January 12th 2011

દર્દ મળે,મટે.

                             દર્દ મળે

તાઃ૧૨/૧/૨૦૧૧                            પ્રદીપ બ્રહ્મભટ્ટ 

મનને થાય જ્યાં ચાટા,ત્યાં શોધે જ્યાં ત્યાંએ વાટા
કળીયુગની પકડે એ થાળી,મળે ત્યાં દેહને નામાગી
                             ………..મનને થાય જ્યાં ચાટા.
લાઇટ કરતાં જ્યાં પ્રકાશ મળે,ને જતાં મળે અંધકાર
સાધન વગર ના ડૉક્ટર બોલે,શું થાય તમને લગાર
આડું અવળુ શોખથી ખાતા,મળીજાય દેહે દર્દ અપાર
ના માગુ તકલીફ કોઇ દેહની,આવી ખખડાવે એ દ્વાર
                              ………..મનને થાય જ્યાં ચાટા.
સમજુ કે મેં તાજુ જ ખાધું,ના વાંચી એક્સ્પાયર ડેટ
પેટ તો છે ના ભઈ પારકુ,ઉજાગરા રાતદીન અનેક
દવાદારૂની વળગે માળા,ત્યાં છુટે હાથથી આ કાયા
પેની એક બચાવતા અહીં,આખો ડૉલર ખોવાઇજાય
                         ………….મનને થાય જ્યાં ચાટા.

જેમ દેખાવમાં દર્દ મળે તેમ સમજણથી જીવતા દર્દ મટે.

                          દર્દ મટે

ડગલું ભરતાં વિચારએ,ને સમજીને એક પગલુ ભરાય
ભક્તિની કેડી સંગે રાખતાં,કૃપાએ જીવન ઉજ્વળ થાય
                                …………ડગલું ભરતાં વિચારએ.
સુર્યોદયનું પહેલુ કીરણ,જ્યાં માનવદેહે સ્પર્શ દેતુ જાય
આરોગ્યની મળેજ કેડી દેહને,ના ખર્ચ દવામાં કોઇ થાય
સત્વીકભોજન ઘરમાં થતાં,મહેનતની દમડી નાખોવાય
મળે ના દર્દ દેહને કોઇ,કે મટાડવા કોઇ તિજોરી ખોલાય
                                 ………..ડગલું ભરતાં વિચારએ.
દેખાવની આકળીયુગી દુનીયા,ના કોઇને અહીં તો છોડે
બચીજવાને કાજે માનવી,આજે ભક્તિદોરને સંગે જકડે
સાચી સેવા જલાસાંઇની કરતાં,પાવન જીવન છે મળે
મળેલ દેહને દર્દ જગતનાં,જે તેમની સેવા કૃપાએ મટે
                                ………..ડગલું ભરતાં વિચારએ.

===============================