October 4th 2012
. .શુભેચ્છાનો સંગ
તાઃ૪/૧૦/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કરતા કામ જીવનમાં મનથી,સફળતા મળતી જાય
આશીર્વાદ સંગે રહેતા,ધણી શુભેચ્છાઓ મળી જાય
. …………………કરતા કામ જીવનમાં મનથી.
આજકાલને સમજી ચાલતાં,ના માનવીમન લબદાય
મનથીકરતાં મહેનત જીવનમાં,સાચીરાહ આપી જાય
સંબંધનો સંગાથ અવનીએ,જીવને કર્મ બંધને બંધાય
વાણીવર્તનપકડીચાલતાં,સૌની શુભેચ્છાઓમેળવાય
. …………………..કરતા કામ જીવનમાં મનથી.
લાગણી મોહના વાદળ એવા,માનવ જીવનને જકડાય
અપેક્ષાનેઆધી મુકતાજીવને,સાચી સફળતા મળી જાય
દેહને મળતાં પ્રેમઅંતરનો,આવતાઉમરાઓ આંબી જાય
સફળતાનોસાથમળે જીવનમાં,સાચાઆશિર્વાદમળીજાય
. ………………….કરતા કામ જીવનમાં મનથી.
+++++++++++++++++++++++++++++++++++++++
September 29th 2012
. .લાડી કે ગાડી
તાઃ૨૯/૯૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીંદગીની સફર છે અન્જાની,જીવને દેહ મળતા શરૂ થાય
નિર્મળ રાહને પારખી લેતાં,માનવ જીંદગી મજબુત થાય
. ………………….જીંદગીની સફર છે અન્જાની.
અવની પરના આગમનથી દેહને ,બાપનો પ્રેમ મળી જાય
સંસ્કાર પકડી શ્રધ્ધાનીસંગે,પાવન રાહ જીવને મળી જાય
ઉંમરનો આધાર જીવને છે,જે અંતરના ઉમંગથી સહેવાય
મળે જીવનમાંસંગ લાડીનો,જે નિર્મળ ભાવનાથી મેળવાય
. ………………….જીંદગીની સફર છે અન્જાની.
આવ્યા અવનીપર કળીયુગે,આવી મોહમાયા દેહે અથડાય
ઉંમરની જ્યાં મળે સીડીદેહને,ત્યાં સમજીને જ પગલુ ભરાય
કળીયુગમાં નાગાડી ચાલે,ત્યાં મળેલ આજીવન ભટકી જાય
લાડીને પાછળ મુકતા ,અહીયાં ગાડીએ જીવન મહેંકી જાય
. ……………………જીંદગીની સફર છે અન્જાની.
+++++++++++++++++++++++++++++++++++++++++++
July 10th 2012
. .શું મળ્યું?
તાઃ૧૦/૭/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અંતરની જે હતી લાગણી,પ્રેમથી મેં આપી દીધી ભઈ
નાઅપેક્ષા રાખી જીવનમાં,તોય નાલાગણી જોઇ અહીં
. ……………….અંતરની જે હતી લાગણી.
કળીયુગની આ અસર જોઇને,મનમાં દુઃખ થાય છે ભઇ
ક્યાંથી આ સહવાસ મળ્યોમને,જે અંતરથી મળ્યો નહીં
નિર્મળશાંન્તિ સંગે રાખી જીવતાં,સાચો પ્રેમ જોયો નહીં
દેખાવની આહવા લઇને આવ્યા,નાઅંતરની પ્રીત લઈ
. ………………. અંતરની જે હતી લાગણી.
કેડીપ્રેમની સંગેરાખતાં મને,જલાસાંઇની કૃપામળીગઈ
નાઆવે ઉભરો કે દેખાવમને,એજસાચી પ્રીતથઈનેરહી
કુદરતનો આ અજબ રીસ્તો,ના અભિમાને દેખાય ભઈ
અંતે જીવનેસમજણ આવીગઈ,શું મળ્યું?અંતરથી અહીં
. …………………અંતરની જે હતી લાગણી.
++++++++++++++++++++++++++++++++++++
June 19th 2012
. .આદરમાન
તાઃ૧૯/૬/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અતિથીને આદર કરતાં,મનમાં ખુબ આનંદ થાય
પ્રેમનોસાગર મેળવીલેતાં,આજીવન ઉજ્વળ થાય
. ……………….અતિથીને આદર કરતાં.
નિશ્વાર્થ ભાવના મેળવતાં,સંબંધ સૌ ના સચવાય
આશિર્વાદની કેડી મળતાં,મારુ જીવન સરળ થાય
પળેપળને પારખી લેતાં,જગતપિતાની કૃપા થાય
ભાગેઅશાંન્તિ મળેશાંન્તિ,જ્યાંભક્તિનીપરખથાય
. ……………….અતિથીને આદર કરતાં.
માનમળે લાયકાતેદેહને,ને સન્માન પણ સચવાય
મારુંતારુંની માયાછુટતાં,પરમાત્માનીઓળખ થાય
સાચીશ્રધ્ધા રાખીમનમાં,વડીલનેદેહથીવંદન થાય
મળે નામાયામોહજગે,જીવનોમુક્તિમાર્ગ ખુલીજાય
. ……………….અતિથીને આદર કરતાં.
======================================
September 13th 2011
. ..ગઈકાલ..
તાઃ૧૩/૯/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આજકાલની અજબલીલા સમજતાં,ઉજ્વળ થાયછે આજ
ગઈકાલની વિદાયને ભુલતાં,આવીને ઉમંગ આપી જાય
. …………આજકાલની અજબલીલા સમજતાં.
કામકાજની ભઈ કામણ લીલા,વર્તનથી જ ઉભરાઇ જાય
પરોપકારની પાવન કેડી લેતા,માનવી પણ હરખાઇ જાય
ડગલુ ભરતાં એક વિચારીએ,ત્યાંજ બીજુ સમજાઇ જ જાય
સંભાળીલેતાં વર્તન આજનું,ભઈ આવતીકાલ સુધરીજાય
. …………આજકાલની અજબલીલા સમજતાં.
વાણી નીકળે જીભથી જ્યાંરે,ત્યારે વિચાર પણ મળી જાય
ના આફત આવે દોડી ઘેર,ને માનવતાય સચવાઇજ જાય
મળે પ્રેમ સંબંધીઓને જગતમાં,ને જીવન સરળ થઈ જાય
કુદરતની આ લીલા ન્યારી,સાર્થક જીવનને એ છે કરનારી
. ………….આજકાલની અજબલીલા સમજતાં.
વિચાર વર્તનનો સંગાથ પણ મળે,જ્યાં શુધ્ધ ભાવના હોય
દુઃખનીદુનીયા દુરભાગે,ને જીવનમાં નિર્મળસુખ મળી જાય
મારું તારું બંધન છે અવનીનું,સાચી ભક્તિએ ભાગીજ જાય
સાચા સંતની સેવાનિરાળી,પાવનકર્મ ડગલેપગલે થઈજાય
. ………….આજકાલની અજબલીલા સમજતાં.
========================================
July 14th 2011
પપુડી પ્રેમની
તાઃ૧૪/૭/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પકડી ચાલે આંગળી આજે,લાગે સાથ દેવાને કાજ
સુખમાંસાથ દેવાને દોડે,દુઃખમાંએ હાથ છોડી જાય
………..પકડી ચાલે આંગળી આજે.
પ્રેમનિખાલસ મળેજગે,જે સાચી ભાવનાએ લેવાય
સુખદુઃખની ના અસર છે,જ્યાં એ અંતરથી જોવાય
કળીયુગની ના કાતર ચાલે,જ્યાં હૈયેથી હેત દેવાય
માયાનો ના મોહ રહે,ત્યાં સાચા પરખ પ્રેમની થાય
………..પકડી ચાલે આંગળી આજે.
મળતાં દેહ અવનીએ જીવને,કર્મ બંધન દોરી જાય
લહેર સુખની એકમળતાં,જીવનમાંશાંન્તિ મળીજાય
દીલનો દરીયો વિશાળ છે,મોજા અનેક આવી જાય
હલેસાંને સાચવી હલાવતાં,ના વ્યાધી કોઇ ભટકાય
…………પકડી ચાલે આંગળી આજે.
================================
July 6th 2011
જીવનની ચાવી
તાઃ૬/૭/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
વાણી ચાલે કાતર જેવી,ત્યાં ભાગી જાય ભરથાર
નિર્મળતા જ્યાં દુર જાય,ત્યાં ઘણુ બધુ બદલાય
……….. વાણી ચાલે કાતર જેવી.
શોભા એટલીજ વ્યાધી છે,જે કળીયુગથી લપટાય
સમજ નાઆવે સમયની,ત્યાં ઉપાધીજ ઘેરીજાય
લાલહોઠથી લબડી પડે,નાઘરના કેઘાટનારહેવાય
ટકોર દેતાં બુધ્ધિને સમયે,સઘળુય સચવાઇ જાય
………..વાણી ચાલે કાતર જેવી.
મમતા એતો પ્રેમ છે,ને માયા જીવન વેડફી જાય
સંસ્કારનીકેડી માબાપથી મળતાં,જન્મ સાર્થકથાય
લાગણી એતો હદમાં સારી,વધુંમાં ફસાઇજ જવાય
અંત નામાગેલો મળે દેહને,જ્યાં આમન્યા દુર જાય
………….વાણી ચાલે કાતર જેવી.
=============================
July 5th 2011
ઍડવાન્સ
તાઃ૫/૭/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ધોતીયુ છુટ્યું ઍડવાન્સ થવામાં ભઈ;
પૅન્ટ પહેરી અહીં આવતા,ચડ્ડી આવી ગઈ,
આ ઍડવાન્સની વ્યાધી છે અહીં આવતા સમજાઇ ભઈ.
પુંજન અર્ચન થતાં સવારમાં સદાય તહીં;
અહીં આવતા ઘરમાં ભક્તિ નાસાથે આવી રહી,
રવિવારની રાહ જોવાતી રસોડાથી છુટવા અહીં;
આરતી ટાણે રહીં મંદીરમાં ખાવા લાઇનમાં રહેવું જઈ.
એવી ઍડવાન્સની વ્યાધી છે અહીં આવતા સમજાઇ ભઈ.
હાય સાંભળતા દુઃખ થાય એ શબ્દની સમજ તહીં;
અહીં આવતા હાય બાય એ વળગી ચાલતાં જઈ,
ડૅડ,મમીની અહીં વ્યાધી આવીને વળગી ગઈ;
જીવન ઉજ્વળ કરવાને બહાને માબાપને તરછોડ્યા તહીં.
એવી ઍડવાન્સની વ્યાધી છે અહીં આવતા સમજાઇ ભઈ.
+++++++++++==========+++++++++++
July 2nd 2011
પરદેશી
તાઃ૨/૭/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરદેશીની પ્રીત નકામી,દગો ગમે ત્યારે દઈ જાય
સમયનો લાભ ઉઠાવી તમને,એ ભટકતા કરી જાય
……….. પરદેશીની પ્રીત નકામી.
મોટી મોટી વાતો સંભળાવી,તમને લાત મારી જાય
ભોળપણના ભ્રમમાં નાખીને,તમને એ લુંટી જ જાય
ના આરો કે સહારો રહે,જ્યાં એ તમને તરછોડી જાય
આંખો ભીની રહે સદા તમારી,ના આરો કોઇજ દેખાય
………..પરદેશીની પ્રીત નકામી.
ભીખમાગી ભટકતો હોય,તોય એ માલદાર કહેવાય
પરદેશપરદેશ સાંભળી ભોળાઓ,ભટકાતા થઈજાય
સાચો માર્ગ મળે શ્રધ્ધાએ,જ્યાં પરમાત્માને ભજાય
માનવતાનુ મળે જીવન,જે આજન્મ સફળ કરીજાય
…………પરદેશીની પ્રીત નકામી.
++++++++++++++++++++++++++++++++
June 23rd 2011
પરિવારમાં પ્રીત
તાઃ૨૩/૬/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પતિપત્નિના પ્રેમની જ્યોત,ઘરમાં લાવે માબાપની પ્રીત
આનંદમંગળ આંગણું લાગે,પરિવારમાં સાચીએપ્રીત લાવે
………..પતિપત્નિના પ્રેમની જ્યોત.
નિર્મળપ્રેમની વહેતી ગંગા,લગ્નગ્રંથીએ જ્યાં જીવ મળતા
સંસ્કારની કેડી મળેલ માબાપે,જીવનમાં સુખ શાંન્તિ આપે
ઉજ્વળ જીવન સંગે છે ચાલે,ભક્તિની જ્યાં સમજણ આવે
મેળવી લે સદમાર્ગ જીવનમાં,જોઇ લે જ્યાં સંસ્કાર ઘરમાં
………..પતિપત્નિના પ્રેમની જ્યોત.
લગ્ન જીવનની એવી નાવડી,પરિવારનીએ બનેછે ગાડી
છુકછુક કરતી ચાલે જીવનમાં,સૌને સાથ કુટુંબે એદેનારી
સુખ દુઃખની પકડતાં સાંકળ,સ્નેહ વિરહથી એ ચાલનારી
પરિવારમાં પ્રીત સાચીએ,જે કુટુંબ કબીલાને સાચવનારી
…………પતિપત્નિના પ્રેમની જ્યોત.
+++++++++++++++++++++++++++++++++