૨૬ મી જાન્યુઆરી
૨૬ મી જાન્યુઆરી
તાઃ૮/૧૨/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આંગણે મારે આવી રહ્યો ભઇ આઝાદી નો અવસર
હૈયે હેત અતીઉભરે જ્યાં હું માણી રહુ આ પળપળ
આજે મારી માતૃભુમીનો ઉજ્વળ દીન છે ઉજવાય
શહીદ થયા એ શુરવીરો કે જેના છે અગણિત નામ
દેશદાઝમાં બલિદાન દઇને કરી ગયા તે ઉત્તમદાન
માગણીમનથી આઝાદીની સંગઠને સૌ થયા સમાન
ના હા,ના હાની ના વાત જ કરતા માને કરે સલામ
એવી મારી માતૃભુમિનો આઝાદદીન આજે ઉજવાય
આવી આપણા દેશમાં રાજકરી ગયા બ્રીટીશ અંગ્રેજ
સાથ આપણો સૌનો થતાં ભઇ છોડી ગયા આ દેશ
હાથમાં હાથ મળે જ્યાં શક્તિનો ના રહે કોઇની ટેક
નારહી શક્યા કે નાટકી શક્યા નાકરી શક્યા આદેશ
એવી મારી ભારતમાની આઝાદીનો આનંદ મણાય
======================================
ભારતદેશની આઝાદીના દીનને અનુલક્ષીને આ લખાણ ૨૬મી જાન્યુઆરીના
દીને દેશભક્તિ કાવ્ય તરીકે અર્પણ.