July 13th 2010

કળીયુગી બેન

                      કળીયુગી બેન

તાઃ૧૩/૭/૨૦૧૦                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

માયા છે મારી ઘરવાળી,ને મમતા છે એની બેન
કળીયુગની આ કાયાને ભઇ,આ બે વળગેલા વ્હેણ
                        ……….માયા છે મારી ઘરવાળી.
વિચાર કરતાં વાર લાગે,ત્યાં માયા બબડી જાય
ના સમયની સમજ રહે,ત્યાં ઘણુંજ વેડફાઇ જાય
જ્યાં હાથપકડી ચાલેમાયા,ના આજુબાજુ જોવાય
સ્વાર્થનો અરીસો સામેરહેતાં,નાકાંઇ આંખે દેખાય
                          ………માયા છે મારી ઘરવાળી.
મમતા જ્યારે પડખે આવે,ત્યાં માયા ખુશ દેખાય
કળીયુગની આલીલા એવી,ના સઘળા સુખી થાય
માયા વળગી ચાલે જીવને,દ્વાર સુખના બંધ થાય
અને મમતાનો સહવાસ મળતાં,જન્મ વ્યર્થ થાય
                         ……….માયા છે મારી ઘરવાળી.
સંસારની કેડી કળીયુગમાં,ના સરળતાથી સમજાય
માયાનો સંગ મળતાં દેહને,વ્યાધીઓ વધતી જાય
થોડી અળગી તેને કરતાં,ત્યાં મમતા ભટકાઇ જાય
સાચી ભક્તિનોસંગ મળતા,જીવથી બંન્ને છુટી થાય
                          ……….માયા છે મારી ઘરવાળી.

=============================

July 5th 2010

એકલવાયુ

                         એકલવાયુ

તાઃ૫/૭/૨૦૧૦                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

જન્મ મળતાં જીવને બાળ નેત્રે,નવુ નવુ જગ ભાસે
માયા મળતાં જીવનમાં,ઘડપણમાં એકલવાયુ લાગે
                          ………જન્મ મળતાં જીવને બાળ નેત્રે.
અવનીપરના આગમને દેહને,માતાનો પ્રેમ મળી જાય
માબાપની લાગણી વરસીરહે,જે સંતાનથી અનુભવાય
ઉજ્વળ જીવન સંતાનના જોવા,સોપાનપણ બતાવાય
મળીજાય સંગાથ જગતમાં,ના એકલવાયુ જીવન થાય
                          ……….જન્મ મળતાં જીવને બાળ નેત્રે.
સમય પારખી જીવનજીવતાં,અંતરમાંય આનંદ થાય
વર્ષો વર્ષને સમજી ચાલતાં,ના વ્યાધીઓ આંટી જાય
સમય લીલા ન્યારી એવી,જે ઉંમરથી દેહ પર દેખાય
વાણીવર્તનને સાચવીલેતાં,જીવનમાં સફળતા લેવાય
                        ……….જન્મ મળતાં જીવને બાળ નેત્રે.
ઉંમર એ દેહનુ સ્પંદન છે,જે ના કોઇથી અળગુ કરાય
સમયચાલતા સાથેચાલે,જગમાં નાકોઇથીએ છોડાય
કળીયુગની આ લીલા એવી,જે સાચા સંબંધે દેખાય
અહંકારમાં ના સાચવતા,જીવન એકલવાયુ થઇજાય
                              ……..જન્મ મળતાં જીવને બાળ નેત્રે.
=================================

June 30th 2010

કળીયુગી બુધ્ધિ

                કળીયુગી બુધ્ધિ

તાઃ૩૦/૬/૨૦૧૦                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભેદભાવની ચાદર લઇને,માનવી જ્યાંત્યાં ફરે જઇ
ભોળા મનના માનવી જોઇને,ગળે લટકાવી દે ભઇ
                      ……….ભેદભાવની ચાદર લઇને.
કરુણાના સાગરમાં જીવતા,માનવતા લેતા અહીં
એકબીજાના હાથ પકડી,જીવતા પ્રભુ કૃપાને લઇ
માનવતાની મહેકજોતા,પરમાત્મા હરખાતા જોઇ
સહારાની શીતળ છાયાથી,માનવતા મહેંકાઇ ગઇ
                       ………..ભેદભાવની ચાદર લઇને.
કળીયુગની કાતર ફરતાં,જગે માનવતા ચાલી ગઇ
ભેદભાવની ચાદર સાથે,ધર્મનો દુશ્મન આવ્યો ભઇ
હિન્દુઆ ને મુસ્લીમતુ બતાવી,ખ્રિસ્તી બન્યો હું અહીં
સમજણને અણસમજ બતાવી,દુશ્મન બનાવ્યા ભઇ
                          ……….ભેદભાવની ચાદર લઇને.
માનવતાને નેવે મુકાવે,એકળીયુગની ભઇ ઘેરીરીત
દેખાવની દુનીયાની યારી,ના ભરવા દે ખોબે પાણી
ભક્તિભાવને પ્રેમે પકડી લેતાં,ભેદભાવ ભાગી જાય
મળી જાય માયા પ્રભુની,જીવને મુક્તિએ લઇ જાય
                         ……….ભેદભાવની ચાદર લઇને.

******************************

June 28th 2010

સાચો સહવાસ

                        સાચો સહવાસ

તાઃ૨૮/૬/૨૦૧૦                               પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળ્યો મને સહવાસ સંતાનોનો,જે સરસ્વતીના ઓળખાય
હ્યુસ્ટન એવુ ગામ પ્યારુ,જ્યાં લેખકોને મળવાનુ મન થાય
                             ……….મળ્યો મને સહવાસ સંતાનો.
પેન હાથમાં હતી જ્યારે,ત્યારે સોપાન ભણતરના મેળવાય
એકડો બગડો શીખી જતાં,ગુરુજીને વંદન પગેલાગીને થાય
આશીર્વાદ બે હાથેદેતાં,વિધ્યાર્થીનુ જીવન ઉજ્વળથઇજાય
દેહને મળેલ આ કેડીને જોતાં,માબાપ સંગે ગુરુજીય હરખાય
                               ………મળ્યો મને સહવાસ સંતાનો.
ઉજ્વળ કુળની ભઇ કૃપા નિરાળી,જે કલમનો દઇદે સહવાસ
જન્મસાર્થક કરવા આદેહનો,રહે કલમ અને જીભે માનોવાસ
કલમની કેડી આ જગે નિરાળી,જે સહવાસે તો દોડતી જાય
મળે જ્યાં સાચો પ્રેમ અંતરથી,ત્યાં ના કોઇથીય એ રોકાય
                             ……….મળ્યો મને સહવાસ સંતાનો.
આજકાલની રામાયણમાં ભઇ,ભુતકાળને કોઇથી નાભુલાય
કલમની એવી કમાલ જગમાં,જે ભુતકાળ પાવન કરીજાય
સહવાસ મળે જ્યાં ભાવનાથી,ત્યાં હ્યુસ્ટન યાદ આવીજાય
ભાઇ બહેનનો જે પ્રેમ નિખાલસ,એવો સહવાસ આપી જાય
                             ……….મળ્યો મને સહવાસ સંતાનો.

++++++++++++++++++++++++++++++++

June 16th 2010

માનવીની દોસ્તી

                  માનવીની દોસ્તી

તાઃ૧૬/૬/૨૦૧૦                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

કનુ,મનુની ચર્ચા ગામ આખામાં,ચૉરે ચબુતરે થાય
પ્રેમપ્રસંગ કે આધીવ્યાધી,તોય હાથ પકડી હરખાય
                             ………..કનુ,મનુની ચર્ચા ગામ.
આવે છોને ઘેરા વાદળ,કે પછી વાદળધોળા દેખાય
પ્રેમસાંકળ તેમણે જકડી,ગામમાં ના કોઇથી છોડાય
પડખે આવી ઉભા રહે ત્યાં,જ્યાં આવે અડચણ દ્વાર
સુળીનો ઘા સોયે સરવા,અડધી રાતે એ દોડી જાય
                             ………..કનુ,મનુની ચર્ચા ગામ.
મંજીરાના તાલસાંભળે,કે પછી તાલીઓના ગડગડાટ
ના ફેર તેમને પડે સાંભળી,એતો દુરના ડુંગર દેખાય
પ્રાણી,પશુ કે માનવીનીઆંખે,જ્યાં અશ્રુ વહેતા થાય
આવે દોડી વિશ્વાસ,શ્રધ્ધાએ,જે દુઃખને હળવુ કરીજાય
                             ……….. કનુ,મનુની ચર્ચા ગામ.
જન્મ તો જીવ મેળવે જગત પર,એ કર્મ જ કહી જાય
ભક્તિપ્રેમની સંગે જીવતાં,જીવપર પ્રભુ કૃપાથઇ જાય
ગામમાં ગુંજન કનુમનુનું,જે માનવીની દોસ્તી મનાય
સફળજન્મ ને સાર્થકજીવન,ના દેખાવથી કદીએ થાય
                                 ………..કનુ,મનુની ચર્ચા ગામ.

+++++++++++++++++++++++++++++++

June 12th 2010

સગપણની રીત

                        સગપણની રીત

તાઃ૧૨/૬/૨૦૧૦                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

જગત જેની પાછળ ચાલે,છતાં સૌ સમયમાં મ્હાલે
ના તેની કોઇને પણ બીક,એવીછે સગપણની રીત
                      ………..જગત જેની પાછળ ચાલે.
માબાપની પ્રેમ કેડીને,ના જગમાં શક્યુ કોઇ જાણી
દેહ મળતાં જીવને માતાથી,આશીશનીવર્ષા આણી
આગમને મળેપ્રેમ માબાપનો,કુટુંબમાં ભાઇબહેનનો
અજબ આ લીલા સગપણની,ના કોઇથી છે અજાણી
                        ………..જગત જેની પાછળ ચાલે.
સહવાસી પ્રેમ છે સાથીનો,ને દેખાવનો એ કળીયુગી
અંતરમાં અભિલાષાઓ ઉભરે,જગે કોઇ શક્યુ નાછોડી
લેખક જગતનો પ્રેમ નિરાળો,જગે વાંચકો માણી જાય
એકબીજાના પ્રેમનીકેડીએ,જગે ઇતિહાસ પણરચીજાય
                           ……….જગત જેની પાછળ ચાલે.

=============================

June 3rd 2010

પ્રેમની શોધ

                          પ્રેમની શોધ

તાઃ૩/૬/૨૦૧૦                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

કેવો મળશે ને કેટલો મળશે,ક્યારે મળશે ને ક્યાંથી મળશે
સમજ મને નાઆવી શકશે,ક્યારે જીવની આવ્યાધી ટળશે
                              ……….કેવો મળશે ને કેટલો મળશે.
માગું મનથી પ્રેમ હ્રદયનો,ડરુ છુ હું કે નામળે મને ઉપરનો
દુનીયાદારી મેં જાણી લીધી,ત્યારથી જીવની સમજુ સ્થીતી
અતિ મળે જ્યાં ઉભરો દેહથી,સમજી લેવુ ત્યાં ગયો કામથી
                               ……….કેવો મળશે ને કેટલો મળશે.
સંતાનના સહવાસ નો પ્રેમ,તરસે માબાપ જીવનમાં એમ
લાગણીપ્રેમ ને સદાચાર રહે,જ્યાં સંસ્કારનીગંગા વહ્યા કરે
ઉજ્વળજીવન ને સાર્થકજન્મ,જ્યાં માબાપનોપ્રેમમળી રહે
                              ………..કેવો મળશે ને કેટલો મળશે.
જીવ આ ઝંખે પ્રભુની પ્રીત,માનવ શોધે જગે તેની રીત
માળાથી મળશે કે મંદીરથી,ના સમજમાં આવે એ કોઇથી
આશિર્વાદથી  કે દંડવતથી,ના સમજાય અહીં માનવીથી
                           …………કેવો મળશે ને કેટલો મળશે.

===============================

June 2nd 2010

આ છે કળીયુગ

                      આ છે કળીયુગ

તાઃ૨/૬/૨૦૧૦                               પ્રદીપ બ્રહ્મભટ્ટ

સરળતાની સામે ચાલવુ,ને મુશ્કેલીઓથી ભાગવુ ભઇ
કળીયુગની આરીત છેએવી,જે હવે મને સમજાઇ ગઇ
                           ………….સરળતાની સામે ચાલવું.
પગલી માંડતાં ના વિચારવુ,ને પછી પસ્તાવુંજ અહીં
બુધ્ધિવિચારને પાછળમુકી,ઉંચીડોકેઆગળ દોડવું જઇ
વાગે ઠેસ એક જીવનમાં જ્યાં,ત્યાં કુદીને ભાગવુ ભઇ
વિટંમણાઓની કેડીએથી,નારસ્તો મળેતમને અહીં કોઇ
                             ……….સરળતાની સામે ચાલવું.
ભણતરનીકેડી પકડતાં સાથે,લાગવગની લાકડી લેવી
ઓળખાણની ખાંણે પડતાં,દોરડી એકજ પકડવી એવી
મનમાંઆવે જ્યાં મુંઝવણ,ત્યાં પાટીપેન દુર મુકી દેવી
કોમ્યુટરની લાઇન પકડતાંજ,ગમે તે સાઇટ ગોતી લેવી
                          ………….સરળતાની સામે ચાલવું.

++++++++++++++++++++++++++++++++

May 27th 2010

આવવુ છે.

                     આવવુ છે.

તાઃ૨૭/૫/૨૦૧૦                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

આવવું છે મારે આવવું છે,ગમે ત્યારે પણ આવવું છે
સમયને પકડી ચાલવું છે,પણ તારે ત્યાંતો આવવું છે
                             ………. આવવું છે મારે આવવું છે.
આજે કે આવતીકાલે,સવારે કે સાંજે,હું બપોરે પણ આવું
સમય પકડવા હું ચાહુ,પણ તેને પકડીને ક્યાંથી હું લાવું 
વાત મોટી મોટી થઇ ગઇ છે,હું સાચુ કેવીરીતે સમજાવું
અહંકારની સાંકળ જાડી,ના કોઇથી કપાય હવે એ જાણી
                             ………..આવવું છે મારે આવવું છે.
આજ કાલની રાહ જોતાં તો,વર્ષો વીતી ગયા ભઇ વીસ
આવવુઆવવુ મનમાંરહેતા,વમળમાં સમયગયો હુ મીસ
મર્કટમનની આવ્યાધી જણાઇ,મારા મનમાં ક્યાંથીઆણી
વહી ગયા વહાણો દરીયામાં,કિનારે રહી શોધુ છુ હું પાણી
                                ……….આવવું છે મારે આવવું છે.

################################

May 25th 2010

ઇર્ષાની આંખે

                    ઇર્ષાની આંખે

તાઃ૨૫/૫/૨૦૧૦                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

મતી મારી એવી છે ભઇ,સમજ મને ના આવે કાંઇ
એકઉભરો જોઇકોઇનો,આંખમાં મારી ઇર્ષાઆવે અહીં
                          ……….મતી મારી એવી છે ભઇ.
બે લીટી હું ભુલથી લખતો,ના વિચારુ બીજાનો ફકરો
પ્રેમનીસાંકળ શોધવા મથતો,મળી જતો મને પત્થર
પ્રથમ વર્ગમાં પાસને જોતા,નપાસ થવાથી હુ ડરતો
સીધ્ધીના સોપાનો જોતાં,ઇર્ષા મનમાં રાખીને બળતો
                           ……….મતી મારી એવી છે ભઇ.
જોઇ સહયાત્રીના સોપાન,લઇ લાકડી બનાવુ સથવાર
ક્યાંક ક્યારેક તો મળી જશે,જે લઇ જાય છે એ હરવાર
ધગશ મનમાં એજ છે,કે ક્યારેક તો ઇર્ષા આવશે કામ
આજે નહીં તો કાલે નહીં,તો કદીક થઇ જશે મારું નામ
                            ……….મતી મારી એવી છે ભઇ.

*********************************

« Previous PageNext Page »