June 28th 2010

સાચો સહવાસ

                        સાચો સહવાસ

તાઃ૨૮/૬/૨૦૧૦                               પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળ્યો મને સહવાસ સંતાનોનો,જે સરસ્વતીના ઓળખાય
હ્યુસ્ટન એવુ ગામ પ્યારુ,જ્યાં લેખકોને મળવાનુ મન થાય
                             ……….મળ્યો મને સહવાસ સંતાનો.
પેન હાથમાં હતી જ્યારે,ત્યારે સોપાન ભણતરના મેળવાય
એકડો બગડો શીખી જતાં,ગુરુજીને વંદન પગેલાગીને થાય
આશીર્વાદ બે હાથેદેતાં,વિધ્યાર્થીનુ જીવન ઉજ્વળથઇજાય
દેહને મળેલ આ કેડીને જોતાં,માબાપ સંગે ગુરુજીય હરખાય
                               ………મળ્યો મને સહવાસ સંતાનો.
ઉજ્વળ કુળની ભઇ કૃપા નિરાળી,જે કલમનો દઇદે સહવાસ
જન્મસાર્થક કરવા આદેહનો,રહે કલમ અને જીભે માનોવાસ
કલમની કેડી આ જગે નિરાળી,જે સહવાસે તો દોડતી જાય
મળે જ્યાં સાચો પ્રેમ અંતરથી,ત્યાં ના કોઇથીય એ રોકાય
                             ……….મળ્યો મને સહવાસ સંતાનો.
આજકાલની રામાયણમાં ભઇ,ભુતકાળને કોઇથી નાભુલાય
કલમની એવી કમાલ જગમાં,જે ભુતકાળ પાવન કરીજાય
સહવાસ મળે જ્યાં ભાવનાથી,ત્યાં હ્યુસ્ટન યાદ આવીજાય
ભાઇ બહેનનો જે પ્રેમ નિખાલસ,એવો સહવાસ આપી જાય
                             ……….મળ્યો મને સહવાસ સંતાનો.

++++++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment