October 18th 2009

પ્રેમની તાકાત

                પ્રેમની તાકાત
તાઃ૧૭/૧૦/૨૦૦૯    (હ્યુસ્ટન)       પ્રદીપ બ્રહ્મભટ્ટ
 
પ્રેમની તાકાત ભઇ એવી,ના જગમાં દીસે એ ઓછી
      આણંદથી હ્યુસ્ટન લઇ આવી,મારા મિત્ર બ્રીજ જોષી
 
સંગીતના તાલ મેળવી, જ્યાં કદમ મીલાવી ચાલ્યા
      પ્રેમની જ્યોત જલાવી,ત્યાં મિત્રો ભેગા થઇને હાલ્યા
આણંદની શેરીઓમાં સૌ, જેના પ્રેમથી ગુણલા ગાતા
      લાવ્યા સરગમ પ્રેમની અહીં, ના જેની જગમાં ગાથા
 
સમ્રાટ બની સંગીતના, ભક્તિ મા સરસ્વતીની લીધી
      ના માન અપમાનની કેડી,કે ના અભિમાનની સીડી
સાંકળ પ્રેમની છે એવી,ના જગમાં એ કોઇથી અજાણી
     તોય દીઠા ના મેં તમે,કે ના તેની છે પ્રેમમાં માગણી
 
મળે સ્નેહ ને માયા, જેમ સાંકળના જગમાં છે બંધન
     કડીકડીનો મેળ રહે,ત્યાં સદા હૈયામાં પ્રેમના સ્પંદન
મેળવી પ્રેમ જગતમાં,જ્યાં જીવનમાં ઉજ્વળતા લાવે
     પવિત્રભાવના ને માયા જે સદાઆનંદ હૈયે લઇ આવે
 
સંગીતની સરગમ લઇને,શ્રી બ્રીજ જોશી આગળચાલે
     તાલના બંધન રાખવાને,ઢોલી મસ્તીથી ઢોલ વગાડે
વાંસળીના વ્હેણ લઇને, મધુર સંગીતના સુર જમાવે
     મંજીરાના રણકાર મળે, મળતા જે હ્રદયે સુર જગાવે
 
અંતરાની આંટીધુટીમાં રહેતા,સરગમ પકડી સૌ ચાલે
     હૈયે હેત વરસે ને ઉભરે પ્રેમ,ને સાંભળતા સ્નેહ લાવે
મળે પ્રદીપને પ્રેમઅનેરો,જે પ્રેમની તાકાત લઇ આવે
     આવશે આંગણે પ્રેમ સઘળો,સૌ સંગીતના સહભાગીનો
 
=========================================================
       આણંદથી મારા મિત્ર અને મા સરસ્વતીના સંતાન શ્રી બ્રીજભાઇ જોશી
અહીં હ્યુસ્ટન આવ્યા અને મને મળવાની તક મળી તેની યાદ રુપે આ લખાણ પ્રેમ
સહિત અર્પણ કરુ છુ.
       લી. પ્રદીપ બ્રહ્મભટ્ટ તથા પરીવારના સપ્રેમ જય જલારામ.
  તાઃ૧૭/૧૦/૨૦૦૯   શનીવાર  આસો વદ-૧૪(કાળી ચૌદસ) સં.૨૦૬૫.   

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment