May 31st 2021

જય માતાપાર્વતી

ભગવાન શિવ એ માતા પાર્વતી ને જણાવ્યા હતા મૃત્યુ ના આ ૮ મહત્વપૂર્ણ સંકેત - Suvichar Dhara

.         .જય માતા પાર્વતી

તાઃ૩૧/૫/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પવિત્રકૃપા મળી પરમાત્માની અવનીપર,જે શ્રી શંકરથી જન્મી જાય
પરમપ્રેમ મળ્યો જીવનમાંપ્રભુનો,જ્યાં પવિત્ર પાર્વતી જીવનસંગીથાય
.....જગતમાં પવિત્ર પરિવાર ભારતમાં થયો,જે પત્નિસગે ભોલેનાથ કહેવાય.
મળેલ માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,એ જીવનમાંરાહ આપીજાય
હિમાલયની પુત્રીથી જન્મલીધો,જે પવિત્ર માતા પાર્વતીથી ઓળખાય
શંકરભગવાનનો પવિત્રપ્રેમ મળ્યો,જ્યાં પવિત્રસંતાનની માતાથઈ જાય
પવિત્રસંતાન શ્રીગણેશથી ઓળખાય,જગતમાં ભાગ્ય વિધાતા કહેવાય
.....જગતમાં પવિત્ર પરિવાર ભારતમાં થયો,જે પત્નિસગે ભોલેનાથ કહેવાય.
જગતમાં માતાપાર્વતી એપવિત્રમાતા કહેવાય,સંતાન પવિત્રરાહે લઈજાય
અવનીપર સંતાન શ્રીગણેશ,ભાગ્યવિધાતા સંગે સિધ્ધીવિનાયક કહેવાય
મળેલ માનવદેહને ધાર્મીકરાહ આપવા,પવિત્રમાબાપના એ સંતાન થાય
શંકરભગવાનને હિન્દુધર્મમાં,ભોલેનાથ સંગે બમબમભોલે મહાદેવ કહેવાય
.....જગતમાં પવિત્ર પરિવાર ભારતમાં થયો,જે પત્નિસગે ભોલેનાથ કહેવાય.
##############################################################
May 31st 2021

માતાનો સાથ

ભગવાન શિવ અને માતા પાર્વતીની લગ્ન કથા જાણો - Mantavya News Gujarati | DailyHunt

.           .માતાનો સાથ

તાઃ૩૧/૫/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

મળેલદેહની જગતમાં ઓળખાણ થઈ,જે માતા પાર્વતીના સંતાન કહેવાય
શંકર ભગવાનના લાડલા દીકરા,સંગે માતા પાર્વતીના લાડલાપણ કહેવાય
.....એ વ્હાલા પવિત્રસંતાન છે,જે ગજાનંદ ગણપતિ ભાગ્યવિધતાથીય ઓળખાય.
પવિત્ર પરમાત્માના દેહથી જન્મ્યા,જે શ્રી શંકર અને પાર્વતીથીઆવી જાય
પરમકૃપાળુ અને પ્રેમાળમાબાપ થયાભારતમાં,પ્રથમપુત્ર શ્રી ગણેશ કહેવાય
બીજા પુત્ર કાર્તિકેય કહેવાય,અને પછી દીકરી અશોકસુંદરીથી જન્મી જાય
એજ પાવનકૃપા માતા પાર્વતીની,અને પિતા શ્રીશંકરનો પ્રેમપણ મળી જાય
.....એ વ્હાલા પવિત્રસંતાન છે,જે ગજાનંદ ગણપતિ ભાગ્યવિધતાથીય ઓળખાય.
પવિત્રકૃપા શંકરભગવાન સંગે માતાપાર્વતીની,જેશક્તિશાળી સંતાનથીદેખાય
ગણપતિને હિંદુ ધર્મમાં વિધ્નવિનાયક,સંગે સિધ્ધીવિનાયક દેવ પણ કહેવાય
એજ માનવદેહના ભાગ્યવિધાતા થયા,અને પત્નિ રિધ્ધીઅનેસિધ્ધિ મળીજાય
એ પવિત્રકૃપાએ જીવન જીવતા,શ્રીશંકર અને માતા પાર્વતીની પુંજાય કરાય
 .....એ વ્હાલા પવિત્રસંતાન છે,જે ગજાનંદ ગણપતિ ભાગ્યવિધતાથીય ઓળખાય.
******************************************************************
May 30th 2021

વાંસળી વાગતા

**કોણ હતું 'તે' જેને શ્રી કૃષ્ણ રાધાજી કરતા પણ વધારે પ્રેમ કરતાં હતા..? જાણો આ રહસ્યમય કથા – Global Bazaar**

.           .વાંસળી વાગતા

તાઃ૩૦/૫/૨૦૨૧          પ્રદીપ  બ્રહ્મભટ્ટ 
   
વાંસળી વગાડતા જીવનમાં કૄષ્ણ કનૈયા,રાધાના એ વ્હાલા થઈ જાય
ગોકુળનો એ ગોવાળીયોજ કહેવાય,સંગે અનેક ગોપીઓ નાચતી જાય
....એવો પવિત્ર દેહ અંતે પરમાત્માની કૃપાએ,ભગવાન શ્રીકૃષ્ણ્થી ઓળખાય.
ગરબેધુમતી ગોપીઓ વાંસળી સાંભળતા,તાલીઓથી ગરબે ઘુમતી જાય
અનેકનો પવિત્રપ્રેમ મળ્યો જીવનમાં,ના એપવિત્રદેહથી કદી દુર રહેવાય
ના પ્રેમની માગણી જીવનમાં રાખતા,જગતમાં કૃષ્ણ કનૈયાથી ઓળખાય
કુદરતની પાવનકૃપા પવિત્ર ભક્તોપર,જે પવિત્રરાહેજ ભક્તિ કરાવી જાય
....એવો પવિત્ર દેહ અંતે પરમાત્માની કૃપાએ,ભગવાન શ્રીકૃષ્ણ્થી ઓળખાય.
ભારતની ધરતીને પવિત્રકરવા અજબલીલા,શ્રધ્ધાએ કૃપા કરવા જન્મીજાય 
મળે પ્રભુનો પવિત્રપ્રેમ ભક્તોને,જે સમય સંગે પવિત્રદેહથીજ પધારી જાય
ના કોઇ અપેક્ષા ભક્તની રહે જીવનમાં,કે ના કોઇજ માગણી પણ રખાય
એ પાવનકૃપાને પારખી લેતા ગોપીઓ સંગે રાધાનો પવિત્રપ્રેમ વાગી જાય
....એવો પવિત્ર દેહ અંતે પરમાત્માની કૃપાએ,ભગવાન શ્રીકૃષ્ણ્થી ઓળખાય
############################################################

	
May 30th 2021

પ્રેમ પકડવો

કુટુંબ, પ્રેમ અને ફિડેલિટી ઓલ-રશિયન ડે

.            .પ્રેમ પકડવો 

તાઃ૩૦/૫/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જીવને મળેલદેહને પવિત્રસંબંધ કર્મનો,જે જન્મ મળતા અનુભવાય 
પાવનરાહનો સાથ મળે સંબંધીઓનો,એ દેહથી પ્રેમ પકડાઇ જાય
....એ પાવનકૃપા કુદરતની દેહપર,જે શ્રધ્ધારાખતા દેહથી પવિત્રરાહ પકડાય.
કર્મનોસંબંધ મળેલદેહના જીવને,જે કુટુંબમાં સંબંધીઓથી મળી જાય
પવિત્રપ્રેમ માબાપનો મળે સંતાનને,જ્યાં પાવનરાહે ઘરમાંજ રહેવાય
નિખાલસ ભાવનાથી જીવનમાં સંગ રાખતા,સંતાનના આગમન થાય
પરમાત્માની કૃપા મળે જીવનાદેહને,જે સમયે કુળ આગળ લઈ જાય
....એ પાવનકૃપા કુદરતની દેહપર,જે શ્રધ્ધારાખતા દેહથી પવિત્રરાહ પકડાય.
સંતાનને પાવનરાહ મળે સમયે,એ ઉંમરથીજ ઉજવળ રાહે લઈ જાય
ભણતરની રાહને પ્રેમથી પકડતા,દેહને અદભુત લાયકાત મળતી જાય
માબાપનો પ્રેમ સંગે કૃપા મળે સંતાનને,એ પવિત્રરાહે ચાલતા દેખાય
મળે કૃપા જીવનમાં પરમાત્માની દેહને,જે અખંડ આનંદ આપી જાય
....એ પાવનકૃપા કુદરતની દેહપર,જે શ્રધ્ધારાખતા દેહથી પવિત્રરાહ પકડાય.
############################################################
May 30th 2021

સમયસાથે ચાલવુ

.           .સમયસાથે ચાલવુ

તાઃ૩૦/૫/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જીવને મળેલદેહને કુદરતની કૃપાએ,જીવનાદેહને સમયસાથે લઈ જાય
અજબલીલા અવનીપરના દેહ પર,જે થઈ રહેલ કર્મથી દેહને સમજાય
....એ પવિત્ર પરમાત્માના દેહની કૃપા,જે ભારતમાં લીધેલ જન્મથી મેળવાય.
માનવદેહની કૃપા થાય જીવ પર,એ થયેલ કર્મથી પાવનરાહે લઈ જાય
જીવને અનેકદેહનો સંબંધ અવનીપર,જે દેહ મળતા જીવને અનુભવાય
પવિત્રકર્મનો સાથ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધારાખીને ભક્તિ કરાવી જાય
ના કોઇજ અપેક્ષા જીવનમાં રહે,કે ના કોઇ માગણીય જીવનમાં રખાય 
....એ પવિત્ર પરમાત્માના દેહની કૃપા,જે ભારતમાં લીધેલ જન્મથી મેળવાય.
સમયને નાપકડાય કોઇથી જીવનમાં,જગતપર અદભુતલીલા એ કહેવાય 
પરમાત્માએ સમયે જન્મલીધો ભારતમાં,એમળેલદેહને શ્રધ્ધાથી વંદનથાય
કૃપા મળેલદેહથી ઉંમરથી ચલાય,જે બાળપણ,જુવાની,ધડપણથી દેખાય
અદભુતલીલાને પારખી ચાલતા જીવનમાં,સમયને પારખી ચાલતા સમજાય
....એ પવિત્ર પરમાત્માના દેહની કૃપા,જે ભારતમાં લીધેલ જન્મથી મેળવાય.
==============================================================

             

May 22nd 2021

રામભક્ત હનુમાન

###હનુમાન ચાલીસાના પાઠ કરવા બેસો ત્યારે ના કરો આવી ભૂલ, નહીતર કરવો પડશે ગંભીર મુશ્કેલીનો સામનો અને નહી મળે લાભ..!!!###  
.          .રામભક્ત હનુમાન

તાઃ૨૨/૫/૨૦૨૧.             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

બજરંગબલી બળવાન માતા અંજનીના સંતાન,જગતમાં હનુમાન કહેવાય
એજ પવનપુત્ર કહેવાય જે જીવનમાં,શ્રી રામના પરમભક્તથી ઓળખાય
.....પવિત્રદેહથી જન્મ્યા ભારતમાં,જે માબાપનો પ્રેમ મળતા શક્તિશાળી થઈ જાય.
પરમશક્તિશાળી ભક્ત શ્રી રામના,જે આકાશમાં ઉડી પર્વતને લાવી જાય
રામના ભાઈ લક્ષ્મણની બેહોશીને દુર કરવા,સંજીવની લાવીને આપી જાય 
પરમકૃપા પિતા પવનદેવની મળી,જેઆકાશમાં ઉડી શ્રીરામનેમદદ કરી જાય
શ્રીરામના પત્નિ સીતાજીને શોધવા માટે,ઉડીને લંકામાં આવીને શોધી જાય
.....પવિત્રદેહથી જન્મ્યા ભારતમાં ,જે માબાપનો પ્રેમ મળતા શક્તિશાળી થઈ જાય.
અયોધ્યાના રાજાના એ સંતાન,પણ સમયે જંગલમાં પત્ની સહિત ભટકી જાય
ભાઈ લક્ષ્મણ પણ સાથે જ હતા જંગલમાં,જે બેભાન થતા ધરતીપર પડીજાય
અજબશક્તિશાળી બજરંગબલી કહેવાય,એ શ્રીરામના પરમભક્ત પણ કહેવાય
અભિમાનની રાહ પકડીને ચાલતા,રાજા રાવણને લંકામાંજ બાળીને મારી જાય
... .પવિત્રદેહથી જન્મ્યા ભારતમાં ,જે માબાપનો પ્રેમ મળતા શક્તિશાળી થઈ જાય.
##################################################################

May 6th 2021

વિરપુરના વ્હાલા

##life and time of jalaram bapa and how virpur temple came into existence - I am Gujarat##

.           .વિરપુરના વ્હાલા

તાઃ૬/૫/૨૦૨૧                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રપ્રેમ પરમાત્માનો મળ્યો વિરપુરમાં,એ ઠક્કરકુળમાં જન્મ લઈ જાય
પ્રધાન ઠક્કરના કુળને આગળ લઈ જાય,જે રાજમાઈના દીકરા કહેવાય
....એવા પવિત્રપુત્ર જલારામથી ઓળખાય,ભારતમાં એ સંત જલારામ કહેવાય.
પવિત્રભક્તિની રાહ પકડીને ચાલતા,ના માબાપનો પ્રેમ તેમને મળી જાય
જીવનમાં પ્રભુનીજ કૃપા મેળવવા રાહ મળી,જે મોહમાયાથી દુર લઈ જાય
પવિત્ર જીવન જીવતા નાઅપેક્ષા અડી જાય,કે નાકોઇ માગણી અડી જાય
પરમાત્માની કૃપા મળવા રાહ પકડી,એ મળેલદેહને સત્કર્મથી સમજાઈજાય
....એવા પવિત્રપુત્ર જલારામથી ઓળખાય,ભારતમાં એ સંત જલારામ કહેવાય.
સમયની સાથેચાલતા દેહનેકર્મસ્પર્શી જાય,જે દુકાન ચલાવી ધંધો કરી જાય
મળેલ માનવદેહથી અનેક જીવપર કર્મ કરતા,સમાજથી એમને દુરલઈ જાય
સમાજથી દુર રહીને જીવતા,વ્હાલાકાકા તેમને દુકાનથી બહાર કાઢી જાય
અન્નદાનની રાહ પકડી સમયે,જેમા પત્નિ વિરબાઈ પવિત્ર મદદ કરી જાય 
....એવા પવિત્રપુત્ર જલારામથી ઓળખાય,ભારતમાં એ સંત જલારામ કહેવાય.
**************************************************************

May 5th 2021

પકડેલ પવિત્ર પ્રેમ

##July 2012 – "દાદીમા ની પોટલી"….##

.          .પકડેલ પવિત્ર પ્રેમ

તાઃ૫/૫/૨૦૨૧                પ્રદીપ બ્રહ્મભટ્ટ    

મળેલ માનવદેહને સંબંધ સમયનો,જે જીવને પાવનરાહનો સંગાથ આપી જાય
કુદરતની આજ લીલા છે અવનીપર,એ અબજોવર્ષોથી મળેલદેહોને મળી જાય
....શ્રધ્ધારાખીને પરમાત્માને વંદન કરીને પુંજન કરતા,જીવને પવિત્રપ્રેમ મળતો થઈ જાય.
માનવદેહને સંબંધકર્મનો નાકદી કોઇ જીવથી.કે નાકોઇ અપેક્ષાથી કદી છટકાય
પરમાત્માનો પ્રેમમળે જીવનમાં,જ્યાં શ્રધ્ધારાખીને પરમાત્માની પુંજા પ્રેમથી કરાય
કુદરતની લીલાને જગતમાં કોઇથી નાતેડાય,કે દેખાવના કર્મથી કોઇથીના પકડાય
કર્મની કેડી એ કર્મનો સંબંધ દેહને,જે સમયસાથે મળેલદેહને પવિત્રરાહે લઈ જાય
....શ્રધ્ધારાખીને પરમાત્માને વંદન કરીને પુંજન કરતા,જીવને પવિત્રપ્રેમ મળતો થઈ જાય.
સમયને સમજી ચાલતા જીવનમાં નાતકલીફ અડીજાય,કે નાકોઇ માયા સ્પર્શી જાય
અનેકદેહનો સંબંધ જીવને ધરતીપર,જે પ્રાણી,પશુ,જાનવર કે માનવદેવથી મેળવાય
સમય નાપકડાય કોઇથી જગતમાં,કે નાકોઇ દેહથીકદી દુર રહેવાય એકૃપા કહેવાય
માનવદેહ એજ પરમાત્માનીલીલા જગતમાં,જે શ્રધ્ધાથીજીવતા દેહને મુક્તિઆપીજાય
....શ્રધ્ધારાખીને પરમાત્માને વંદન કરીને પુંજન કરતા,જીવને પવિત્રપ્રેમ મળતો થઈ જાય.
#######################################################################
April 30th 2021

જય રામનામ

**જય શ્રી રામ Jai Shri Ram**
.           .જય રામનામ  

તાઃ૩૦/૪/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ   

રામનામની માળા જપતા કુપામળે,સંગે સીતારામનો પ્રેમ મળી જાય 
શ્રધ્ધારાખીને સીતારામને વંદન કરતા,ભાઈ લક્ષ્મણની કૃપા મેળવાય   
....પવિત્ર ધર્મમાં સીતારામની માળા જપતા,અંજનીપુત્ર હનુમાન ખુશ થાય.
પાવનરાહ મળે જીવનમાંથી  ભક્તિ કરતા,જે મળેલ માનવદેહને સમજાય
તાલી પાડીને શ્રીરામનામની ધુન કરતા,પવિત્રકૃપાથી પ્રભુપ્રેમ મેળવાય
જીવનમાં નાકોઇ અપેક્ષાઅડે,કે નાકોઈ મોહમાયાની તકલીફ રહીજાય
એજકૃપા સમયસંગે મળતી રહે,સીતારામ સંગે હનુમાનની મળતી જાય
....પવિત્ર ધર્મમાં સીતારામની માળા જપતા,અંજનીપુત્ર હનુમાન ખુશ થાય.
પરમાત્માએ દેહ લીધા ભારતમાં,જે હિંદુ ધ્ર્મમાં અનેકદેહથી ઓળખાય
શ્રધ્ધાભાવનાથી ભક્તિ કરતા જીવનમાં,મળેલદેહપર પાવનકૃપા થઈજાય
શ્રી રામસીતાને મળેલ તકલીફ રાજારાવણથી,જે હનુમાનજી બચાવીજાય
લંકાના રાજારાવણના શક્તિશાળી કર્મને,લંકા સંગે રાવણને બાળી જાય
....પવિત્ર ધર્મમાં સીતારામની માળા જપતા,અંજનીપુત્ર હનુમાન ખુશ થાય.
############################################################
April 28th 2021

માતાનો પવિત્રપ્રેમ

 (more...)
« Previous PageNext Page »