September 6th 2007

દીનચર્યા.

                               દીનચર્યા
૨૬/૫/૨૦૦૭                                 પ્રદીપ બ્રહ્મભટ્ટ
રઘુપતિ રાઘવ રાજારામ, પતિ તપાવન સીતારામ.
મનમાં જપતાં વ્હાલારામ, પ્રભુને પ્યારા જલારામ.

ઉઠતાં મુખમાં સંતનું નામ, જીવન ઉજ્વળ કરવા કાજ.
હસ્ત પ્રક્ષાલય પહેલું કામ, કૃપા સરસ્વતી લક્ષ્મી કાજ.

વંદન ધરતીમાંને થાય, બોજ ભુમી પર કરવા કાજ.
દેહ શુધ્ધી કરણ થતું જાય, હર હરગંગે બોલાતું જાય.

ભક્તિકેરા બંધન પુરણકાજ,સ્મરણ જલાસાંઇ જલાસાંઇનુંથાય.
પુજન અર્ચન કરીને આજ, ભક્તિનું ભાથું ભરવાને કાજ.

હરેરામ હરેકૃષ્ણ બોલતા જાય,ભક્તિગંગા ઘરમાં વહેતીથાય.
પ્રભાતે રમાજાગે રવિ જાગે, જય જલારામ કહેતા જાય.

દીપલકહે પપ્પા જયજલારામ,નિશીત કહે જયસ્વામિનારાયણ.
પેટ પુંજા પતી ઝટપટ લાગે, જ્યારે ચાનાસ્તો પુરો થાય.

બારણું ખોલી ઘેરથીનીકળતા,દાદાઅમારાસાથે રહેજો અમારે.
બોલે સાયંકાળે પેસતા ઘરમાં,હેમખેમ અમે આવીગયા કામેથી.

સાથેબેસી ભોજનકરતાં જોઇ, જલાદાદાખુશ અમો નીરખતા.
આનંદની પળ ઘરમાં મેળવી,પરમાત્માનો પ્રેમ અમે મેળવતાં.

રાત્રે સુતાજલાબાવની વાંચી, નિંન્દ્રાધીન દેહ જલાબાપાનેદેતા.
પ્રદીપનાવંદન જલાબાપાને, દીધા સંસ્કાર ને જીવન ઉજ્વળ.

રમા,દીપલને સંસ્કાર દીધાને, કર્યા રવિ,નિશીતના પાવન જન્મ.
મોંધેરો માનવ જન્મ અમારો ,જલાસાંઇને ચરણે ઉજ્વળ થાય.

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
ઉપરોક્ત દીનચર્યા અમારા જીવનની છે.જે અમારા જીવનમાં જ્યારથી
સમજ આવી ત્યારથી સંતપુજ્ય જલારામ બાપાની તથા સંતપુજ્ય
સાંઇબાબાની કૃપાથી આચરણ કરી મનુષ્યજીવન સાર્થક કરવાનોપ્રયત્ન છે.
હ્યુસ્ટન થી પ્રદીપકુમાર રમણલાલ બ્રહ્મભટ્ટના જયજલારામ.
——————————–

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment