October 6th 2009

સમયની સરભરા

                      સમયની સરભરા

તાઃ૫/૧૦/૨૦૦૯                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

જન્મ મળે જગમાંજીવને,કર્મનાબંધન વળગી જાય
પ્રાણી પશુ માનવીમાં, માનવ જન્મ સફળ કહેવાય
                          ……જન્મ મળે જગમાં જીવને.
અવની પરના આગમને,જીવ જગતમાં છે લપટાય
વાંકી સીધી જગ કેડી પર,એ ચઢ ઉતર કરતો જાય
જન્મ મળતા મળે બચપણ,પછી જુવાનીએ જકડાય
પકડી રાખે જ્યાં ખાનપાન,તે સફળતા ચઢતો જાય
                        ……..જન્મ મળે જગમાં જીવને.
સમયની દોરને પકડીને,માનવી જીવન જીવતો જાય
કર્મવર્તનના બંધનનેછોડવા,જીવનમાં ભક્તિકરીજાય
જન્મ જુવાની ને જાગૃતિએ,કદીના જીવ જગેભટકાય
ભક્તિનીપકડી કેડીજીવનમાં,સમયનીસરભરાથઇજાય
                        ……..જન્મ મળે જગમાં જીવને.
સાંકળ પકડવા સમયની,ના દેખાવમાં ડુબી જવાય
કરુણા પ્રેમને ઉધ્ધાર જીવનો,પ્રભુ કૃપાએ મળીજાય
ડુંગરનાદર્શનરળીયામણા,તેમ દુરથીશિખરનાદેખાય
સાચુ શરણુ પરમાત્માનુ,ઘરઆંગણુ પવિત્ર થઇજાય
                        ……..જન્મ મળે જગમાં જીવને.

(*(*(*(*(*(*(*(*(*(*(*(*(*(*)*)*)*)*)*)*)*)*)*)*)*)*)*)

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment