September 2nd 2007

જીવનદીપ.

                       જીવનદીપ
                                            પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવો, જીવવા દોને, કરમ લખ્યું જ જીવો
નથી,મારું તારું, આ  ક્ષણભંગુર  જીવનમાં
દીસે,જે તારું એ, નથી કદી એ કોઇ કાળે
પ્રકાશ્યો જ્યારેતું,જીવ જગતમાંજન્મલઇને
નથી એ જ્યોતી જે ,મુજમાં એ કેમે સમાઇ
હશે કર્મો એના, પરદીપ પર કાજ જ્યારે
જશે રાત્રી ત્યારે, અરુણ પ્રકટે જગગનમાં
હતી કદીક મારી એ,  કલ્પનાની  પ્રણેતા
મને વિસરી જાશે દીપક પ્રક્ટશે જીવનમાં
બધુ અંતે જ મળશે,જીવન જ્યારેજ મળશે
કરો કર્મો એવા મળે અંતે જ જીવ મોક્ષને.
                 ############

September 2nd 2007

गरीबकी दुआ.

                         गरीबकी दुआ.
२९/१/१९७९.                                प्रदीप ब्रह्मभट्ट
अमीरोकी नगरीमें, एक गरीब मांगने आया
हो सच्चे दीलसे प्यार,कर जाना दीलसे दान.
हम गरीब है,   अनाथ है, है कोइ नहीं सहारा
देताजा हमको कोइदान उपरवालेने तुझकोदीया.
                                                      ….हम गरीब है.

महेनतमजदुरी करतेकरते,हमहोगये बुढेबेजान
जीसकी किस्मतमें लीखानही पैसायाकोइप्यार
हम हाथ पसारे सामने,  आये है तुम्हारे पास
पैसे या दो पैसे से, हम करते सबको प्रणाम.
                                                      ….हम गरीब है.

होता नहीं हमसेकोइकाम,परकरने को हैतैयार
तुम्हारे ये दो बच्चे है,जो हाथ है मानवताके
करते रहे दुआए दीलसे,कुदरत जरुर सोचेगी
एक पाकर सो वो देगाही,अपने सच्चे अरमान.
                                                     ….हम गरीब है.
                    ——————-

September 2nd 2007

શિખરોત્સવ.

                                          શિખરોત્સવ
                      સ્વામિનારાયણ મંદીર,(ISSO)હ્યુસ્ટન.
તાઃ૨૩/૭/૨૦૦૬.                 રવિવાર.                પ્રદીપ બ્રહ્મભટ્ટ
શોભે અમારુંહ્યુસ્ટનઆજે શ્રીજીસમા અવતારપધાર્યાપાવનકરવાજન્મ
  લાગેઅમને મનથીજાણે કર્મતણાબંધન છેતુટ્યાનેફેરાભવોભવના
          જન્મમરણમાં ભટકી રહેલા અમને સાચું શરણું મળી ગયું.
                                          …ભઇ સાચું શરણું મળી ગયું.

મંદીરતણા ઘંટારવવાગે સાથે ઢોલનગારાને મૃદંગ છેગાજ
     મંજીરાના મધુરતાલ ભઇ જયશ્રી સ્વામિનારાયણ કહે
         પાઘતણું શિખરછેમળતા આ મંદીર ધામ બનીનેદીપી રહ્યું
                                           …ભઇ મંદીરધામ બની રહ્યું.
કીર્તનગાનથકીસંતવૃદનીકૃપાઅમોપરનીસદીનછેવહી રહી
      નામાન્યું આમાનવ દેહેવિદેશેકૃપાળુનીકૃપામળશેઅમને
     જન્મસફળપ્રદીપનોથયોશ્રીકૌશલેન્દ્રપ્રસાદજીનાઆશિર્વાદમળ્યા
                                  …ભઇમહારાજશ્રીનાઆશિર્વાદ મળ્યા.
કરું વંદનને સાષ્ટાંગદંડવતસફળમાનવજન્મછેથઇરહ્યો
     માગીએકૃપાપરમકૃપાળુની જેમહારાજશ્રીને નિરખતાં મળીરહી
         પાવનપગલે પધારીશુક્રવારસવારેઘરઅમારુંપાવનકરીગયા
                                            ….ભઇ ઘર પાવન કરી ગયા.
મુક્તિમાગું ને આશિર્વાદપણમાગું જન્મસફળઅમારો કરવા કાજે
     પાવનપગલાં આપશ્રીનાજ્યાંપડેત્યાં સ્નેહપ્રેમની વરસેવર્ષા
         માતપિતાનીકૃપાથકીઆસાત્વિકજીવનસફળજન્મઅમારોથાઓ
                                        ….ભઇજન્મસફળઅમારોથાઓ.
ઉત્સવ હ્યુસ્ટનમાંઉજવાઇરહ્યો ભક્તિઅમારીશિખરસમી દીપીરહે
    મહારાજશ્રીનીઅસીમકૃપામળશેતોમાનવજન્મઅમારોસફળબનીજશે
        ભવસાગરનાઆફેરનેપરમાત્માનીએકઝલકજોમળીજશેતો
                                            …ભઇ ભવસાગર તરી જશો.
                                    ————–
               ***જયશ્રીસ્વામિનારાયણ જયશ્રીસ્વામિનારાયણ***
                                                ————–
પરમકૃપાળુ પરમાત્મા શ્રી સ્વામિનારાયણ ભગવાનના લાડીલા પુ.આચાર્ય મહારાજશ્રી કૌશલેન્દ્રપ્રસાદજીની હ્યુસ્ટનમાં શ્રીસ્વામિનારાયણ મંદીરના શિખરોત્સવ પ્રસં ગે પાવન પધરામણી થઇ તે નિમિત્તે તેઓશ્રીની અસીમકૃપા થતાં તેમની પ્રેરણાથી લખાયેલ આ કાવ્ય દંડવત પ્રણામ  સહિત અર્પણ.    …..પ્રદીપ બ્રહ્મભટ્ટ તથા પરિવાr તરફથી સપ્રેમ.

September 2nd 2007

મનોમંથન.

                        મનોમંથન
તાઃ૧૨/૫/૧૯૯૭.                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

સાચી શ્રધ્ધા,સાચી ભક્તિ,
              જીવન જીવવા કાજે મળતી
સાચી સેવા કરી લેવા
                    જીવન કેરા ફેરા લેતી.
                                                    ….સાચી શ્રધ્ધા.

મનમંદીરને સદાય ઉજ્વળ,
                          રાખી મનમાં શિતળ નિર્ણય
પરોપકારની વહેતી ગંગા
                          નિશદીન ઝંખે જીવન સંગે.
                                                    ….સાચી શ્રધ્ધા.

કર્મ મર્મને જાણી વિરલ
                         વર્તે છે નીશદીન એ જીવન
સદાચારની શીતળ શ્રેણી
                         કદી ન અટકે હૈયે તેને
                                                    …..સાચી શ્રધ્ધા.

દીપ બનીને નીત પ્રકાશે,
                        હૈયે હેત ભરીને અર્પે;
ભાવિ જીવન અર્પણ તેને,
                        જીવન જેના સંગે ચાલે.
                                                    …..સાચી શ્રધ્ધા.

                   +++++++++++++

September 2nd 2007

પ્રાર્થના.

                             પ્રાર્થના
તાઃ૧૫/૫/૧૯૯૭.                પ્રદીપ બ્રહ્મભટ્ટ
અંતરના અજવાળા
                  મારે જોઇએ અંતરના અજવાળા
મન મંદીરના તાળા
                  મારે,ખોલી દેવા સારા.
                                 ……અંતરના અજવાળા.
સકળ જગતમાં ભુલ્યો ભટક્યો
                 ભટકી રહ્યો ભવ સારા
નીશદીન કાલાવાલા કરતો
                નીરખી રહ્યો નભ સારા
                                ……અંતરના અજવાળા.
કર્મ મર્મ ન જાણી શક્યો હું
                કોને કહુ અજવાળા
તનમન શું તે સમજી શક્યો ના
                નિકળ્યો તરવા સારા
                                …… અંતરના અજવાળા.
દિપ પરદીપ હું બનવા નિકળ્યો
               રવિ,રમા,દીપલની સંગે
પારખી લેવા ભવસાગરને
                હું નીત સંગે જાગ્યો.
                                   ……અંતરના અજવાળા
              @*@*@*@*@*@*@*@*@