January 1st 2011

થઈ ગયું

                             થઈ ગયું

તાઃ૧/૧/૨૦૧૧                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળી ગયો જ્યાં પ્રેમ જગતમાં,હૈયુ મારું ભરાઇ ગયું
આવી ગયો વિશ્વાસ  જીવનમાં,જન્મસફળ થઇ ગયો
                     ……….મળી ગયો જ્યાં પ્રેમ જગતમાં.
મોહમાયાના બંધન છુટતાં,મનને શાંન્તિ મળી ગઈ
તારું મારુંને દુરજ કરતાં,સધળું જીવનમાં મળી ગયું
આશા છોડતાં અપેક્ષાની ભઈ,આશીર્વાદે વરસીગયું
મળીગયો પ્રેમ પરમાત્માનો,સાચી ભક્તિ કરી લીધી
                     ……….મળી ગયો જ્યાં પ્રેમ જગતમાં.
બંધ આંખે સ્મરણ કરતાં,ખોટી અપેક્ષાઓ ભાગી ગઈ
સંતાનને સંસ્કાર મળતાં,માબાપની માગણી ના રહી
તનને રાહત મનને શાંન્તિ,જીવન સંગે મળીજ ગઈ
જલાસાંઇની ભક્તિ સાચી,જન્મ સફળ આ થઈ જશે
                    ………..મળી ગયો જ્યાં પ્રેમ જગતમાં.

===============================

January 1st 2011

જલાસાંઇને વંદન

                     જલાસાંઇને વંદન

તાઃ૧/૧/૨૦૧૧                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઉજ્વળ જીવન પામી લેવા,કરું જલાસાંઇને વંદન
પ્રભાતે ભક્તિ કરી લઈને,સદા કરું નામનું સ્પંદન
                  ……….ઉજ્વળ જીવન પામી લેવા.
જલારામની શ્રધ્ધા સાચી,જે મનમાં રાખી તાજી
અન્નદાનની રીત ન્યારી,થઈ જાય છે જીવો રાજી
ભક્તિદોર બતાવી સાચી,જે થાય નિર્મળ મનથી
આવે ખુદ પરમાત્માજ દ્વારે,મનથી થાય વિનંતી
                  ……….ઉજ્વળ જીવન પામી લેવા.
સાંઇબાબા તો  હતા પ્રેમાળુ,સૌ ભક્તોને પ્રેમ દેતા
ના ભેદભાવની ચાદરરાખે,નિર્મળઆંખે સૌને જોતા
અલ્લાઇશ્વર એક બતાવી,જીવન ઉજ્વળ એ કરતા
ભોલાનાથની દ્વ્રષ્ટી હતા એ,બાબા બાબા સૌ કહેતા
                …………ઉજ્વળ જીવન પામી લેવા.
જલારામે જ્યોત દીધી ભક્તિની,સાંઈબાબાએ પ્રેમ
માનવ જન્મ સાર્થક કરવાને,ના રાખવો કોઇ વ્હેમ
મળશે માયા વણ માગેલી,જીવને જન્મ ત્યાં વળગે
ભક્તિ કરતાંજ છુટશે દેહ,હશે જ્યાં જલાસાંઇની ટેક
                 …………ઉજ્વળ જીવન પામી લેવા.

*********************************