September 19th 2007

અર્ચના

……………………..અર્ચના………………..
તાઃ૨૬/૯/૧૯૭૮…………………………પ્રદીપ બ્રહ્મભટ્ટ

હે જગતના તારણહારા રે,હે વિશ્વંભર હે સ્વામી રે.
અમ સુખની કાજે ..(૨),સર્વની સાથે..(૨)
તુજ ચરણે શીશ નમાવીએ…(૨)
………………………………હે જગતના તારણહારા રે

આ શીતળ સંધ્યે, છે નિર્મળ હૈયે..(૨)
આત્મા સો પરમાત્મા..(૨)
સીતાપાર્વતી,લક્ષ્મીરાધે,રામશંકર,વિષ્ણુકૃષ્ણે;
છે અમ સૌ તુજને શરણે….(૨)
…………………………………હે વિશ્વંભર હે સ્વામી રે.

અમ જીવન સાટે,છે જ્યોત પ્રેમની..(૨)
જલે દીપ જેમ જગની કાજે..(૨)
અલ્લાઇશ્વર,ઇસુઇસાઇ,ગુરુગોવિંદ,જલાસાંઇ;
વંદન અમ સૌ ના તુજને….(૨)
…………………………………હે વિશ્વંભર હે સ્વામી રે.

.,.,.,.,.,.,.,.,.,.,.,.,.,.,.,.,.,.,.,.,.,.,.

September 19th 2007

રામ ભજીલે.

રામ ભજીલે.
તાઃ૧૧/૮/૧૯૭૮. પ્રદીપ બ્રહ્મભટ્ટ

રામ ભજન કરી લે ,રે મનડા..(૨)
જંજટ તારી આ જનમની..(૨) ત્યજી લે.
રે મનડાં જંજટ તુ ત્યજી લે…..રામ ભજન.

કર્મની દોરે તુ બંધાયો,
જગના જીવન સાથે તુ સંધાયો..(૨)
મનથી માની લે આ ભવમાં..(૨)
દરીયો આ તરી લે રે મનડા..(૨)….રામ ભજન.

સર્વના સંગે તું ખેંચાયો,
મિથ્યા આબંધનમાં તું બંધાયો..(૨)
તનથી તારા થાય જેનું અર્પણ..(૨)
દીલથી રામને કરી દે રે મનડા..(૨)….રામ ભજન.

*********************

September 19th 2007

લગન કરું

…………………લગન કરું
તાઃ૧૮/૯/૨૦૦૭………………….પ્રદીપ બ્રહ્મભટ્ટ
લગન કરું હું લગન કરું હું,
…………………..ઢોલ ઢમકાવતો હું કહુંછુ ભઇ
……………………………………….લગન કરું હું..(૨)
છોકરી દીઠી ગયા મહીને મેં;
…………………..વાત નક્કી કરી આ મહીને મેં,
માબાપને તો ખુશી એવી;
……………………જાણે આવી વહુ લાડલી.
……………………………………….લગન કરું હું..(૨)
દોસ્તો ઘણા પરણી ગયા છે;
……………………મનમાં ચિંતા લબડી ગયાની,
સૌ પરણ્યા ને હું કેમ કુંવારો;
……………………નથી મારામાં કોઇ ખામી.
……………………………………….લગન કરું હું..(૨)
શામળાભાઇ તમેજલ્દી આવજો;
……………………કાન્તાકાકી મમ્મીને મળજો,
લેજો લ્હાવો તમે ગામના લોકો
……………………આ અવસર સુંદર મારો.
………………………………………લગન કરું હું..(૨)
ઉતાવળમાં બંડી ભુલ્યો;
……………………દોડાદોડમાં ભુલ્યો પાયજામો,
ગામમાં દોડ્યો સૌને કહેવા;
…………………….દોડતા લોકો મને જોવા.
………………………………………લગન કરું હું..(૨)

અને………..આમ દોડાદોડમાં જ્યારે સાચી પરીસ્થિતિનો ખ્યાલ
આવ્યો ત્યારે શબ્દો આપોઆપ બદલાઇ ગયા………..અને

ભજન કરું હું ભજન કરું;
…………………રોજ સવારે ભજન કરું,
રોજ સાંજે ભજન કરું;
…………………ઉજ્વળ જીવન જીવવા કાજ
……………………………………….ભજન કરું હું..(૨)
ભોજન કરી ને માળા કરું હું;
…………………પામવા કૃપા રટણ કરું છું,
મળજો રામ ને મળજો શ્યામ;
…………………મનમાં રટણ જયજયજલારામ.
……………………………………….ભજન કરું હું..(૨)

*********************************