January 9th 2011

અમારો ચટકો

                       અમારો ચટકો

તાઃ૯/૧/૨૦૧૧                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

અમે ચટકો એવો ભરીએ,જાણે વિજળી આભે થઈ
નાહકની શોધે ગોળીઓ,જ્યાં શરીરને વ્યાધી થઈ
અમે સાથે એવા સૌ રહીએ,સૌ એક બની જીવીએ
                      …………અમે ચટકો એવો ભરીએ.
અમને ભુખ જ્યારે લાગે,ત્યારે એક જ ચટકો ખઈએ
ના રાખીએ કોઇઅપેક્ષા,સંતોષીજીવન પણ જીવીએ
કદીક ભુખ વધારે લાગે,ત્યારે બે વાર ચટકી લઈએ
પણ મનમાં શાંન્તિ લઈને,અમે જીવન જીવી જઈએ
                          ………..અમે ચટકો એવો ભરીએ.
માનવદેહને મળતી વ્યાધી,નાસમજમાં અમને આવે
ચટકો ભરતાં જ ચામડીએ,ડાઘ નાનામોટા થઈ જાય
ઝેર દેવા અમને વળતરે,ચામડીએ દવાઓ ચોપડાય
બદલો લેવા એક જીવનો,ચામડીએ સઘળા ચોંટી જાય
                        ……………અમે ચટકો એવો ભરીએ.

================================