July 6th 2011

જીવનની ચાવી

                       જીવનની ચાવી

તાઃ૬/૭/૨૦૧૧                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

વાણી ચાલે કાતર જેવી,ત્યાં ભાગી જાય ભરથાર
નિર્મળતા જ્યાં દુર જાય,ત્યાં ઘણુ  બધુ  બદલાય
                       ……….. વાણી ચાલે કાતર જેવી.
શોભા એટલીજ વ્યાધી છે,જે કળીયુગથી લપટાય
સમજ નાઆવે સમયની,ત્યાં ઉપાધીજ ઘેરીજાય
લાલહોઠથી લબડી પડે,નાઘરના કેઘાટનારહેવાય
ટકોર દેતાં બુધ્ધિને સમયે,સઘળુય સચવાઇ જાય
                        ………..વાણી ચાલે કાતર જેવી.
મમતા એતો પ્રેમ છે,ને માયા જીવન વેડફી જાય
સંસ્કારનીકેડી માબાપથી મળતાં,જન્મ સાર્થકથાય
લાગણી એતો હદમાં સારી,વધુંમાં ફસાઇજ જવાય
અંત નામાગેલો મળે દેહને,જ્યાં આમન્યા દુર જાય
                      ………….વાણી ચાલે કાતર જેવી.

=============================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment