January 4th 2011

પાગલપણ

                             પાગલપણ

તાઃ૪/૧/૨૦૧૧                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

મતી કોની છે કેટલી જગમાં,ના કોઇથીય પરખાય
માનવતાની મહેંક મેળવવા,દેહે પ્રભુ કૃપા શોધાય
                  …………મતી કોની છે કેટલી જગમાં.
મોહમાયાની સંગેરહેવા,જીવનમાં ઘણુંબધું ખોવાય
દેખાવની દુનીયામાં રહેવા,માબાપનેય તરછોડાય
કળીયુગનીકેડી દેખાયનિરાળી,જો દેહ જકડાઇ જાય
મૃત્યુ પહેલાં મરી જાય દેહ,ના કોઇથીય બચાવાય
                   ………..મતી કોની છે કેટલી જગમાં.
અલૌકિક અપેક્ષા દેહની,જે કઈકેવી તેનાથીપરખાય
ઉજ્વળ જીવનને રાહમળે,જે ભક્તિ થકીજ મેળવાય
ના સમજે જે માનવી મન,તેને પાગલપણ કહેવાય
નિરર્થકબને માનવજન્મ,જીવ અવગતે ચાલ્યો જાય
                    ……….. મતી કોની છે કેટલી જગમાં.‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

‌*+_(+_+)_+_)()_+_+_)_)()__++_)_)()_+_++()

January 4th 2011

અંગ બદલે રંગ

                         અંગ બદલે રંગ

તાઃ૪/૧/૨૦૧૧                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઉંમર કહે હું સાચી જ છું,જગમાં સૌએ મને છે વાંચી
સમય આવતા ચાલે સંગે,એ જ મારો સાચો છે રંગ
                            ………..ઉંમર કહે હું સાચી જ છું.
ઘોડીયે ઝુલતા નાનાદેહને,મળે માતા પ્રેમની જ્યોત
ભીનુ કોરુને પારખી લેતાંજ,ઝુલણા ઝુલાવે મા અનેક
બાળપણ છોડી પગલી માંડતાં,સમજણનો લાગે સંગ
સોપાન લેતાં જીવને,માયા છુટી મળે મહેનતનો રંગ
                           …………ઉંમર કહે હું સાચી જ છું.
લાકડી હાથનોટેકો બનતાં,જીવનમાં શોધે દેહ સંતાન
આધાર બને જ્યાંલાકડી,ત્યાં અંગનો બદલાય છે રંગ
આંખો કહે હું ઉંમર વાળી,સમજી વિચારી પગલુ જાણી
જન્મ સફળની જોવી દોરી,પ્રભુ ભક્તિએ મળેછે એવી
                            ………..ઉંમર કહે હું સાચી જ છું.

++++++++++++++++++++++++++++++++