.
પળેપળ હું માગું સાંઇ પ્રેમ,ના રહે જેમાં કદી કોઇ વ્હેમ
માનવજીવન મુક્તિની કેડી,જ્યોત પ્રકટાવતા મેં જાણી
અંતરમાં અનહદ આનંદ મળતાંજ,કૃપા અમોએ માણી
દેજોપ્રેમ અમોને સાંઇબાબા,આજીવોને જન્મથી ઉગારી
…………સાંઇનામની જ્યોત પ્રગટાવી.
*************************************
July 14th 2011

વિરપુરનો વાર
તાઃ૧૪/૭/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ગુરૂવારની છે અજબ ચાહત,ભક્તિએ માનવતા મેળવાય
દેહ મળેલ અનેક જીવોને,અન્નદાનથી કોઇક જીવ હરખાય
એવું વિરપુર ગામનિરાળુ,વિરબાઇ જલારામથી ઓળખાય
………..ગુરૂવારની છે અજબ ચાહત.
ભક્તિને ભજન સંગ રાખી,માનવતાને એ મહેંકાવી જાય
મહેનતનો સહવાસ રાખીને,ગૃહસ્થજીવન પણ જીવી જાય
પ્રભુ કૃપાની એકજ લહેર ન્યારી,જે અન્નદાને જ દોરી જાય
મેળવી લીધી શાંન્તિ જીવથી,જ્યાં પરમાત્મા ભાગી જાય
…………ગુરૂવારની છે અજબ ચાહત.
સંસ્કાર સિંચન છે વિરબાઇમાના,જે ભવસાગર તારી જાય
પતિપ્રેમને પારખી લેતા તો,સાધુની એ સેવા કરવા જાય
તનથી મહેનત ને મનથીજ ભક્તિ,જે સંતાને પણ દેખાય
ભાગે પરમાત્મા ભુમીથી,એજ સાચી નિર્મળભક્તિ કહેવાય
………..ગુરૂવારની છે અજબ ચાહત.
************************************
+++જય જલારામ,જય વિરબાઇમાતા,વંદન વારંવાર+++
………..આ તો ગુરૂવારનો મહીમા અપરંપાર.
_________________________________________
July 13th 2011

મા અંબાના શરણે
તાઃ૧૩/૭/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માડી તારી ભક્તિ કરતાં,હૈયે અનંત આનંદ થાય
સુખશાંન્તિની દોરીમળતાં,મા પ્રદીપ બહુ હરખાય
……….માડી તારી ભક્તિ કરતાં.
નિત્ય સવારે પુંજન કરતાં,મા ઘરમાં ભક્તિ થાય
ધુપદીપના એક સહારે,અમારું આંગણુ પાવનથાય
રહેજે માડી સંગ અમારે,ને ઉજ્વળ કરજે આ જન્મ
ભક્તિની દોરી અમારી,મા તારા ચરણે લાવી જાય
સદા રાખજે કૃપાદ્રષ્ટિ સંતાને,મોહમાયા છુટી જાય
……….. માડી તારી ભક્તિ કરતાં.
શ્રી અંબે શરણંમમઃ બોલતા,મા અમને આનંદ થાય
હૈયે ટાઢક મળી જતાં મા,અમો પર સ્નેહ વર્ષા થાય
પળપળને મા સાચવીલેજે,ભુલ નાની પણ થઇજાય
સંતાનનો સ્નેહ મેળવવા કાજે,નિત્ય પુંજન મા થાય
જીવન ઉજ્વળ કરજે માડી,પકડી સદા અમારો હાથ
…………માડી તારી ભક્તિ કરતાં.
================================
July 12th 2011

ગજાનંદ પ્રેમ
તાઃ૧૨/૭/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ગજાનંદની કૃપા નિરાળી,જ્યાં પુંજન અર્ચન થાય
શાંન્તિનો સહવાસ નિરખી,જીવને અનંતપ્રેમ થાય
…………ગજાનંદની કૃપા નિરાળી.
ઉજ્વળ પ્રભાતના આગમને,જીવન ઉજ્વળ થાય
આધીવ્યાધી નારહે ઉપાધી,એતો દુર ભાગી જાય
ભક્તિનો એ અતુટ પરચો,જ્યાં ગજાનંદને પુંજાય
શ્રધ્ધા રાખી નિર્મળ મને,પાવનકર્મ જ થતા જાય
…………ગજાનંદની કૃપા નિરાળી.
ગૌરીપુત્રનો છે પ્રેમ નિરાળો,જે મુશક માણી જાય
કરુણાનો તો સાગરછે,જે જીવનેમુક્તિએ દોરી જાય
મળીજાય જ્યાં શાંન્તિમનને,ત્યાં ગજાનંદ હરખાય
મળેકૃપા પરમાત્માની,ત્યાં જીવન સફળ થઈ જાય
………… ગજાનંદની કૃપા નિરાળી.
=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=
July 11th 2011
ભોળાના ભગવાન
તાઃ૧૧/૭/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
તમે ભોળા છો ભગવાન,તમારી કૃપા કરુણા અપાર
સુણી તમે ભક્તોનાપોકાર,સદા રહો છો તેમના દ્વાર
……બોલો ૐ નમઃ શિવાય,ૐ નમઃ શિવાય.
દુઃખના વાદળ દુર કરીને,ભક્તોને તમે લો ઉગારી
મનથીથતી ભક્તિ જોઇને,વાણી વર્તનને સંભાળી
ઉજ્વળરાહ જીવનેદેતા,માનવજીવન સાર્થકકરતા
મોહમાયાથી દુર રાખીને,પાવન કર્મનો સંગ દેતા
……..બોલો ૐ નમઃ શિવાય,ૐ નમઃ શિવાય.
દુધઅર્ચન મનથીકરતાં,સદાસહવાસતમારો લેતા
સોમવારની પ્રભાતટાળે,શિવમંદીરમાં દર્શન દેતા
ગજાનંદના પિતા તમે છો,મા પાર્વતીના ભરથાર
પ્રદીપને સંતાન ગણીને,દેજો મુક્તિ ભવસાગરથી
……..બોલો ૐ નમઃ શિવાય,ૐ નમઃ શિવાય.
===============================
July 8th 2011
અદભુત અવની
તાઃ૮/૭/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અઠવાડીયાના સાતદીવસ,પણ મહીનાના ત્રીસ એકત્રીસ
વર્ષના મહીના બાર જ રહે,અને દીવસના કલાકો ચોવીસ
કુદરતની આકરામત,ઉદય નેસંધ્યાએ મળે સુરજની પ્રીત
જન્મમળ્યો જ્યાં અવનીએ,ત્યાં દેહને સુર્યના દર્શન થાય
ઉગમણે ઉગતા પુંજાય સુર્યને,ને સંધ્યાકાલે આરતી થાય
મળે માયામોહ દેહને જગતમાં,ના કોઇથી અતિથી થવાય
આશીર્વાદમળે જ્યાં વડીલના,ત્યાં સમજણ દેહથી પકડાય
સમય નાપકડાય કોઇથીજગે,છોને હોય કોઇપણ એ સ્વરૂપ
લાકડી પકડી ચાલે દેહથી,કે આંગળીયે માળાય ફરતી હોય
શબ્દ શ્ર્લોકના સંબંધ સમજે,જીવપર જલાસાંઇની કૃપાથાય
મળે મનને લાયકાતની શાંન્તિ,જેને સમયના સ્પર્શતો હોય
++++++++++++++++++++++++++++++++++
July 6th 2011
સાચો વિશ્વાસ
તાઃ૬/૭/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
એક મને હતો વિશ્વાસ,કે મારી શ્રધ્ધા સાચી છે
મને મળી ગયો છે સાથ,પ્રભુ એકૃપા તમારી છે
…………એક મને હતો વિશ્વાસ.
બાળપણની ડગલીમાં,મને મા એ દીધા સંસ્કાર
આંગળીપકડી પિતાએ,ખોલ્યા મેં મહેનતના દ્વાર
સફળતાનીકેડી મળીમને,જે આશીર્વાદે મેળવાય
નિર્મળતાદીઠીજીવનમાં,જે વિશ્વાસ સાચોકહેવાય
……….એક મને હતો વિશ્વાસ.
ભક્તિ દ્વાર ખુલ્યા કૃપાએ,જ્યાં પુ.મોટાને મળાય
આંગળી પકડી રાહ બતાવી,જીભે હરિઃૐ બોલાય
કલમપકડતાં કૃપામળી,જે વિદ્યાદેવીથી મેળવાય
વાંચકો નો પ્રેમ મેળવતાં,મારા હૈયે આનંદ થાય
………….એક મને હતો વિશ્વાસ.
જલારામ ને વિરબાઇ માતાએ,ભક્તિ રાહ દીધી
સંસારમાંરહીને પ્રભુમેળવવા,પ્રેમે આંગળી ચીંધી
સાંઇબાબાએશ્રધ્ધાથી,ભક્તિ અલ્લાઇશ્વરની દીધી
વિશ્વાસે સાચીરાહ મેળવતાં,ઉજ્વળ જીંદગીલીધી
………..એક મને હતો વિશ્વાસ.
++++++++++++++++++++++++++++++++
July 2nd 2011

. સંકટ મોચન
તાઃ૨/૭/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સિધ્ધીના સોપાન મળે,જ્યાં રામ ભક્ત પુંજાય
સિંદુરતેલથી પુંજન કરતાં,જગે સંકટ સૌ હણાય
………..સિધ્ધીના સોપાન મળે.
રામનામની માળા કરતાં,ને ભક્તિ પ્રેમથી કરતા
પ્રભુ કૃપા ને પ્રેમ માતાનો,નિર્મળ સ્નેહથી મળતા
ચપટી સિંદુર ચરણોમાં ધરીને,તેલનો દીવો કરતા
શનીવારની શીતળ સવારે,સૌ રામભક્તને ભજતા
………..સિધ્ધીના સોપાન મળે.
દેહ મળે જ્યાં માનવનો,ત્યાં ભક્તિદોર છે મળતા
સંકંટને દુર ભગાવી,શ્રધ્ધાએ નિર્મળ જીવન કરતા
સીતામાતાની શોધ કરીને,શ્રી રામને જીતી લીધા
અધોગતીમાં ગદા ઘુમાવી,દુષ્ટોથીએ રક્ષણ કરતા
……….સિધ્ધીના સોપાન મળે.
===============================